Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી

કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી

આગામી સમયમાં યોજાનાર ગુજરાતની 24 - કડી વિધાનસભા (અ.જા.) અને 87 – વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે તા.05 મે, 2025 ના રોજ બંને વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. 

Ahmedabad May 05, 2025
કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી

કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી

આગામી સમયમાં યોજાનાર ગુજરાતની 24 - કડી વિધાનસભા (અ.જા.) અને 87 – વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે તા.05 મે, 2025 ના રોજ બંને વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કડી વિધાનસભા મતવિસ્તારમાં 152 પુરુષ અને 224 મહિલા મતદારોના વધારા સાથે કુલ 376 મતદારોનો વધારો થયો છે. વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં 24 પુરુષ અને 160 મહિલા તથા 01 ત્રીજી જાતિના મતદારના વધારા સાથે કુલ 185 મતદારોનો વધારો થયો છે. બંને મતવિસ્તારના મળી કુલ 561 મતદારોનો વધારો નોંધાયો છે.

ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી મહેસાણા જિલ્લાની 24-કડી (અ.જા.) વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે 1,49,719 પુરુષ, 1,40,023 મહિલા અને ત્રીજી જાતિના 4 મળી કુલ 2,89,746 મતદારો નોંધાયા છે. જ્યારે જુનાગઢ જિલ્લાની 87-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે 1,35,597 પુરુષ, 1,25,451 મહિલા અને ત્રીજી જાતિના 4 મળી કુલ 2,61,052 મતદારો નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.01લી એપ્રિલ, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત તા.08 એપ્રિલ, 2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદી મુજબ કડી વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,89,370 જ્યારે વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,60,867 મતદારો નોંધાયા હતા.

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુકલાએ જણાવ્યું હતું કે, ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશમાં મતદાર નોંધણી અધિકારી દ્વારા કરવામાં આવેલા નિર્ણય સામે કોઈ મતદારને વાંધો હોય તો મતદાર નોંધણી અધિકારીના નિર્ણય વિરૂદ્ધ The Representation of the People Act, 1950ની કલમ-24 તેમજ The Registration of Electors Rules-1960 ના નિયમ-27 મુજબ સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને અપીલ કરી શકાશે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

NFRની મોટી ભેટ, આસામમાં 19 ટ્રેનોમાં વધારાના સ્ટોપેજ, મુસાફરોને મોટી રાહત
NFRની મોટી ભેટ, આસામમાં 19 ટ્રેનોમાં વધારાના સ્ટોપેજ, મુસાફરોને મોટી રાહત
February 24, 2026

20થી 28 ફેબ્રુઆરી 2026 વચ્ચે શરૂ થયા વધારાના હોલ્ટ્સ – ગુવાહાટી-સિલચર, ગુવાહાટી-ડિબ્રુગઢ સહિત ઘણી ટ્રેનોમાં નવા સ્ટેશનો જેમ કે બારપથર, લંકા, હોજાઈ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
February 20, 2023
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express