Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતમાં માવઠાનો માર: AAP નેતા સાગર રબારીએ ખેડૂતો માટે તાત્કાલિક સર્વે અને વળતરની કરી માંગ

ગુજરાતમાં માવઠાનો માર: AAP નેતા સાગર રબારીએ ખેડૂતો માટે તાત્કાલિક સર્વે અને વળતરની કરી માંગ

સમગ્ર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને કરાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, આંબા, કેળા, ઘઉં અને ચણા જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 

Ahmedabad March 21, 2026
ગુજરાતમાં માવઠાનો માર: AAP નેતા સાગર રબારીએ ખેડૂતો માટે તાત્કાલિક સર્વે અને વળતરની કરી માંગ

ગુજરાતમાં માવઠાનો માર: AAP નેતા સાગર રબારીએ ખેડૂતો માટે તાત્કાલિક સર્વે અને વળતરની કરી માંગ

હાલમાં સમગ્ર ગુજરાતમાં થયેલા માવઠા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં માવઠું થયું અને ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે આંબાના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો મધ્ય ગુજરાતમાં કેળાના પાકની સાથે સાથે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં મકાઈના  ઉભા પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે. આ સિવાય ઘઉં અને ચણાને પણ નુકસાન થયું છે. તો મોટાભાગે જે શિયાળુ પાક લેવાની અવસ્થામાં આવી ગયા હતા એમને ખૂબ જ નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતી પાકમાં આંબા અને કેળને વધારે નુકસાન થયું છે. બીજી બાજુ ગુજરાત સરકારના ભ્રષ્ટાચારના કારણે અથવા ભાજપના ભ્રષ્ટાચારને કારણે પાક વીમા યોજના સદંતર નાબૂદ થઈ ગઈ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર જાહેરાત પૂરતી રહી અને એ ક્યારેય અમલમાં આવી નથી. એક બાજુ કુદરતી હોનારતોનો માર વધતો જાય છે અને બીજી બાજુ ભાજપના પાપે ગુજરાતના ખેડૂતો પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ કહ્યું હતું કે, સરકાર સમક્ષ અમારી માંગણી છે કે હાલમાં થયેલા માવઠાથી ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે તેમનો સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે.  મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને જાહેર કર્યાને પાંચ વર્ષ થયા છે, મોંઘવારી વધી છે, તો ફુગાવાનો દર ધ્યાનમાં લો અને એ પ્રમાણે તેને રિવાઇઝ કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવો. બદલાતા પર્યાવરણ અને ખૂબ જ વિશાળ  દરિયાકાંઠો હોવાના કારણે ભવિષ્યમાં કમોસમી વરસાદના પ્રસંગો વધવાના છે. અત્યારે વળતર ચુકવવાની સાથે સાથે ગુજરાત સરકાર ખેડૂતો માટે કાયમી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પર્યાવરણીય અસરોને સાંકળી લેતી પાક વીમા યોજના તૈયાર કરે. કાં તો ગુજરાત સરકાર પોતાની કંપની બનાવીને અથવા તો ભારત સરકારની જે કંપનીઓ છે એમની મારફતે ચલાવે. ખેડૂતોની અગાઉની સારી યોજનામાં ભ્રષ્ટાચારના પાપના કારણે શોષણ થયું અને ખેડૂતોને ન લાભ થયો, ન યોજના મળી એવી પરિસ્થિતિમાંથી બહાર કાઢીને ખેડૂતોને એક સારું સુરક્ષા કવચ આપવામાં આવે એવી અમારી માંગ છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતની આંગણવાડી બહેનો સાથે અન્યાય કેમ? AAP એ વેતન અને પડતર માંગણીઓ મુદ્દે આપ્યો ટેકો
ahmedabad
March 21, 2026

ગુજરાતની આંગણવાડી બહેનો સાથે અન્યાય કેમ? AAP એ વેતન અને પડતર માંગણીઓ મુદ્દે આપ્યો ટેકો

ગુજરાતની આંગણવાડી અને આશાવર્કર બહેનો વર્ષોથી યોગ્ય વેતન અને વિવિધ અધિકારો માટે સંઘર્ષ કરી રહી છે. તાજેતરમાં તેમણે ત્રણ દિવસની હડતાળ અને ગાંધીનગર વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચારતા, આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામે આ આંદોલનને પૂરું સમર્થન આપ્યું છે. 

પંજાબને ડ્રગ્સ મુક્ત બનાવીશું: અમૃતસરમાં મનીષ સિસોદિયાએ ફૂંક્યું 'નશા વિરુદ્ધ જંગ'નું રણશિંગુંAMT
amritsar
March 21, 2026

પંજાબને ડ્રગ્સ મુક્ત બનાવીશું: અમૃતસરમાં મનીષ સિસોદિયાએ ફૂંક્યું 'નશા વિરુદ્ધ જંગ'નું રણશિંગુંAMT

આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાએ અમૃતસરમાં આયોજિત કાર્યક્રમમાં 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો એક પણ ગામ કે વોર્ડમાં ડ્રગ્સ વેચાતું હશે તો તે સાંખી લેવામાં આવશે નહીં.

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

Braking News

સાગબારાના ખોપી ગામે VHP, બજરંગ દળના કાર્યકરો એ ગાયો ભરેલી ગાડી પકડી પોલીસને સોંપી
સાગબારાના ખોપી ગામે VHP, બજરંગ દળના કાર્યકરો એ ગાયો ભરેલી ગાડી પકડી પોલીસને સોંપી
August 12, 2023

ખોપી ગામમાં એક હિંમતવાન બચાવ થયો, કારણ કે VHP અને બજરંગ દળના કાર્યકરોએ ગાયોથી ભરેલી એક ગાડી પકડી લીધી, તેમને ઝડપથી સ્થાનિક સત્તાવાળાઓને સોંપી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
May 26, 2023
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express