Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ખેડૂતોની મહા લડાઈ, AAPની "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા

અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ખેડૂતોની મહા લડાઈ, AAPની "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા

AAP ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવીની અપીલ: ટેકાના ભાવ, ટ્રેડ ડીલ, કડદા પ્રથા સામે "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા શરૂ. ખેડૂતો, ભાગીયાઓ જોડાઓ.

Ahmedabad February 23, 2026
અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ખેડૂતોની મહા લડાઈ, AAPની

અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ખેડૂતોની મહા લડાઈ, AAPની "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. પાકને યોગ્ય ભાવ ન મળવો, ટેકાના ભાવે ખરીદી ન થવી, ખાતર અને બિયારણમાં કાળા બજારી, નકલી અને ભેળસેળ ખાતર-બીજનું વેચાણ, APMCમાં ખેડૂતોને પડતી તકલીફો અને લૂંટફાટ, પૂરતી વીજળી ન મળવી તેમજ દેવાના પ્રશ્નો યથાવત છે. તેમણે જણાવ્યું કે ભારત–અમેરિકા ટ્રેડ ડીલના કારણે ખેડૂતો, પશુપાલકો, અને શ્રમિકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં સોમનાથથી રાજ્યવ્યાપી “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” યાત્રાની શરૂઆત કરી રહી છે, જે 8 માર્ચે ગાંધીનગર પહોંચશે. તેમજ વિવિધ તબક્કાઓમાં અન્ય આગેવાનો અને કાર્યકરો પણ યાત્રામાં જોડાશે. 

AAP નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે તેઓ સોમનાથથી યાત્રાનું પ્રસ્થાન કરાવશે અને યાત્રાના સમાપન સમયે અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેશે. તેમણે ખેડૂતો, મજૂરો, ભાગિયાઓ, ખેડૂત સંસ્થાઓ અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને પક્ષપાત ભૂલીને યાત્રામાં જોડાવા અપીલ કરી. તેમણે કહ્યું કે યાત્રામાં જોડાવાથી બે ફાયદા થશે, એક તો સરકારને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે દબાણ ઊભું થશે અને બીજું કે ખેડૂતો પોતાના હકો અને અધિકારો પ્રત્યે વધુ જાગૃત બનશે. ટ્રેડ ડીલથી થનારા સંભવિત નુકસાન અંગે પણ લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. આ યાત્રા દરમિયાન સિંચાઈ, હાઈટેન્શન લાઇન, વળતર, પોલીસ દમન સહિતના વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવશે. યાત્રા અંગેની તમામ વિગતો આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવશે. સોમનાથથી શરૂ થતી આ ખેડૂત યાત્રામાં વધારેમાં વધારે સંખ્યામાં જોડાઈ ખેડૂત હિતની લડતમાં સહભાગી બનો. 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મહિલાઓની સુરક્ષામાં સરકાર નિષ્ફળ, AAP નેતા ગૌરી દેસાઈનો ગૃહમંત્રી પર પ્રહાર
ahmedabad
February 23, 2026

મહિલાઓની સુરક્ષામાં સરકાર નિષ્ફળ, AAP નેતા ગૌરી દેસાઈનો ગૃહમંત્રી પર પ્રહાર

AAP નેતા ગૌરી દેસાઈનો આકરો પ્રહાર: ડબલ એન્જિન સરકારમાં મહિલા અપરાધ વધ્યા, અમદાવાદથી અન્ય શહેરોમાં દુષ્કર્મ-છેડતી-અપહરણમાં વધારો. ગૃહમંત્રીના "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" પર સવાલ – ગુનેગારોને ડર કેમ નથી?

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ
ahmedabad
February 23, 2026

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ખુલાસો: નર્મદા-તાપીમાં શબવાહિની શૂન્ય, ટ્રેક્ટર-પિકઅપમાં શબ લઈ જવા પડે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા વચ્ચે આ વરવી વાસ્તવિકતા! સરકારની બેદરકારી ઉજાગર.

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર
ahmedabad
February 22, 2026

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા.

Braking News

Dream Astrology: સ્વપ્નમાં સાપ કરડવાથી શું સંકેત મળે છે? જાણો તેનો સાચો અર્થ
Dream Astrology: સ્વપ્નમાં સાપ કરડવાથી શું સંકેત મળે છે? જાણો તેનો સાચો અર્થ
July 16, 2025

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સપનાના ઘણા અર્થ હોય છે. સપના આપણને ભવિષ્ય વિશે સૂચવે છે. સ્વપ્ન શાસ્ત્ર એક પ્રાચીન વિજ્ઞાન છે જે સપનાના અર્થનો અભ્યાસ કરે છે. સપના આપણા અર્ધજાગ્રત મનના શબ્દો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express