Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • 30 નવેમ્બરે બનાસકાંઠામાં ધૂમ મચાવશે ખેડૂતો. AAPનું મેગા મહાપંચાયત

30 નવેમ્બરે બનાસકાંઠામાં ધૂમ મચાવશે ખેડૂતો. AAPનું મેગા મહાપંચાયત

30 નવેમ્બરે સવારે 10 વાગ્યે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે AAPની ખેડૂત મહાપંચાયત. મનોજ સોરઠીયાએ ઉત્તર ગુજરાતના ખેડૂતોને એક થવા આહ્વાન કર્યું.

Ahmedabad November 28, 2025
30 નવેમ્બરે બનાસકાંઠામાં ધૂમ મચાવશે ખેડૂતો. AAPનું મેગા મહાપંચાયત

30 નવેમ્બરે બનાસકાંઠામાં ધૂમ મચાવશે ખેડૂતો. AAPનું મેગા મહાપંચાયત

અમદાવાદ/બનાસકાંઠા/ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ 30 તારીખે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે યોજાનાર ખેડૂત મહાપંચાયતમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉપસ્થિત રહેવાની અપીલ કરતા કહ્યું હતું કે, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી સરકાર સત્તામાં છે. ખેડૂતોનું ધનોત પનોત કાઢવાનું કામ આ સરકારે કર્યું છે. સમગ્ર ગુજરાતમાં ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે આ સમયે ખેડૂતોને સહાય આપવાના નામે તાઇફાઓ કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન અને સર્વેના નામે વારંવાર ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવામાં આવે છે. આજે ખાતરની પણ ઉપલબ્ધિ કરવામાં આવતી નથી. પાકના ભાવ મળતા નથી, પાક વેચવા જોઈએ તો કડદા થાય છે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આમ આદમી પાર્ટીએ બોટાદમાં ખેડૂત આંદોલનની શરૂઆત કરી હતી. સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક કરવાનું આંદોલન ચાલુ થયું છે. આ ન્યાયનું અને સન્માનનું આંદોલન છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર ખેડૂત મહાપંચાયતના ભાગરૂપે આમ આદમી પાર્ટી પહોંચી રહી છે. આવનારી 30 તારીખે રવિવારના રોજ સવારે 10 વાગ્યે બનાસકાંઠાની અંદર ડીસા પાલનપુર હાઇવે પર પ્રાઈમ હોટેલની સામે એક વિશાળ ખેડૂત મહાપંચાયતનું આયોજન થવાનું છે. આ ખેડૂત મહાપંચાયતની અંદર ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને ઉપસ્થિત રહેવા માટે અને આપણે સાથે મળી આ લડાઈને મજબૂત કરીએ એના માટે આપ સૌને આમંત્રણ છે. આવો સૌ સાથે મળીને ગુજરાતના ખેડૂતો માટેની લડાઈ લડીએ.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

તમિલનાડુ સરકારે ચક્રવાત ફેંગલને ગંભીર કુદરતી આફત જાહેર કરી
તમિલનાડુ સરકારે ચક્રવાત ફેંગલને ગંભીર કુદરતી આફત જાહેર કરી
January 05, 2025

તમિલનાડુ સરકારે સત્તાવાર રીતે ચક્રવાત ફેંગલને ગંભીર કુદરતી આફત જાહેર કરી છે. વિનાશક અસરના જવાબમાં, રાજ્યએ અસરગ્રસ્તોને સહાય કરવા માટે વળતર પેકેજની જાહેરાત કરી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
April 01, 2023
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
May 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express