Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • IHCL દ્વારા પ્રાયોજિત હોસ્પિટાલિટી સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન કરતા વિદેશ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકર

IHCL દ્વારા પ્રાયોજિત હોસ્પિટાલિટી સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન કરતા વિદેશ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકર

એકતાનગર ખાતે આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું છે. આઇએચસીએલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કૌશલ્ય વર્ધન કેન્દ્ર થકી પ્રતિવર્ષ ૧૨૦ આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે. 

Rajpipla January 29, 2024
IHCL દ્વારા પ્રાયોજિત હોસ્પિટાલિટી સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન કરતા વિદેશ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકર

IHCL દ્વારા પ્રાયોજિત હોસ્પિટાલિટી સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન કરતા વિદેશ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકર

રાજપીપલા : એકતાનગર ખાતે આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું. આઇએચસીએલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કૌશલ્ય વર્ધન કેન્દ્ર થકી પ્રતિવર્ષ ૧૨૦ આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે. જીએમઆર બાદ એકતાનગરમાં આ બીજું કૌશલ્યવર્ધન કેન્દ્ર છે. જેમાં ટાટા ગ્રુપનો સહયોગ મળ્યો છે. ડો. જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશવિદેશના પ્રવાસીઓની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમની આવશ્યક્તા ઉપર ભાર મૂક્યો હતો. 

એકતાનગર ખાતે યોજાયેલા ઉદ્દઘાટન કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી ડો. જયશંકરે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બહોળો વિકાસ કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું વિઝન મહત્વપૂર્ણ છે. હું જ્યારે પ્રથમ વખત ગુજરાતમાંથી રાજ્યસભાનો સાંસદ બન્યો હતો, ત્યારે વડાપ્રધાનશ્રીએ મને નર્મદા જિલ્લાની મુલાકાત લેવા સૂચવ્યું હતું. આ પાંચ વર્ષના સમયગાળામાં નર્મદા જિલ્લાનો વિકાસ ઉડીને આંખે વળગે એવો છે. વિદેશી પ્રવાસીઓમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા વધી રહી છે. વર્ષ ૨૦૨૨માં વિદેશ મંત્રાલય દ્વારા એકતાનગર ખાતે વિવિધ દેશના રાજદૂતોની પરિષદ યોજવામાં આવી હતી. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘના વડા શ્રીયુત ગુટરોસની ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રીનું મહત્વાકાંક્ષી મિશન લાઇફ લોંચ કરવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના વિકાસથી અનેક આદિવાસી પરિવારો માટે ઘર આંગણે રોજગારીના અવસર મળ્યા છે. અર્થોપાર્જન થકી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે અને તે જોઇ શકાય છે. આદિવાસી ક્ષેત્રમાં આવા મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળને કારણે હોટેલ ઉદ્યોગ વિકસી રહ્યો છે. આવા સમયે આ સ્કીલ સેન્ટર આદિવાસી યુવાનો માટે ફાયદાકારક બનશે. સ્કીલ સેન્ટરના પ્રાયોજક શ્રી પૂનિટ છટવાલે કહ્યું કે, આઇસીએચએલ દ્વારા સમગ્ર દેશમાં આવા ૩૨ સ્કીલ ડેવલપેમન્ટ સેન્ટરનું સંચાલન કરવામાં આવે છે અને પ્રતિવર્ષ અનેક તાલીમાર્થીઓને તેનો લાભ મળે છે. એકતાનગર ખાતે પ્રારંભિક તબક્કે ૧૨૦ યુવાન, યુવતિઓને તાલીમ આપવામાં આવશે. જેમાં ૧૨ સપ્તાહ માટે ક્લાસરૂમમાં અને ચાર સપ્તાહ માટે ઓન ફિલ્ડ તાલીમ આપવામાં આવશે. જે બાદ
પ્લેસમેન્ટમાં મદદ કરવામાં આવશે. 

