Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પ્રથમ વખત મહાશિવરાત્રિ પર સદ્‍ગુરુ કરશે યોગેશ્વર લિંગ મહા અભિષેકમ! ફ્રી રજિસ્ટ્રેશન કરો, ગ્લોબલ લાઈવસ્ટ્રીમ ઉપલબ્ધ

પ્રથમ વખત મહાશિવરાત્રિ પર સદ્‍ગુરુ કરશે યોગેશ્વર લિંગ મહા અભિષેકમ! ફ્રી રજિસ્ટ્રેશન કરો, ગ્લોબલ લાઈવસ્ટ્રીમ ઉપલબ્ધ

મહાશિવરાત્રિ 2026 પર પ્રથમ વખત સદ્‍ગુરુ કરશે યોગેશ્વર લિંગ મહા અભિષેકમ! 15 ફેબ્રુઆરીએ ઈશા યોગ સેન્ટરમાં આ દુર્લભ પ્રક્રિયા, ફ્રી ગ્લોબલ લાઈવસ્ટ્રીમ ઉપલબ્ધ. sadhguru.co/ym પર માત્ર નામ-જન્મ તારીખ આપીને ફ્રી રજિસ્ટર કરો. આદિયોગીની કૃપા મેળવવાની શક્તિશાળી તક. વાંચો વિગતો.

, February 09, 2026
પ્રથમ વખત મહાશિવરાત્રિ પર સદ્‍ગુરુ કરશે યોગેશ્વર લિંગ મહા અભિષેકમ! ફ્રી રજિસ્ટ્રેશન કરો, ગ્લોબલ લાઈવસ્ટ્રીમ ઉપલબ્ધ

પ્રથમ વખત મહાશિવરાત્રિ પર સદ્‍ગુરુ કરશે યોગેશ્વર લિંગ મહા અભિષેકમ! ફ્રી રજિસ્ટ્રેશન કરો, ગ્લોબલ લાઈવસ્ટ્રીમ ઉપલબ્ધ

મહાશિવરાત્રિની પવિત્ર રાત્રે, સદ્‍ગુરુ કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટર ખાતે યોગેશ્વર લિંગ મહા અભિષેકમ કરશે. આ દુનિયાભરના સાધકો માટે શિવ એટલે કે આદિયોગીને એક શક્તિશાળી ભેટ અર્પણ કરવાની એક દુર્લભ તક છે. આ મહા અભિષેકમ 15 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાશે અને તેનું ફ્રી ગ્લોબલ લાઈવસ્ટ્રીમ (ઓનલાઈન પ્રસારણ) પણ ઉપલબ્ધ રહેશે.

સદ્‍ગુરુ કહે છે, "આધ્યાત્મિક રીતે મહાશિવરાત્રિ વર્ષની સૌથી શક્તિશાળી રાત છે. ગ્રહોની ખાસ સ્થિતિને કારણે, આ સમયે માણસના શરીરમાં કુદરતી રીતે જ ઊર્જા ઉપર તરફ ગતિ કરે છે, એટલે શિવ એટલે કે આદિયોગીને ભેટ ધરવા માટેનો આ સૌથી શક્તિશાળી સમય છે." તેઓ વધુમાં સમજાવે છે, "આ એક ખૂબ જ શક્તિશાળી પ્રક્રિયા છે, અથવા તમે ઈચ્છો તો તેને એક વિધિ પણ કહી શકો છો, જ્યાં તમે યોગેશ્વર સાથે જોડાઈ શકો છો. યોગેશ્વર શબ્દનો અર્થ થાય છે તેઓ જે યોગના સ્વામી છે."

આ મહાશિવરાત્રિ પર પહેલી વાર સદ્‍ગુરુ યોગેશ્વર લિંગ પર મહા અભિષેકમ અર્પણ કરશે. પવિત્ર અર્પણ અને ખાસ મંત્રોચ્ચાર દ્વારા થતી આ દુર્લભ પ્રક્રિયા સાધકોને આદિયોગીના યોગેશ્વર સ્વરૂપ સાથે જોડાવાની તક આપે છે. આ મહા અભિષેકમ ભક્તોને આદિયોગીની કૃપા મેળવવામાં તેમજ તેમની ભક્તિને વધુ ઊંડી અને સાધનાને વધારે તીવ્ર બનાવવામાં મદદ કરશે.

મહાશિવરાત્રિને વર્ષની આધ્યાત્મિક રીતે સૌથી વધારે સંભાવના ધરાવતી રાત ગણવામાં આવે છે, જ્યારે ગ્રહોની એક વિશિષ્ટ ગોઠવણ મનુષ્યમાં કુદરતી રીતે ઊર્જાને ઉપરની તરફ ઉઠાવે છે. આદિયોગી શિવને અર્પણ કરવા અને રૂપાંતરણ તથા કૃપાના દ્વાર ખોલવા માટે આ સૌથી શક્તિશાળી સમય ગણાય છે. ઈશા યોગ સેન્ટરના દિવ્ય વાતાવરણમાં મહાશિવરાત્રિના અવસરે સદ્‍ગુરુ દ્વારા થનાર આ યોગેશ્વર લિંગ મહા અભિષેકમમાં ભાગ લેવો એ એક દુર્લભ લહાવો છે.

