અમદાવાદ મંડળના ચાર સજાગ રેલવે કર્મચારીઓને મળ્યું સંરક્ષા સન્માન
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના રેલ સંરક્ષા ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામગીરી કરનારા ચાર રેલ કર્મચારીઓનું જુલાઇ અને ઓગસ્ટ 2023ના મહિનામાં સતર્કતા તેમ જ સજગતાથી કામગીરી કરવા માટે મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ પ્રમાણપત્ર પ્રદાન કરી સન્માનિત કર્યા.
વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી રાકેશકુમાર ખરાડીના જણાવ્યા અનુસાર પુરસ્કાર મેળવનારા કર્મચારીઓ કરેલી ઉત્કૃષ્ટ કામગીરીમાં રેલ પરિચાલનમાં સતર્કતાથી હેંગિંગ પાર્ટ્સનો ખ્યાલ રાખવો, સ્મોકિંગ નોટિસ કરવું, સ્પાર્કિંગ નોટિસ કરવું વગેરે ઘટનાઓનો સમાવેશ થાય છે.
ટેક્નિકલ ખામીઓનો ખ્યાલ મેળવવાનારા આ રેલ કર્મચારીઓની સજગતા તેમ જ સતર્ક નજરોથી સુરક્ષિત રેલ પરિચાલનમાં મદદ મળવાની સાથે તાત્કાલિક કાર્યાવાહી કરીને સંભવિક અકસ્માતોને ટાળી શકાયા. આ તમામ નિષ્ઠાવાન કર્મચારીઓને સંરક્ષા પદક તેમ જ પ્રમાણપત્રથી સન્માનિત કરનામાં આવ્યા, સંરક્ષા પદક તેમ જ પ્રમાણપત્રથી સન્માનિત રેલકર્મચારીમાં શ્રી નિતીન કુમાર ઇશ્વરભાઇ, લોકો પાયલટ-સાબરમતી, શ્રી શુભમ શ્રીધર, પોઇન્ટ્સ મેન-વિરમગામ, શ્રી શ્યામકુમાર, સ્ટેશન માસ્ટર-સાબરમતી તેમ જ શ્રી સૂબે સિંહ શેખાવત, પોઇન્ટ્સ મેન-મુન્દ્રા પોર્ટ છે.
ડીઆરએમ શ્રી સુધીરકુમાર શર્માએ જણાવ્યું કે આવા સજગ રેલકર્મીઓ જ અમારી સૌથી મોટી મૂડી છે તેમ તેમની સતર્કતા અને સજાગતાથી અમને સુરક્ષિત અને સમયસર ટ્રેન પરિચાલનમાં મદદ મળે છે.
"અમૂલ દૂધના ભાવમાં 1 મે, 2025થી પ્રતિ લીટર ₹2નો વધારો. અમૂલ ગોલ્ડ, તાજા, બફેલો દૂધ સહિતની તમામ બ્રાન્ડ્સના નવા ભાવ જાણો. મધર ડેરીએ પણ ભાવ વધાર્યા."
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."