Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમથી થયેલ ઉજવણી

હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમથી થયેલ ઉજવણી

જગતમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના થયેલ પાવન અવતરણની યાદગીરીરૂપે સોમવારના રોજ હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે.

Ahmedabad March 26, 2024
હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમથી થયેલ ઉજવણી

હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમથી થયેલ ઉજવણી

જગતમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના થયેલ પાવન અવતરણની યાદગીરીરૂપે તા. 25 માર્ચ, 2024 ના સોમવારના રોજ હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 538મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષના પ્રારંભનુ પણ નિરૂપણ કરે છે અને ભકતો રાત્રે ચંદ્ર પૂર્ણપણે ખીલી ઉઠે ત્યાં સુધી ઉપવાસ રાખે છે. જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રારંભ સર્વ શકિતમાન ભગવાન શ્રીકૃષ્ણ સ્વંયમ થકી કરવા ઈચ્છતા હતા

તેમજ સ્વંયમના ઉદાહરણ દ્રારા કેવી રીતે ભકિતમય સેવામાં સ્વયંએ સમર્પણ કરવું એ દર્શાવવા માંગતા હતા. આથી શ્રીમતી રાધારાની કે જે ભગવાનની સર્વોચ્ચ ભક્ત છે તેમના મનોભાવનો સ્વીકાર કરીને પોતે એક ભક્તરૂપે પ્રગટયા હતા. તેમના અવતરણના આ દિવસને ગૌરપૂર્ણિમા ઉત્સવ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.

ભક્ત સમુદાય દ્રારા શ્રી ચૈતન્ય મહાપ્રભુ જેમણે જગતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર નામનુ રટણ કરવાના ઉદેશનો પ્રસરાવ કર્યો એ ઉદેશનું નિરૂપણ કરતા હરિનામ સંકિર્તનનું રટણ દિવસ આખા દરમ્યાન કરવામાં આવ્યું. મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રના આધ્યાત્મિક ધ્વનિતરંગોથી ગૂંજી ઉઠયો હતો અને ભકતોની આધ્યાત્મિકતાને વેગ મળતા તેમના ભગવાન પ્રત્યેના ભક્તિમય સમર્પણમાં ઉમેરો થયો હતો.

બપોરના સમયે, ભગવાનશ્રીને 108 પ્રકારના વિવિધ વ્યંજનો સાથે રાજભોગ અર્પણ કરી આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ મંદિરમાં ઉપસ્થિત સર્વ ભક્તોને રાજભોગનો પ્રસાદનો લાભ આપવામાં આવ્યો. શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (ભગવાન શ્રીચૈતન્ય અને શ્રી નિત્યાનંદા) ને સુંદર પૂષ્પોથી સુશોભિત પાલકીમાં મંદિરના અધિકારશ્રેત્રમાં વિહાર કરાવવામાં આવ્યો. ચૌતરફનું વાતાવરણ હરેકૃષ્ણ મંત્રના નાદથી અને ઢોલનગારાના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું.

પાલકી ઉત્સવ બાદ ભગવાનશ્રી નો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો જેમાં તેમને વિવિધ તત્વો જેવા કે દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ, અને 7 પવિત્ર નદીઓમાંથી એકત્ર કરેલ જળના 108 કળશ દ્રારા અભિષેક કરવામાં આવ્યો. અભિષેક દરમ્યાન ગૌરઆરતી ભજન ગાઈને ખાસ આરતી ઉતારવામાં આવી. પછી ભગવાનશ્રીને 108 પ્રકારના વિવિધ પ્રકારના વ્યંજનો-મિષ્ટાનનો ભોગ ધરાવવામાં આવ્યો. હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્રારા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની લીલા વિષયવસ્તુ પર ખાસ નાટક “શ્રી શ્રી નીતાઈ ગૌરાંગેર પ્રેમ“ ભજવવામાં આવ્યું હતું. ઉત્સવના અંતમાં અતિભવ્ય મહા આરતી પણ કરવામાં આવી હતી. ભગવાનને મહા અભિષેક દરમિયાન અર્પણ કરેલ ફૂલો ને ભક્તો ઉપર પ્રસાદ રૂપે વરસાવી, પુષ્પ હોળી પણ રમવા માં આવી જેનો બધા ભક્તોએ ખુબ આનંદ મેળવ્યો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

હોલિવૂડના પોપ આઈકને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર પહેલા આપ્યું નિવેદન
હોલિવૂડના પોપ આઈકને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર પહેલા આપ્યું નિવેદન
November 03, 2023

ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને સેલિનાએ એક પોસ્ટમાં લખ્યું હતું કે તે માને છે કે ઈન્ટરનેટ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા લોકોમાંથી એક હોવા છતાં તેની પોસ્ટથી કોઈ ફરક નહીં પડે.

 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express