બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે
બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત. મોડી સાંજે રાષ્ટ્રપતિ ભવને જાહેરાત કરી.
ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, રાજનેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. કર્પુરી ઠાકુરને તેમની લોકપ્રિયતાના કારણે જનનાયક કહેવામાં આવતા હતા. તેમનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો.
પહેલગામમાં થયેલા હુમલા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિશે વાત કરી. PM મોદીએ અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કો સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. આતંકવાદને સમર્થન આપનારાઓ સામે અમે કડક કાર્યવાહી કરીશું.
વાદળ ફાટવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૪ પર ભૂસ્ખલન થયું છે. જેના કારણે હાઇવે પર લાંબો જામ જોવા મળે છે. હાઇવે બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ ટીમ અને સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે છ કથિત પાકિસ્તાની નાગરિકોના દેશનિકાલ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે સરકારી અધિકારીઓ દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી પરિવાર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.