Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લામાં જંગલ જમીન વિવાદ: ચૈતર વસાવા AAPએ અસરગ્રસ્તોને મળ્યા, એકજુટતાનું આહ્વાન

નર્મદા જિલ્લામાં જંગલ જમીન વિવાદ: ચૈતર વસાવા AAPએ અસરગ્રસ્તોને મળ્યા, એકજુટતાનું આહ્વાન

નર્મદા જિલ્લા સાગબારા જંગલ જમીન અને ઉકાઈ ડેમ સોલાર પ્રોજેક્ટ અસરગ્રસ્તોને ચૈતર વસાવા AAPએ મુલાકાત લીધી – એકજુટતા અને ગાંધીનગર કાર્યક્રમ આહ્વાન.

Ahmedabad December 29, 2025
નર્મદા જિલ્લામાં જંગલ જમીન વિવાદ: ચૈતર વસાવા AAPએ અસરગ્રસ્તોને મળ્યા, એકજુટતાનું આહ્વાન

નર્મદા જિલ્લામાં જંગલ જમીન વિવાદ: ચૈતર વસાવા AAPએ અસરગ્રસ્તોને મળ્યા, એકજુટતાનું આહ્વાન

અમદાવાદ/નર્મદા/ભરૂચ/ગુજરાત : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઓલગામ ખાતે જંગલ જમીનનું ખેડાણ કરતા ખેડૂતોને અને ઉકાઈ ડેમમાં પ્લોટીંગ સોલાર પ્રોજક્ટના અસરગ્રસ્તોની AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 1500 મેગાવોટનો જે સોલાર પ્રોજેક્ટ મંજૂર થયો છે, એ મુદ્દે આપણા લોકો વિરોધ કરવા ગયા તો તેમના પર FIR કરીને 18 લોકોને પૂરી દેવામાં આવ્યા. આપણે તમામ લોકોએ હવે એક થવું પડશે, સોલાર પ્રોજેક્ટ, સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ  યુનિટીનો કોરીડોર, હાઈસ્પીડ કોરિડોર, હાઉસિંગ સોસાયટી, અભ્યારણ સહિત આવા અનેક પ્રોજેક્ટ આવવાના છે. ત્યારે આપણી આવનારી પેઢીનાં બાળકો માટે જમીન અને જંગલ બચે અને બંધારણમાં આપણને જે અધિકારો મળ્યા છે એને બચાવવા માટે આપણે તમામ લોકોએ કાર્યરત રહેવું પડશે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે ભેગા થવું પડશે, જ્યારે પણ લડવું પડશે, ત્યારે એક થઈને લડવું પડશે. એ પછી ઉકાઈવાળાને જરૂર હોય કે કેવડિયાવાળાને, આપણે સૌને ઉપસ્થિત રહેવું પડશે. કોઈ પણ જગ્યાએ આદિવાસીની જમીન છીનવવાની વાત થાય, ત્યાં એક આદિવાસી તરીકે ઉપસ્થિત રહીશું, અમે તમારી સાથે છીએ. તમારે કોઈ પણ આ પ્રકારની સમસ્યા હોય ત્યારે અમને જાણ કરજો, મારી આખી ટીમ તમારી સાથે છે. ગાંધીનગરમાં વિધાનસભાનાં બજેટ સત્રમાં પણ આખા ગુજરાતનાં આદિવાસીઓને આહવાન કરીશું અને તમને ન્યાય મળે ત્તે દિશામાં આપણે આગળ વધીશું.

ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ફક્ત સુરત અને તાપીના નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકોને આપણે આહવાન કરીશું અને તમામ લોકોને ગાંધીનગર બોલાવીશું. બજેટ સત્રમાં ગાંધીનગરમાં આપણો એક કાર્યક્રમ થવો જોઈએ અને આપણે ત્યાં કોઈની સાથે લડવા માટે નથી જઈ રહ્યા, ફક્ત આપણી એકતા બતાવવા માટે અને માંગણીઓને લઈને જઈ રહ્યા છીએ. ગઈ વિધાનસભા દરમિયાન પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે હું ત્રણ-ચાર હજાર વિદ્યાર્થીઓ સાથે વિધાનસભાનો ઘેરાવ કરવા ગયો હતો. ત્યારબાદ સરકારે જાહેરાત કરી અને શિષ્યવૃત્તિ શરૂ કરવાની વાત કરી. માટે આપણે આ રીતે એકતા બતાવવી પડશે. આપણે આપણા હકની લડાઈ માટે તૈયાર રહેવું પડશે આદિવાસી સમાજ અલગ અલગ રીતે લડત લડે એની જગ્યાએ એકજુટ થઈને એક બેનર હેઠળ ગાંધીનગર સુધી રજૂઆત પહોંચાડે એ રીતનું કામકાજ કરવું પડશે.

ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અંબાજીથી ઉમરગામનો વિસ્તાર હોય કે પછી છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, મિઝોરમ હોય, મેઘાલય હોય કે મણીપુર હોય, આ દરેક જગ્યાએ આજે આદિવાસી લોકો સંઘર્ષ કરે છે. મણીપુરમાં પણ જમીનોની લડાઈ ચાલી રહી છે. આ સિવાય છત્તીસગઢ, ઝારખંડ અને આસામમાં પણ જળ જંગલ જમીનની જ લડાઈ ચાલી રહી છે. હસદેવનું જંગલ એકી ધડાકે ખલાસ કરી નાખ્યું અને લાખો હેકટર જમીનો અદાણીને માઇનિંગમાં આપી દીધી. ગયા વર્ષે બેડાપાણી કરીને એક ગામ છે, ત્યાં 32 જેટલા ઝુંપડા તોડી નાખવામાં આવ્યા હતા, જંગલ ખાતાએ એ લોકોના ઝુંપડા સળગાવી મારીને અને ખોટી FIR કરીને લોકોને ત્યાંથી બહાર કાઢી દીધા હતા. એ લોકો સાથે મેં મુલાકાત પણ કરી હતી. પાડલીયામાં પણ પ્લાન્ટેશન કરવા માટે તેઓ 13 તારીખે સવારે 10:00 વાગ્યે વનકર્મીઓ પુરા પોલીસના કાફલા સાથે ગયા. પોલીસ પૂરી તૈયારી સાથે ડંડા લઈને અને હેલ્મેટ પહેરીને ગયા હતા અને ત્યાં આદિવાસી સમાજના આગેવાનો શાંતિથી કહેતા હતા કે “આ જમીન અમને સનદોમાં મળી છે અને પેઢીઓથી લોકો અહીંયા વસે છે” છતાં પણ જે કૂવામાંથી લોકો પાણી પીતા હતા તે કુવાને બંધ કરી દીધો. પ્લાન્ટેશનના નામે એ બહેનનું ઘર પાડી દીધું. ત્યારબાદ ત્યાં રહેલા આપણા આગેવાનો બોલવા ગયા ત્યારે તે લોકોને પકડીને બળજબરીપૂર્વક પોલીસ લઈ જતી હતી અને જ્યારે ગામના લોકો વચ્ચે પડ્યા તો પોલીસે લાઠીચાર્જ કર્યો, 27 ટીઅર ગેસના સેલ છોડ્યા અને 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું. તો સવાલ થાય છે કે જંગલ ખાતાને આટલો બધો પાવર કોણ આપે છે? તો હકીકતમાં એમના ઉદ્યોગપતિઓ નેતાઓને આગળ કરે છે અને નેતાઓ અધિકારીઓને દબાણ કરતા હોય છે અને આ રીતે જમીનો ખાલી કરાવાતી હોય છે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
new delhi
March 18, 2026

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.

Braking News

નવી સ્કોર્પિયો ઉત્તમ સલામતી સાથે લોન્ચ થઈ, હવે તમને મળશે આ 10 શાનદાર સુવિધાઓ
નવી સ્કોર્પિયો ઉત્તમ સલામતી સાથે લોન્ચ થઈ, હવે તમને મળશે આ 10 શાનદાર સુવિધાઓ
June 27, 2025

મહિન્દ્રાએ હવે તેની લોકપ્રિય SUV સ્કોર્પિયો-N ઉત્તમ સલામતી સુવિધાઓ સાથે લોન્ચ કરી છે. હવે સ્કોર્પિયો-N માં લેવલ-2 ADAS ના 10 સુવિધાઓ મળશે. આ કારણે, સ્કોર્પિયો-N હવે પહેલા કરતા વધુ સુરક્ષિત બની ગઈ છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
April 14, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express