પ્રાકૃતિક ખેતી થકી સમૃદ્ધિની સાથે સાથે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનતા આણંદ જિલ્લાના ખેડુતો
ખેડૂતોની પ્રગતિ થાય, ખેડુતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ ખેડૂતોની આવક બમણી થાય તે હેતુ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલા યજ્ઞ થકી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે બીજથી લઈને બજાર સુધીનાં નિર્ણયોનું અસરકારક અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યના ખેડૂતોની સાથે સાથે આણંદ જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવીને ધરતી માતાના પ્રાણ બચાવવા પ્રત્યે સજાગ થઈ રહ્યા છે.
આણંદ તાલુકાના વડોદ ગામના આવા જ એક ખેડૂત સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતીના ખર્ચમાં ઘટાડો થવાની સાથે મારી જમીનની ગુણવત્તા સુધરી છે. વળી, પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન મળી રહ્યું છે, એટલે જમીન અને સ્વાસ્થ્ય બન્ને માટે સારી એવી પ્રાકૃતિક ખેતી કરીને હુ ઓછા ખર્ચે વધુ આવક મેળવી રહ્યો છું.
આ ઉપરાંત સરકારશ્રીની દેશી ગાયના નિભાવ માટેની યોજના હેઠળ મને દર છ મહિને રૂ. ૫,૪૦૦/- ની સહાય મળી રહી છે. સંજયભાઈ તેમની ૧૩ વીઘા જમીનમાં છેલ્લા ૩૫ વર્ષથી ખેતી કરે છે અને છેલ્લા ત્રણ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને કેળા અને ઘઉંનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી વિશે વધુ વાત કરતા સંજયભાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખેતીના ખર્ચમાં ઘટાડો થવાની સાથે મારી જમીનની ગુણવત્તા સુધરી છે. હું મારી ૧૩ વીઘા જમીનમાં છેલ્લા ૩૫ વર્ષથી ખેતી કરૂં છું. ૩૨ વર્ષ સુધી રાસાયણિક ખેતી કર્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરૂં છું. મારા ત્રણ વર્ષના અનુભવથી કહીશ કે, મને પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન મળી રહ્યું છે અને ધીરે ધીરે ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે.
સંજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટેની યોજના અંતર્ગત ગાય દિઠ દર છ મહિને રૂ.૫,૪૦૦/- ની સહાય મળે છે. મને આત્મા પ્રોજેક્ટ થકી આ યોજનાની જાણકારી મળતા મેં અરજી કરી અને ત્યારથી મને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. મને અત્યાર સુધીમાં પાંચ હપ્તામાં કુલ રૂ.૨૭,૦૦૦/- ની સહાય મળેલ છે, જે પૈકી તાજેતરમાં જ ફેબ્રુઆરી મહિનામાં રૂ. ૫,૪૦૦/- નો હપ્તો મળ્યો છે. ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેની સરકારની આ યોજના ખરેખર સરાહનીય છે.
રાસાયણિક ખેતીથી જમીનની ગુણવત્તા તો બગડી જ છે પરંતુ એમાંથી ઉત્પાદિત અનાજ ખાવાથી લોકો પણ અનેક રોગોના ભોગ બની રહ્યા છે, તેવા સમયે પ્રાકૃતિક ખેતી જ એવું માધ્યમ છે જેના થકી લોકો સ્વસ્થ આરોગ્ય મેળવી શકે છે.
"અમૂલ દૂધના ભાવમાં 1 મે, 2025થી પ્રતિ લીટર ₹2નો વધારો. અમૂલ ગોલ્ડ, તાજા, બફેલો દૂધ સહિતની તમામ બ્રાન્ડ્સના નવા ભાવ જાણો. મધર ડેરીએ પણ ભાવ વધાર્યા."
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."