હાઈડ્રો પ્રોજેક્ટથી આદિવાસી જમીન છીનવાશે તો ઉગ્ર વિરોધ : ચૈતર વસાવા
સંખેડામાં ગુજરાત જોડો જનસભામાં ચૈતર વસાવાના ભાજપ પર આરોપ – મોદી કાર્યક્રમમાં આદિવાસી ગ્રાન્ટ ઉડાવી, જમીન છીનવવા વિરોધ.
અમદાવાદ / છોટાઉદેપુર /નર્મદા / ભરૂચ / ગુજરાત ; આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં “ગુજરાત જોડો જનસભા”માં હાજરી આપી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આકારા પ્રહાર કરતાં કહ્યું હતું કે, 28 ગામોના હાઈડ્રો પ્રોજેક્ટ મંજૂર થયો, જો આ પ્રોજેક્ટના નામે આદિવાસીઓની એક પણ ઇંચ જમીન છીનવવામાં આવશે તો અમે તીર કામઠા લઈ તેનો ઉગ્ર વિરોધ કરીશું, કાંધા ગામમાં પ્રાથમિક સુવિધા હજુ પણ નથી, નસવાડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઠેકાણા નથી.
મોદીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરનાર ભાજપ સરકારના 30 વર્ષના શાસન બાદ પણ આજે આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાની કમી છે. આપણે મનરેગામાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દાને શરૂઆતમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જિલ્લામાંથી ઉઠાવ્યો, ત્યારબાદ નેતાઓ, તેમના પુત્રો, ભાજપના મંત્રી, સંત્રી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ જેવા નેતાઓએ જેલમાં જવું પડ્યું. કેન્દ્રની ભાજપ સરકારે તેમના નેતાઓના કૌભાંડોને છુપાવવા માટે મનરેગાનું નામ બદલ્યું. અમે ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ કે મનરેગાનું નામ બદલવાથી અમે ભાજપના કૌભાંડો ભૂલીશું નહીં અને ભ્રષ્ટાચારીઓને અમે છોડીશું નહીં. મનરેગાનું નવું નામ G RAM G કરી નાખવામાં આવ્યું, ભાજપે પોતાના મનરેગાના કૌભાંડોની છુપાવવા માટે ભગવાન રામના નામનો ઉપયોગ કર્યો, તો આવી સરકારને આપણે હવે જાકારો આપવાનો છે.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા વિસ્તારમાં આવ્યા તેમને આવકારીએ છીએ અને તેમના કાર્યક્રમમાં ખર્ચો પણ થાય એ સમજી શકીએ છીએ પરંતુ આ લોકોએ આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી દીધી, સિકલસેલથી પીડાતા આદિવાસી બાળકોના ફૂડ બીલના પૈસા હોય, શાળાઓમાં ભણતા બાળકોને ફૂડ બીલના પૈસા હોય, કુપોષણથી પીડાતા બાળકોના ફૂડ બીલના પૈસા હોય, આંગણવાડીના બાંધકામના પૈસા હોય, શિક્ષણના પૈસા હોય, રોડ રસ્તાના પૈસા હોય, આ બધા આદિવાસી સમાજના કામોના પૈસા તાઇફાઓમાં વપરાઈ જતા હોય ત્યારે ચૈતર વસાવા એના વિરોધમાં અવાજ ઉઠાવશે, ચાહે કોઈ સીએમનો કાર્યક્રમ હોય કે પીએમનો કાર્યક્રમ હોય હવે અમે એનો હિસાબ રાખીશું. એવો તો કેવો પ્રોગ્રામ હશે કે 7 કરોડ 82 લાખની તો બસો કરવી પડી, 2 કરોડ 40 લાખના ટોયલેટ મંગાવવા પડે, 8 કરોડ 38 લાખનો સ્ટેજ બનાવવો પડ્યો, 7 કરોડ 83 લાખનો મંડપ બનાવવો પડ્યો, 2 કરોડનો ડોમ બનાવવો પડ્યો, 2 કરોડ 51 લાખનું પાર્કિંગ કરવું પડ્યું, 2 કરોડના સમોસાનો ખર્ચો થયો, 2 કરોડની ચા પીવડાવી દેવામાં આવી, 50 લાખનું પાણી પીવડાવી દેવામાં આવ્યું, આ તમામ પૈસા આદિવાસી લોકોના વિકાસ માટેની ગ્રાન્ટના પૈસા હતા, એ ગ્રાન્ટોના પૈસા વાપરી નાખવામાં આવ્યા. અમે અધિકારીઓને કહેવા માંગે છે કે આ અમારા લોકોના વિકાસના પૈસા હતા તો તમારે એક એક રૂપિયાનો હિસાબ આપવો પડશે.
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.