Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભાજપને ફંડ, ખેડૂતોને દંડ, પ્રવીણ રામનો જસદણમાં ધમાકેદાર આરોપ

ભાજપને ફંડ, ખેડૂતોને દંડ, પ્રવીણ રામનો જસદણમાં ધમાકેદાર આરોપ

પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જસદણ પહોંચી. પ્રવીણ રામે ભાજપ પર ભ્રષ્ટાચાર અને ખેડૂતો પર દંડ-દરોડાના આરોપ લગાવ્યા. સિંચાઈ, વીજળી, પાક ભાવના મુદ્દા ઉઠાવ્યા. 8 માર્ચે અરવિંદ કેજરીવાલ સાથે મહાસભા.

Ahmedabad March 02, 2026
ભાજપને ફંડ, ખેડૂતોને દંડ, પ્રવીણ રામનો જસદણમાં ધમાકેદાર આરોપ

ભાજપને ફંડ, ખેડૂતોને દંડ, પ્રવીણ રામનો જસદણમાં ધમાકેદાર આરોપ

અમદાવાદ / રાજકોટ /  ગાંધીનગર : આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી તેમજ આપ નેતા જીગીશાબેન પટેલ દ્વારા જસદણમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પત્રકાર પરિષદને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે આજે મને આનંદ છે કે  સોમનાથથી શરૂ કરેલી “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”, આજે ઘેલા સોમનાથમાં દર્શન કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે હોળી- ધૂળેટીને સૌને શુભકામના પાઠવું છું. પરંતુ દુ:ખની વાત એ છે કે ભાજપના ઘરે દિવાળી છે અને ખેડૂતોના ઘરે હોળી છે. ભાજપના લોકોના કેટલાકના ઘરમાં ભ્રષ્ટાચારથી પૈસાના ખિસ્સા ભરેલા છે, જ્યારે મારા ખેડૂતના ઘર ખાલી છે.એટલા માટે ખેડૂતો માટે ૧૦૮ દિવસની લાંબી જેલ યાત્રા કાપ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા ખેડૂતોના પ્રશ્નોને લઈને સમગ્ર રાજ્યમાં ફરી રહી છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ખેડૂતોને થનારી સંભાવિત નુકસાની જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે વિવિધ વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવી રહી છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.૮મી તારીખે ગાંધીનગર ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવશે. સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે રસ્તાઓની સ્થિતિ, રેલ સુવિધાની અછત, સિંચાઈના પાણીના પ્રશ્નો, હાઈટેન્શન લાઇનની સમસ્યાઓ, વીજળી તથા પાકના યોગ્ય ભાવ ન મળવાના પ્રશ્નો આજે પણ યથાવત છે.મને જાણવા મળ્યું છે કે ભાજપના લોકો દ્વારા અહીં રેલ આપવાની વાતો થાય છે. રેલ તો આપવામાં આવી નથી, પરંતુ જો ખેડૂત પોતાનો અવાજ ઉઠાવે, તો અમારા જેવા લોકોને જેલ મળે છે, જસદણના લોકોને જેલ મળે છે,આ વાત નજર સામે છે.

પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે બીજી વાત એ પણ જાણવા મળી છે કે અહીંયા આમ આદમી પાર્ટીની મિટિંગ કોઈપણ વિસ્તારમાં થાય અથવા કોઈ ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવે, તો તેમના ઘરે સરકારી એજન્સીઓના દરોડા પડે છે અને દંડ ફટકારવામાં આવે છે. અહીં સ્થિતિ એવી છે કે ભાજપને ફંડ મળે છે અને સામાન્ય ખેડૂતોને દંડ મળે છે,જસદણની આ પરિસ્થિતિ દુઃખદ છે. અહીં ખેડૂતોના અનેક પ્રશ્નો છે, સિંચાઈના પાણીની અછત, હાઈટેન્શન લાઇનની સમસ્યાઓ, વીજળીના પ્રશ્નો તથા અન્ય મૂળભૂત સુવિધાઓની કમી. ઉપરાંત પાકની મોંઘી ખેતી ખર્ચ સામે યોગ્ય ભાવ ન મળવાનો પ્રશ્ન પણ ગંભીર છે. આ પરિસ્થિતિમાં ભાજપના સ્થાનિક નેતાઓને મારી નમ્ર અપીલ છે કે દંડ ફટકારવાની જગ્યાએ ખેડૂતોની સુખાકારી માટે આગામી દિવસોમાં ચોક્કસ અને અસરકારક પગલાં ભરો. ચૂંટણી આવે ત્યારે ખાતમુહૂર્ત અને વચનો આપતા રહેશો, પરંતુ હકીકતમાં ખેડૂતોના પ્રશ્નોનું ઉકેલ લાવવો વધુ જરૂરી છે.ચોમાસા પહેલાં ખાતર, પાણી અને સહાય અંગે આયોજન કરવું જરૂરી છે. ખેડૂતોના પ્રશ્નો પર તથ્ય આધારિત અને ગંભીરતાપૂર્વક કાર્ય કરો. અન્યથા આમ આદમી પાર્ટી ખેડૂતોની વચ્ચે જઈ રહી છે અને ગુજરાતના ખેડૂતો આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે.

ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકીએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”  જસદણ પહોંચી છે અને આજે ત્રણથી ચાર ગામડાઓમાં અમે મીટીંગ પણ કરી ચૂક્યા છીએ, જેમાં હજારો ખેડૂતોનું સમર્થન આમ આદમી પાર્ટી અને અમારા ખેડૂત નેતા પ્રવીણ રામને મળ્યું છે. જસદણ-વિંછીયા ખાતે જે સ્થાનિકોના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, તેને લઈને આમ આદમી પાર્ટી વિવિધ રીતે આંદોલનો કરશે. સાથે સાથે ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન હોય, સિંચાઈનું પાણી પહોંચાડવાનો પ્રશ્ન હોય, એમએસપીનો કાયદો બનાવવાની પ્રશ્નો હોય, લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવાનો પ્રશ્ન હોય, આવા તમામ મુદ્દે અમે યાત્રા લઈને નીકળ્યા છીએ. 8 માર્ચે આ યાત્રાનું સમાપન થશે અને ગાંધીનગર ખાતે મહાસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના  પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પોતાની હાજરી આપશે અને ખેડૂતો માટે અવાજ ઉઠાવશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી
ahmedabad
March 02, 2026

ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે રાજકોટ જિલ્લાના જસદણના આંબડી ગામે ખેડૂતો સાથે મળીને ખેતરમાં પકવેલા પાક અને સરકારના બજેટના કાગળિયાની હોળી કરી સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો. 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રા દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે પાક પકવ્યા બાદ પણ યોગ્ય વળતર મળતું નથી. આ વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર સુધી ખેડૂતોની નારાજગીનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રશ્નો અને બજેટમાં કરવામાં આવેલી અવગણના વિશેની સંપૂર્ણ વિગતો જાણવા માટે આ અહેવાલ વાંચો.

AAP નેતા પ્રવિણ રામ અને જીગીશા પટેલે સભા દરમિયાન ભાજપ પર કર્યા આકરા પ્રહાર
ahmedabad
March 02, 2026

AAP નેતા પ્રવિણ રામ અને જીગીશા પટેલે સભા દરમિયાન ભાજપ પર કર્યા આકરા પ્રહાર

AAPની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા રાજકોટ-ગોંડલ પહોંચી. પ્રવિણ રામે ખેડૂતો પર પોલીસ અત્યાચાર અને જીગીશા પટેલ પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપો, ગુજરાતના ખેડૂતો માટે ન્યાયની માંગ.

ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા
ahmedabad
February 28, 2026

ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી છે કે 3 માર્ચના ગ્રહણના દિવસે ગુજરાતભરમાં AAP કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે. અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ નિર્દોષ જાહેર થતા તેને સત્યની જીત ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે.

Braking News

ઓરોં મેં કહાં દમ થા: નીરજ પાંડેએ ફિલ્મ વિશે આપ્યું મોટું અપડેટ, કહ્યું અજય દેવગન અને તબ્બુની ફિલ્મ આવશે.
ઓરોં મેં કહાં દમ થા: નીરજ પાંડેએ ફિલ્મ વિશે આપ્યું મોટું અપડેટ, કહ્યું અજય દેવગન અને તબ્બુની ફિલ્મ આવશે.
February 26, 2024

ઓરોં મેં કહાં દમ થા અજય દેવગન અને તબ્બુની આગામી નવી ફિલ્મ છે. ફેન્સ આ જોડીને ફરી એકવાર સાથે જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મના ડાયરેક્ટર નીરજ પાંડેએ ફિલ્મને લગતું એક નવું અપડેટ શેર કર્યું છે. તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ આવવાની છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
May 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express