ફાસ્ટ, ફ્લેવરફુલ અને ફેન્ટાસ્ટિકઃ હલદીરામ્સ મિનિટ ખાના ફ્રોઝન ફૂડ રેન્જ લોન્ચ કરાઈ
પ્રિઝર્વેટિવ મુક્ત ભારતીય નાસ્તા, કરી, ડેઝર્ટ અને બ્રેડની મિનિટ ખાના રેન્જ ભારતભરમાં બધી મુખ્ય સુપરમાર્કેટ્સ અને આધુનિક રિટેઈલ આઉટલેટ્સમાં મળશે.
મિનિટ ખાના દેશમાં સ્વાદિષ્ટ અને પરિપૂર્ણ એથનિક આરટીઈ અને ફ્રોઝન ફૂડ રેન્જની વ્યાપક રેન્જ પ્રસ્તુત કરે છે.
ભારતની ઉત્તમ જ્ઞાત એથનિક સ્નેક- ફૂડ બ્રાન્ડ્સમાંથી એક હલદીરામ્સ નાગપુર દ્વારા આજે મિનિટ ખાનાના બહુપ્રતિક્ષિત લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, જે ભારતમાં તેની પ્રિઝર્વેટિવ મુક્ત ફ્રોઝન અને આરટીઈ ફૂડ રેન્જ છે. મિનિટ ખાના બે વર્ષના શેલ્ફ લાઈફ સાથે દેશભરમાં રિટેઈલમાં અને પાંચ ખંડમાં 40 અન્ય દેશોમાં
ઉપલબ્ધ છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી વધુ ઉપલબ્ધ ભારતીય એથનિક ફ્રોઝન ફૂડ રેન્જ બનાવે છે.
મિનિટ ખાના રેન્જમાં ભારતના અમુક સૌથી પ્રતિકાત્મક એથનિક નાસ્તા, મીઠાઈઓ અને વાનગીઓનો સમાવેશ થાય છે, જે 21મી સદીની માગણી અનુસાર સહજતા અને સુવિધા સાથે પારંપરિક હલદીરામ્સ નાગપુરના સ્વાદને જોડે છે, જેને લઈ ગ્રાહકો હાલતાચાલતા અને મિનિટોમાં ભારતીય ખાદ્યનો અસલ સ્વાદ માણી શકે છે.
હલદીરામ્સ નાગપુરના ડાયરેક્ટર અવિન અગરવાલે જણાવ્યું હતું કે, “ભારતની ઉત્તમ જ્ઞાત ફૂડ બ્રાન્ડ્સમાંથી એક તરીકે અમે સતત ભારત અને તેની બહાર આધુનિક અને ઈચ્છનીય ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતા ખાદ્યપદાર્થોને પહોંચી વળવા સતર્કતાથી કામ કરી રહ્યા છીએ. અમે ઈન્સ્ટન્ટ નૂડલ્સની પાર સુવિધાજનક ખાદ્યના ઉપભોગમાં ઝડપી વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. મિનિટ ખાના ગ્રાહકોને સ્વદિષ્ટ અને ઉપભોગ માટે અત્યંત સુરક્ષિત પરાઠાથી સમોસા સુધી એથનિક ભારતીય સ્નેક્સ અને ફૂડની વ્યાપક શક્ય રેન્જ ઓફર કરે છે. મિનિટ ખાના સાથે અમે સંપૂર્ણ પ્રિઝર્વેટિવ- મુક્ત આરટીઈ ફૂડ રેન્જ નિર્માણ કરવામાં પણ આગેવાની લીધી છે, જે લોકો ભારતની બહાર ભારતીય ખાદ્યોને પહોંચ અને ઉપભોગ કરે છે તે લોકોની રીતમાં નવો દાખલો બેસાડશે. હલદીરામ્સની બેજોડ વિતરણ શક્તિ થકી અમે ભારતભરમાં સર્વ મુખ્ય આધુનિક રિટેઈલના શેલ્વ્સ પર પહોંચવાની અપેક્ષા રાખીએ છીએ.”
મિનિટ ખાના ફ્રોઝન અને આરટીઈ ફૂડ રેન્જની ખૂબીઓ વિશે શ્રી અગરવાલે જણાવ્યું હતું કે, તે પેઢી દર પેઢી પસાર થતી આવેલી વાનગીઓ સાથે ભારતીય ખાદ્ય નિર્માણ કરવાની યુગ જૂની પરંપરાઓનું પાલન કરે છે. ઝડપી અને કિફાયતી અસલી ભારતીય ભોજન માણવા માગનારા માટે મિનિટ ખાના મસાલાઓ અને
સ્વાદનું ઉત્તમ સંયોજન છે.”
મિનિટ ખાના ફ્રોઝન ફૂડ રેન્જ વાર્ષિક 15 મિલિયન હિસ્સાની ઉત્પાદન ક્ષમતા સાથે નાગપુરમાં હલદીરામ્સના 400 એકર ફૂડ પાર્ક ખાતે ઉત્પાદન કરાશે.
ભારતીય આરટીઈ અને ફ્રોઝન ફૂડ માર્કેટ માગણીને પહોંચી વળવા માટે દેશભરમાં કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉછાળા સાથે ફ્રોઝન ફૂડની સુવિધા પ્રત્યે લોકો અને પરિવારની રુચિ વધી રહી છે તેમ અદભુત વૃદ્ધિ માટે સુસજ્જ છે. આઈએમએઆરસી ગ્રુપ અનુસાર ભારતીય ફ્રોઝન ફૂડ્સ માર્કેટ 2022માં રૂ. 144.3 અબજે પહોંચી છે અને 16 ટકાની સીએજીઆરે 2028 સુધી રૂ. 353.3 અબજ સુધી પહોંચવાની અપેક્ષા છે.
પાકિસ્તાની બજાર નિષ્ણાતોએ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં આ ઘટાડાનું કારણ આગામી થોડા દિવસોમાં સંભવિત હુમલાના સમાચારને ગણાવ્યું.
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.