ફ્રેન્ચ ઓપન 2024: સાત્વિક-ચિરાગની જોડીએ ફ્રેન્ચ ઓપનમાં મજબૂત શરૂઆત કરી, પ્રથમ મેચમાં નોંધાવી જીત
ફ્રેન્ચ ઓપન 2024: સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ફ્રેન્ચ ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી છે. તેઓએ રાઉન્ડ ઓફ 32માં મલેશિયાની જોડીને હરાવી હતી.
ફ્રેન્ચ ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ: વિશ્વની નંબર 1 મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ જીત સાથે ફ્રેન્ચ ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. ફ્રેન્ચ ઓપન 2024 ના રાઉન્ડ ઓફ 32 માં, સાત્વિક-ચિરાગનો સામનો મલેશિયાના ઓંગ યુ સિન અને ટીઓ ઇ યી સામે થયો હતો. આ મેચમાં સાત્વિક-ચિરાગની જોડીએ એકતરફી જીત મેળવી હતી.
સાત્વિક-ચિરાગની જોડીએ રાઉન્ડ ઓફ 32 મેચમાં મલેશિયાની જોડીને સીધા સેટમાં હરાવ્યું હતું. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ 21-13 અને 24-23થી મેચ જીતી હતી. આ મેચ જીતીને સાત્વિક-ચિરાગે રાઉન્ડ-16 માટે ક્વોલિફાય કરી લીધું છે. તમને જણાવી દઈએ કે આ ભારતીય જોડીએ 2022માં ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો હતો અને 2019માં રનર અપ રહી હતી. જોકે, ગયા વર્ષે તેમને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મોહમ્મદ અહેસાન અને હેન્દ્રા સેટિયાવાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
સાત્વિક અને ચિરાગની જોડી છેલ્લી ત્રણ મોટી ઈવેન્ટમાં ફાઈનલ જીતવામાં નિષ્ફળ રહી છે. આ જોડીને નવેમ્બરમાં ચાઈના માસ્ટર્સ સુપર 750, જાન્યુઆરીમાં મલેશિયા ઓપન સુપર 1000 અને ઈન્ડિયા ઓપન સુપર 750ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ફ્રેન્ચ ઓપનમાં આ ભારતીય જોડી ખિતાબની પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવી છે. અમે તમને જણાવી દઈએ કે, ફ્રેન્ચ ઓપન 2024 પેરિસ 2024 ઓલિમ્પિક માટે શટલર્સને ક્વોલિફાઈંગ રેન્કિંગ પોઈન્ટ પ્રદાન કરે છે. બેડમિન્ટન માટેની ક્વોલિફિકેશન વિન્ડો ગયા વર્ષે 1 મેથી શરૂ થઈ હતી.
ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યજમાન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી 1 મેથી શરૂ થશે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર અશ્વિનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. અશ્વિન ઉપરાંત પીઆર શ્રીજેશને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.