મહાનુભાવાઓએ કૌશલ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન કરી તેની મુલાકાત પણ લીધી હતી. અહીં રહેલા તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી કેવા પ્રકારે તાલીમ આપવામાં આવે છે ? તે બાબતની માહિતી જાણી હતી. બાદમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે જીએમઆર તાલીમ કેન્દ્રની સાવ આકસ્મિક મુલાકાત લીધી હતી અને અહીં ક્લાસરૂમમાં જઇ છાત્રો સાથે સંવાદ સાધ્યો હતો.
આ વેળાએ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંગભાઇ તડવી, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી શ્રી રવિકુમાર અરોડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સહિતના આઇસીએચએલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત રેલ્વેમાં ક્રાંતિ: 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત + 2,900 કિમી નવા ટ્રેક અને કવચ સિસ્ટમ
ahmedabad
February 02, 2026

ગુજરાત રેલ્વેમાં ક્રાંતિ: 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત + 2,900 કિમી નવા ટ્રેક અને કવચ સિસ્ટમ

ભારતીય રેલ્વેએ ગુજરાત માટે 2026-27માં રેકોર્ડ ₹17,366 કરોડ ફાળવ્યા – 2009-14ની સરખામણીએ 29 ગણો વધારો! ₹1.28 લાખ કરોડના પ્રોજેક્ટ્સ, 87 અમૃત સ્ટેશનો, 100% વીજળીકરણ, 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત ટ્રેનો અને કવચ સિસ્ટમ સાથે આધુનિક રેલવે. વિગતો જુઓ.

ભારતના તેલ-ગેસ ક્ષેત્ર માટે મોટી સિદ્ધિ: PDEUમાં NCR પ્રોજેક્ટ, 10,000 sq ft કેમ્પસમાં રોક કોર એનાલિસિસ અને રિસર્ચ બૂસ્ટ
gandhinagar
February 02, 2026

ભારતના તેલ-ગેસ ક્ષેત્ર માટે મોટી સિદ્ધિ: PDEUમાં NCR પ્રોજેક્ટ, 10,000 sq ft કેમ્પસમાં રોક કોર એનાલિસિસ અને રિસર્ચ બૂસ્ટ

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU)માં DGH-MoPNG સાથે નેશનલ કોર રિપોઝિટરી (NCR) સ્થાપના: ₹75 કરોડ ફંડ, 26 સેડિમેન્ટરી બેસિન્સના રોક કોર્સ સંરક્ષણ, RCA-SCAL એનાલિસિસ, X-ray CT સ્કેનર, AI-ML ડિજિટલ ટ્વિન અને BP-ONGC MoU. ઊર્જા સંશોધનમાં મોટી છલાંગ જુઓ. 

ગુજરાતમાં White LED હેડલાઇટ પર કડક કાર્યવાહી: રાજપીપલા RTOએ 98 વાહનોને દંડ ફટકાર્યો
rajpipla
February 02, 2026

ગુજરાતમાં White LED હેડલાઇટ પર કડક કાર્યવાહી: રાજપીપલા RTOએ 98 વાહનોને દંડ ફટકાર્યો

રાજપીપલા RTOએ 1થી 29 જાન્યુઆરી 2026 દરમિયાન અનઅધિકૃત અતિ તીવ્ર White LED હેડલાઇટ વાળા 98 વાહનો સામે કાર્યવાહી કરી, ₹98,000 દંડ વસૂલ કર્યો. માર્ગ સુરક્ષા માટે સતત ચેકિંગ ચાલુ, દંડ ₹1,000 પ્રતિ વાહન. વિગતો અને અપડેટ જુઓ.

Braking News

૫.૭૯ લાખ રૂપિયાની કારે વિશ્વમાં ઇતિહાસ રચ્યો, ભારતમાં ૩૨ લાખ લોકો આ કાર ચલાવે છે
૫.૭૯ લાખ રૂપિયાની કારે વિશ્વમાં ઇતિહાસ રચ્યો, ભારતમાં ૩૨ લાખ લોકો આ કાર ચલાવે છે
August 07, 2025

મારુતિ વેગનઆરે વિશ્વમાં ઇતિહાસ રચ્યો છે. વેગનઆર ૧ કરોડના વેચાણના આંકડાને સ્પર્શી ગયું છે. સુઝુકી ૭૫ દેશોમાં વેગનઆર વેચે છે. તે સૌપ્રથમ ૧૯૯૯માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
ગ્લો-ઇન-ધ-ડાર્ક એનિમલ્સ: બાયોલ્યુમિનેસેન્સની વિચિત્ર અને અદ્ભુત દુનિયાની શોધ
March 05, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express