Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતમાં ફ્રી HPV રસીકરણનો પ્રારંભ: ગર્ભાશયના કેન્સર સામે દીકરીઓને મળશે સુરક્ષા કવચ

ગુજરાતમાં ફ્રી HPV રસીકરણનો પ્રારંભ: ગર્ભાશયના કેન્સર સામે દીકરીઓને મળશે સુરક્ષા કવચ

ગુજરાત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખના કેન્સર) સામે રક્ષણ આપવા માટે નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલથી આ રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરાવી.

Ahmedabad February 28, 2026
ગુજરાતમાં ફ્રી HPV રસીકરણનો પ્રારંભ: ગર્ભાશયના કેન્સર સામે દીકરીઓને મળશે સુરક્ષા કવચ

ગુજરાતમાં ફ્રી HPV રસીકરણનો પ્રારંભ: ગર્ભાશયના કેન્સર સામે દીકરીઓને મળશે સુરક્ષા કવચ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજસ્થાનના અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.*જેના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી રસીકરણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.*

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત 2007થી પોલિયો મુક્ત બન્યું છે અને હવે રસીકરણની પ્રક્રિયા વધુ સરળ અને અસરકારક બની છે. અગાઉ જે રોગો માટે વિદેશથી રસી મંગાવવી પડતી હતી, આજે ભારત સ્વદેશી રસી બનાવી વિશ્વને મદદ કરવાની ક્ષમતા કેળવી ચૂક્યું છે, જે 'આત્મનિર્ભર ભારત'નું પ્રતીક છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, સરકારની પ્રાથમિકતા છે કે છેવાડાનો માનવી પણ દવા કે પૈસાના અભાવે મૃત્યુ ન પામે. આ માટે આયુષ્માન કાર્ડની સારવાર મર્યાદા રૂ. 05 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. વધુમાં, શ્રી પાનસેરિયાએ અંધશ્રદ્ધા અને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરતા જણાવ્યું કે, આ રસી વૈજ્ઞાનિક પદ્ધતિથી અને ડોક્ટરોની દેખરેખ હેઠળ તૈયાર થયેલી છે. ખોરાકમાં ભેળસેળને કારણે કેન્સર જેવા રોગો વધી રહ્યા છે, ત્યારે 'પહેલું સુખ તે જાતે નર્યા'ના સૂત્રને સાર્થક કરવા અને આપણી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ રસીકરણ અભિયાનમાં ભાગ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

*ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ દર વર્ષે બાળકોના રસીકરણ પાછળ રૂ. 240 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવે છે અને હવે આ કડીમાં HPV રસીનો પણ સમાવેશ કરાયો છે. બજારમાં આ વેક્સિનના એક ડોઝની કિંમત અંદાજે 3000 રૂપિયા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા 150 કરોડ રૂ. રસીકરણ માટે ફાળવીને આ રસી તદ્દન વિનામૂલ્યે આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.*

*આ મહત્વકાંક્ષી અભિયાન અંતર્ગત ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સરની અટકાયત માટે 14 વર્ષ પૂર્ણ કરેલી અને 15મો જન્મદિવસ બાકી હોય તેવી રાજ્યની અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસીકરણથી સુરક્ષિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભારતમાં મહિલાઓમાં નોંધાતા કુલ કેન્સરમાં સર્વાઇકલ કેન્સર બીજા સ્થાને છે, જેમાં મુખ્યત્વે HPV-16 અને HPV-18 પ્રકારના વાયરસ જવાબદાર છે.  આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને અત્યંત અસરકારક અને સુરક્ષિત એવી ક્વાડ્રિવેલેન્ટ HPV વેક્સિન હવે ગુજરાતની કિશોરીઓને પૂરી પાડવામાં આવશે.*

*આ અભિયાનના સુચારુ સંચાલન માટે 2297 તાલીમબદ્ધ રસીકરણ ટીમો અને એટલા જ કોલ્ડ ચેઈન પોઈન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. રસીની ગુણવત્તા જાળવવા માટે +2°C થી +8°C તાપમાનમાં સ્ટોરેજની સુવિધા સાથે TeCHO+ તેમજ SAFE-VAC પોર્ટલ પર રીયલ-ટાઈમ ટ્રેકિંગ કરવામાં આવશે.*

સરકાર દ્વારા "સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ"ના મંત્ર સાથે તમામ વાલીઓને ભાવભરી અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની 14 વર્ષની દીકરીઓને આ રસી અપાવી તેમના કેન્સરમુક્ત ભવિષ્યની ગેરંટી સુનિશ્ચિત કરે.

આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપ્નો, મુખ્યમંત્રીશ્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, આરોગ્ય વિભાગ તથા સોલા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં 14 વર્ષ પૂર્ણ કરેલી દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની 34 વર્ષની શાનદાર સેવાનો અંત: ગાંધીનગરમાં યોજાયો વિદાય સમારંભ
ahmedabad
February 28, 2026

અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની 34 વર્ષની શાનદાર સેવાનો અંત: ગાંધીનગરમાં યોજાયો વિદાય સમારંભ

ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ 34 વર્ષની પ્રશંસનીય સેવા બાદ વય નિવૃત્ત થયા છે. ગાંધીનગર ખાતે સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અને માહિતી કમિશનર શ્રી કે.એલ. બચાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અમદાવાદ મુલાકાત: વટવા ટર્મિનલથી ટ્રેનોના સંચાલનમાં થશે ક્રાંતિ
ahmedabad
February 28, 2026

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અમદાવાદ મુલાકાત: વટવા ટર્મિનલથી ટ્રેનોના સંચાલનમાં થશે ક્રાંતિ

કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં પ્રસ્તાવિત વટવા મેગા કોચિંગ ટર્મિનલ પરિયોજનાના સ્થળની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અમદાવાદ મંડળની સંચાલન ક્ષમતામાં 3 ગણી વૃદ્ધિ થશે અને અમદાવાદ જંકશન પરનું દબાણ ઘટશે.

અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી
ahmedabad
February 27, 2026

અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં નિર્દોષ સાબિત થયા. ઈસુદાન ગઢવીએ કહ્યું - કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે, ભાજપે ખોટા આરોપ લગાવી AAP તોડવાની કોશિશ કરી. ગુજરાતમાં ઉજવણી.

Braking News

પેલેસ્ટાઈનના સમર્થનમાં બોલ્યા મહેબૂબા મુફ્તી, કહ્યું- 'દુનિયાભરના દેશોએ ઈઝરાયેલ પર દબાણ કરીને યુદ્ધ બંધ કરવું જોઈએ'
પેલેસ્ટાઈનના સમર્થનમાં બોલ્યા મહેબૂબા મુફ્તી, કહ્યું- 'દુનિયાભરના દેશોએ ઈઝરાયેલ પર દબાણ કરીને યુદ્ધ બંધ કરવું જોઈએ'
October 21, 2023

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકોના મોત થયા છે. ગાઝાની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં સેંકડો લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ યુદ્ધનો સૂર બદલાઈ ગયો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express