એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરીવારનું નિ:શુલ્ક હૃદય નિદાન, બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા આયોજન
વિશ્વ હૃદય દિવસના ઉપક્રમે, બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા એકતાનગર ખાતે એક ખાસ હૃદય નિદાન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરીવારના સભ્યોનું નિ:શુલ્ક હ્રદય નિદાન કરીને તેમને જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
નર્મદા: વિશ્વ હૃદય દિવસના ઉપક્રમે, બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા એકતાનગર ખાતે એક ખાસ હૃદય નિદાન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરીવારના સભ્યોનું નિ:શુલ્ક હ્રદય નિદાન કરીને તેમને જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં યુનિટિ પરીવારના 150થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. આ નિદાન અંતર્ગત ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી (ECG), રેન્ડમ બ્લડ સુગર (RBS) અને બોડી માસ ઇન્ડેક્સ (BMI) મૂલ્યાંકન કરીને અનુભવી તબીબોએ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
સમાજની સુખાકારી અને આરોગ્ય સંભાળ પ્રત્યે પ્રતિબદ્ધ વ્યકત કરીને હોસ્પીટલ દ્વારા આ પહેલ કરવામાં આવી હતી. સમયાંતરે આરોગ્ય તપાસ અને હૃદયના સ્વાસ્થ્ય અંગે જાગૃતિના મહત્વને તે દર્શાવે છે. સમાજના આરોગ્ય અને સુખાકારી તરફની આ પહેલમાં સક્રિય ભાગીદારી બદલ, હોસ્પિટલે સ્ટેચ્યુ ઓફ યુનિટિના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન, સીઇઓ શ્રી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેઓ સ્વાસ્થ્ય સંબંધિત પહેલના મહત્વ પર હંમેશા ભાર મુકે છે.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA) તરફથી અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા નાયબ કલેકટર સર્વશ્રી દર્શક વિઠલાણી, શ્રી શિવમ બારીયા, શ્રી અભિષેક સિન્હા, અને એકાઉન્ટ ઓફીસરશ્રી ઋષિકેશ દવે સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હૃદયના સ્વાસ્થ્ય અને સંભાળ અંગે સમાજમાં જાગરૂકતા લાવવા બદલ હોસ્પિટલના કાર્યોની સરાહના કરી હતી.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."