Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગોંડલમાં AAP નેતા પર જીવલેણ હુમલો, કડક કાર્યવાહી કરવા ગૌરી દેસાઇની માંગ

ગોંડલમાં AAP નેતા પર જીવલેણ હુમલો, કડક કાર્યવાહી કરવા ગૌરી દેસાઇની માંગ

સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા ગયેલા AAP નેતા પર હુમલો થતા કાનૂની અને લોકશાહી લડત ચાલુ રહેશે : ગૌરી દેસાઇ

Ahmedabad February 24, 2026
ગોંડલમાં AAP નેતા પર જીવલેણ હુમલો, કડક કાર્યવાહી કરવા ગૌરી દેસાઇની માંગ

ગોંડલમાં AAP નેતા પર જીવલેણ હુમલો, કડક કાર્યવાહી કરવા ગૌરી દેસાઇની માંગ

અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે આજે ગોંડલમાં ભગતપુરા પાર્ક ખાતે આવેલા સરસંગ પાર્કમાં રોડ,રસ્તા અને પાણીના પ્રશ્નો સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. આ પ્રશ્નો જીગીશાબેન પટેલ સુધી પહોંચ્યા હતા અને તેઓ સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા ત્યાં ગયા હતા. તે દરમિયાન અમુક તત્વો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને મોટી મોટી ગ્રાન્ટ મળવા છતાં પણ ત્યાં સ્થાનિક લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહી નથી. પ્રશ્નો હલ થતા નથી. અને જ્યારે કોઈ નેતા સ્થાનિક લોકોના પ્રશ્નો હલ કરવાની ભાવના સાથે આગળ વધે છે, ત્યારે આવી રીતે હુમલા કરાવવામાં આવે છે.

હું આ વિડિયોના માધ્યમથી કહેવા માંગું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જનતાના પૈસાનો દુરુપયોગ કરે છે. પરંતુ જ્યારે આજે જીગીશાબેન પટેલે પ્રશ્નો હલ કરવા માટે સ્થાનિક કોર્પોરેટરને ફોન કર્યો, ત્યારે તેમની ત્યાં જવાની જાણ માત્ર તે કોર્પોરેટરને જ હતી. ત્યારબાદ અમુક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો. અમારી એક જ માંગ છે કે જેમણે આ હુમલો કર્યો છે તેમના સામે તાત્કાલિક કાયદેસરની ફરિયાદ નોંધાઈ અને કડક કાર્યવાહી કરવામાં આવે. લોકો આમ આદમી પાર્ટીને ખૂબ પ્રેમ આપે છે. આમ આદમી પાર્ટી કોઈ પણ હુમલાથી કે કેસોથી ડરવાની નથી. અમે જનતાના પ્રશ્નો માટે હંમેશા ઊભા રહી લડત લડતા રહીશું અને લોકોના વિશ્વાસને જાળવી રાખીશું. ભારતીય જનતા પાર્ટીએ જે પણ કુકર્મો કર્યા છે તેના સામે અમે કાનૂની અને લોકશાહી રીતે લડત ચાલુ રાખીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

AAP નેતા જીગીશા પટેલ પર થયેલ હુમલાને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કડક શબ્દોમાં વખોડ્યો
ahmedabad
February 24, 2026

AAP નેતા જીગીશા પટેલ પર થયેલ હુમલાને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કડક શબ્દોમાં વખોડ્યો

લોકોની ફરિયાદ સાંભળવા ગયેલી AAP નેતા પર પથ્થર-લાફા, કાર તોડી. મનોજ સોરઠીયા: 30 વર્ષથી કામ ન કરી શકતા ભાજપ હવે હિંસા કરે છે.

સરકાર વિધાનસભામાં વાહવાહી કરે છે, પરંતુ અનેક ખેડૂતો સહાય વંચિત: ગોપાલ ઇટાલિયા
ahmedabad
February 24, 2026

સરકાર વિધાનસભામાં વાહવાહી કરે છે, પરંતુ અનેક ખેડૂતો સહાય વંચિત: ગોપાલ ઇટાલિયા

હસનાપુર ગામમાં આખા ગામે ફોર્મ ભર્યા છતાં એકપણ ખેડૂતને નવેમ્બર-ડિસેમ્બરના માવઠાની સહાય મળેલી નથી અને વિધાનસભામાં સરકાર વાહવાહી લૂંટે છે : ઇટાલિયા

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક પ્રજાલક્ષી મુદ્દે વિધાનસભામાં માંગો રજુ કરી
ahmedabad
February 24, 2026

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક પ્રજાલક્ષી મુદ્દે વિધાનસભામાં માંગો રજુ કરી

નર્મદા પરિયોજનાનું પાણી આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવાની માંગ, જંગલ વિસ્તારમાં રોડ કામો, અટકાવેલા બ્રિજ, રોડ અને રિસરફેસિંગના કામો   તેમજ પ્રજાલક્ષી પ્રશ્નોને લગતા પ્રશ્નોને પુરા કરવા કરતા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માંગણી. 

Braking News

મિસ ઈન્ડિયા ત્રિપુરાની નબનીતા ભટ્ટાચારીનો હેતુ છોકરીઓને તેમના સપના પૂરા કરવા માટે સશક્ત બનાવવાનો છે
મિસ ઈન્ડિયા ત્રિપુરાની નબનીતા ભટ્ટાચારીનો હેતુ છોકરીઓને તેમના સપના પૂરા કરવા માટે સશક્ત બનાવવાનો છે
June 15, 2023

નવનિતા ભટ્ટાચારજી, યુવા અને નિર્ધારિત મિસ ઈન્ડિયા ત્રિપુરા, ત્રિપુરાના પરિવારોને વિનંતી કરે છે કે તેઓ તેમની દીકરીઓને ટેકો આપે અને તેમને વિશ્વ સમક્ષ તેમની પ્રતિભા દર્શાવવા દે. છોકરીઓને સશક્ત બનાવવાના હૃદયપૂર્વકના સંદેશ સાથે, તે પેરેંટલ સપોર્ટના મહત્વ પર ભાર મૂકે છે. આ લેખમાં તેણીની સફર વિશે અને છોકરીઓને તેમના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો તેણીનો હેતુ કેવી રીતે છે તે વિશે વધુ વાંચો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
"કેવી રીતે એક પરિવારના ટોઇલેટ પેપર હેઇસ્ટ ક્વોરેન્ટાઇન લિજેન્ડ બન્યા"
April 01, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express