આ પ્રક્રિયામાં કોઈપણ ભાગ લઈ શકે છે, ભલે તેમની આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ ગમે તે હોય કે તેમને અગાઉનો કોઈ અનુભવ ન હોય. જેઓ ઈશા યોગ સેન્ટર પર રૂબરૂ નથી જઈ શકતા, તેઓ ફ્રી લાઈવસ્ટ્રીમ દ્વારા ગમે ત્યાંથી આ પવિત્ર મહા અભિષેકમમાં ભાગ લઈ શકે છે અને આ પવિત્ર પ્રક્રિયાને અનુભવી શકે છે. આ સરળ પણ શક્તિશાળી પ્રક્રિયા વ્યક્તિઓ અને પરિવારોને આ ખાસ રાત્રે યોગેશ્વર લિંગની ઊર્જા સાથે જોડાવામાં મદદ કરે છે.

ભાગ લેવા માટે sadhguru.co/ym પર જઈને ફ્રીમાં રજિસ્ટ્રેશન કરી શકાય છે. તમારે ફક્ત તમારું નામ અને જન્મ તારીખ આપવાની રહેશે; જન્મનો સમય આપી શકાય પણ તે આપવો ફરજિયાત નથી. યોગેશ્વર લિંગ મહા અભિષેકમમાં રજિસ્ટ્રેશન કે ભાગ લેવા માટે કોઈ ફી નથી. રજિસ્ટર કરનારાઓને લાઈવસ્ટ્રીમની લિંક અને મહાશિવરાત્રિનો પૂરો લાભ લેવા માટેની વધુ સૂચનાઓ મોકલવામાં આવશે.

દર વર્ષે હજારો ભક્તો શક્તિશાળી પ્રક્રિયાઓ, સંગીત અને ધ્યાન દ્વારા મહાશિવરાત્રિ ઉજવવા ઈશા યોગ સેન્ટર આવે છે. ઉજવણીના ભાગરૂપે, આખી રાત દરમિયાન ભાગ લેતા લાખો લોકો માટે મહા અન્નદાનમ (પવિત્ર ભોજન પ્રસાદ) પણ અર્પણ કરવામાં આવે છે. જો કે યોગેશ્વર લિંગ મહા અભિષેકમમાં ભાગ લેવો બિલકુલ ફ્રી છે, પણ ભક્તો મહાશિવરાત્રિની પ્રવૃત્તિઓ અને મહા અન્નદાનમ માટે યોગદાન આપી શકે છે. આ યોગદાન ખૂબ જ આવકાર્ય છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

Defence News: શું ભારતની સૈન્ય શક્તિમાં 'નોન-કાઇનેટિક' અને 'હાઇબ્રિડ' ક્ષમતાઓનો થશે ઉમેરો?
new delhi
March 19, 2026

Defence News: શું ભારતની સૈન્ય શક્તિમાં 'નોન-કાઇનેટિક' અને 'હાઇબ્રિડ' ક્ષમતાઓનો થશે ઉમેરો?

ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત: 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ
new delhi
March 19, 2026

ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત: 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ

વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિત, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસ માટે કેબિનેટના નિર્ણયોની પ્રશંસા કરી છે. જાણો કપાસના MSP, BHAVYA યોજના અને હાઈવે પ્રોજેક્ટની સંપૂર્ણ વિગત.

રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ: CJI એ આપ્યા ક્રાંતિકારી સૂચનો
new delhi
March 17, 2026

રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ: CJI એ આપ્યા ક્રાંતિકારી સૂચનો

CJI સૂર્યકાંતે રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ કર્યો. તેમણે વકીલોને કાળા કોટ અને પોલીસને યુનિફોર્મ વગર રહેવા સૂચન કર્યું જેથી બાળકો ડરે નહીં.

Braking News

મુન્દ્રા પોર્ટ પરથી દાણચોરી કરાયેલા તરબૂચના બીજનો મોટો જથ્થો જપ્ત
મુન્દ્રા પોર્ટ પરથી દાણચોરી કરાયેલા તરબૂચના બીજનો મોટો જથ્થો જપ્ત
October 25, 2024

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ તેની ગાંધીધામ શાખા દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરીને પગલે મુંદ્રા પોર્ટ પર સુદાનથી તરબૂચના બીજના 200 જેટલા કન્ટેનર જપ્ત કર્યા છે. જ

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express