નાંદોદ અને દેડીયાપાડા મતવિસ્તારના ૯૮૧ ઓફિસરોનો યોજાયેલો પ્રથમ તાલીમવર્ગ
રાજપીપલાની એમ.આર.વિદ્યાલય અને દેડીયાપાડાની ગર્લ્સ લિટરસી મોડેલ શાળા ખાતે ચૂંટણીલક્ષી ફરજમાં જોડાયેલા કર્મયોગીઓ માટે તાલીમ વર્ગ યોજાયો.
રાજપીપળા : નર્મદા જિલ્લામાં આગામી તા.૭મી મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમી
આયોજન કરવામાં આવી રહ્યું છે. નાંદોદ મતવિભાગ માટે રાજપીપલાની એમ.આર.વિદ્યાલય ખાતે ૪૩૧ પ્રિસાઈડીંગ ઓફિસર અને ૧૫૦ આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરની તાલીમ જ્યારે દેડીયાપાડા
મતવિભાગના ૩૦૦ પ્રિસાઈડિંગ અને ૧૦૦ આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર્સ માટે ગર્લ્સ લિટરસી
રેસિડેન્સીયલ સ્કૂલ(મોડેલ) ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીની રાહબરી હેઠળ
બુધવારે તાલીમ વર્ગો યોજાયા હતા. બે દિવસીય તાલીમના પ્રથમ દિવસે કુલ ૯૮૧ કર્મયોગીઓને તાલીમ આપવામાં આવી હતી.
પ્રથમ તબક્કાના આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ,EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ
પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક અન્ય ૧૨ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ અપાઇ હતી. ચૂંટણી ફરજ ઉપરના અધિકારીશ્રીઓ/કર્મચારીઓને પોસ્ટલ બેલેટ-ઇડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરાયાં હતાં.
પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં
સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ EVM મશીનVVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.
દેડીયાપાડાના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી.આર.સંગાડાએ સવારે દેડીયાપાડા ગર્લ્સ લિટરસી રેસિડેન્સીયલ સ્કૂલ ખાતે ચાલી રહેલાં ઉક્ત તાલીમ વર્ગોની મુલાકાત લઇ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડીંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીતાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. તેઓની સાથે પોસ્ટલ બેલેટ નોડલ અધિકારીશ્રી અને નાયબ કલેક્ટર- 01 એન.એફ.વસાવા, નાયબ કલેક્ટરશ્રી પંકજભાઈ વલવાઈ, દેડીયાપાડાના મામલતદાર એસ.વી. વિરોલા અને સાગબારાના મામલતદારશ્રી શૈલેષ નિઝામા પણ આ મુલાકાતમાં સાથે જોડાયાં હતાં. રાજપીપલા ખાતે ચાલી રહેલા તાલીમ વર્ગમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી, નાંદોદ મામલતદાર પદ્માબેન ચૌધરી સહિતના અધિકારીશ્રીઓએ મુલાકાત કરી તાલીમનું નિરિક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચ, 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન (Kaynes Semicon) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની ભાગીદારી વધારવા માટેનું એક સીમાચિહ્નરૂપ પગલું છે. સાણંદમાં નિર્મિત ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs) હવે સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓને નિકાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ પ્રસંગે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' અને 'ટેકેડ' પર ભાર મૂકતા જણાવ્યું કે ભારત હવે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનના દરેક સ્તરે ડિઝાઇન અને ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવી રહ્યું છે, જે આગામી દાયકાઓમાં વૈશ્વિક નેતૃત્વ સુનિશ્ચિત કરશે.
ગુજરાત સરકારે પોરબંદરના પ્રવાસન અર્થતંત્રને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પોરબંદરની પ્રતિષ્ઠિત હોટલોમાં લાઇસન્સ પ્રાપ્ત દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારની આ પહેલથી પોરબંદરમાં હાઈ-એન્ડ ટુરીસ્ટ્સની સંખ્યા વધવાની અને પ્રવાસન ઉદ્યોગમાં નવીનતા આવવાની અપેક્ષા છે.
રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.