Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • GCCI દ્વારા “ડિકોડિંગ યુનિયન બજેટ 2026 – વ્યાપાર માટેના મુખ્ય નિષ્કર્ષ” વિષયક સત્રનું આયોજન

GCCI દ્વારા “ડિકોડિંગ યુનિયન બજેટ 2026 – વ્યાપાર માટેના મુખ્ય નિષ્કર્ષ” વિષયક સત્રનું આયોજન

GCCI દ્વારા Deloitte India સાથે “ડિકોડિંગ યુનિયન બજેટ 2026” સત્ર યોજાયું: હેમલ મહેતા, રાજીવ બજોરિયા અને હાર્દિક શાહે MSME, કોર્પોરેટ ટેક્સ, GST, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેર અર્થ કોરિડોર અને વિકસિત ભારત વિઝન 2047 પર વિસ્તૃત ચર્ચા કરી. પ્રશ્નોત્તરી સત્ર પણ માહિતીસભર રહ્યું. વિગતો જુઓ.

Ahmedabad February 03, 2026
GCCI દ્વારા “ડિકોડિંગ યુનિયન બજેટ 2026 – વ્યાપાર માટેના મુખ્ય નિષ્કર્ષ” વિષયક સત્રનું આયોજન

GCCI દ્વારા “ડિકોડિંગ યુનિયન બજેટ 2026 – વ્યાપાર માટેના મુખ્ય નિષ્કર્ષ” વિષયક સત્રનું આયોજન

GCCI દ્વારા “ડિકોડિંગ યુનિયન બજેટ 2026 – વ્યાપાર માટેના મુખ્ય નિષ્કર્ષ” વિષયક સત્રનું આયોજન Deloitte India સાથે સંયુક્ત રીતે 3 ફેબ્રુઆરી 2026 ના રોજ કર્યું હતું. આ પ્રસંગે નિષ્ણાત વક્તા તરીકે Deloitte પાર્ટનર્સ શ્રી હેમલ મહેતા, શ્રી રાજીવ બજોરિયા અને શ્રી હાર્દિક શાહ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCI ડાયરેક્ટ ટેક્સ ટાસ્કફોર્સ ચેરમેન, સી.એ. ડૉ. જૈનિક વકીલે નિષ્ણાત મહેમાન વક્તા શ્રી હેમલ મહેતા, શ્રી રાજીવ બજોરિયા અને શ્રી હાર્દિક શાહની ઉપસ્થિતિની ખાસ નોંધ લીધી હતી. તેઓએ માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ નવમા યુનિયન બજેટની ચર્ચા કરતાં તેને સરકારના સાતત્યપૂર્ણ, ભવિષ્ય દ્રષ્ટા અને પ્રગતિશીલ અભિગમની પ્રસંશા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે બજેટનું “વિકસિત ભારત વિઝન 2047” પરનું ફોકસ તેની લાક્ષણિકતા છે. તેમણે જણાવ્યું હતું કે આ બજેટ નીતિગત સાતત્ય, નાણાકીય સંયમ અને વૃદ્ધિ અભિગમનું ઉદાહરણ પૂરું પાડે છે કે જે દેશના આર્થિક પાયાને વધુ મજબૂત કરશે અને ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સેવાઓ આધારિત વિકાસના આગામી તબક્કાને અનલોક કરવામાં મદદરૂપ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતને પણ આ બજેટમાંથી ઘણો લાભ મળશે, જે આપણા વિવિધ ઔદ્યોગિક ધ્યેયને પૂરક સાબિત થઈ રોકાણ, રોજગાર સર્જન અને દીર્ઘકાલીન આર્થિક સ્થિરતાને ગતિ આપશે. તેમણે જણાવ્યું કે આ બજેટ MSME માટે અનેકવિધ જોગવાઈઓ પુરી પાડે છે જેમાં SME Growth Fund, વધુ સુદ્રઢ TReDS ફ્રેમવર્ક,
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી અને લોજિસ્ટિક્સ આધારિત વૃદ્ધિ જેવી વ્યવસ્થા દ્વારા MSME ક્ષેત્રની નાણાકીય સંચાલન ક્ષમતા અને રોકાણકાર વિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે. તેમણે ઉમેર્યું કે યુનિયન બજેટ 2026 “મેક ઈન ઈન્ડિયા” મિશનને નેક્સ્ટ લેવલ લઈ જવાનું લક્ષ્ય ધરાવે છે અને તેનાથી રેર અર્થ કોરિડોર, સેમી-કંડકટર મેન્યુફેક્ચરિંગ, મેડિકલ અને બાયો-ફાર્મા સેક્ટર, હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ્સ, MSME અને SME બૂસ્ટ, ફિસ્કલ હાઇજીન, કૃષિમાં AIનો અસરકારક ઉપયોગ અને એવિએશન ક્ષેત્રને નવા શિખરો સુધી પહોંચાડવા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અન્ય દેશો પર આપણી નિર્ભરતા લગભગ નહિવત કરવાનો પ્રયત્ન છે.

આ પ્રસંગે પ્રેઝન્ટેશન કરતાં શ્રી હેમલ મહેતાએ બજેટમાં સમાવિષ્ટ વિવિધ પોલિસી વિષયક બાબતો વિષે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ બજેટ ત્રણ “કર્તવ્યો”ની આસપાસ રચાયેલ છે: આર્થિક વૃદ્ધિને ત્વરિત અને સતત રાખવી, લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરી તેમની ક્ષમતા નિર્માણ કરીને “સબકા સાથ, સબકા વિકાસ”ના દ્રષ્ટિકોણને આગળ ધપાવવો.આ બાબતે તેઓએ આર્થિક ક્ષમતા, ક્રેડિટ નું વિસ્તૃતીકરણ, કેપિટલ માર્કેટ બાબતે સરળતા, ટુરિઝમ તેમજ રેર અર્થ કોરિડોર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, પર્યાવરણ, ટેક્સટાઇલ, કૃષિ, વગેરે બાબત બજેટ ની જોગવાઈ વિશે વિસ્તૃત માહિતી તેમજ સમજ પૂરી પાડી હતી. તેઓએ એમ.એસ.એમ.ઈ આઉટલેટ તેમજ પ્રપોઝીશન બાબતે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે પ્રસ્તુતિ કરતા શ્રી રાજીવ બજોરિયાએ બજેટ અન્વયે કોર્પોરેટ ટેક્સ બાબતે પ્રકાશ પાડ્યો હતો. તેઓએ MAT પ્રોપોઝલ તેમજ કેપિટલ ગેઇન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ ડેટા સેન્ટર બાબત ઉપલબ્ધ વિવિધ પ્રોત્સાહન વિશે પણ વાત કરી હતી. તેઓના વિસ્તૃત પ્રેઝન્ટેશનમાં તેઓએ STT રેટ, GCCs, IFSC લીવરેજ વગેરેને પણ આવરી લીધા હતા. તેઓએ  ટ્રાન્સફર પ્રાઇસીંગ બાબતે પણ વિસ્તૃત માહિતી આપી હતી. 

આ પ્રસંગે પ્રેઝન્ટેશન કરતાં શ્રી હાર્દિક શાહે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેવાઓ, ડેટા સેન્ટર સેવાઓ, ઇલેટ્રોનિક સેવાઓ, પર્સનલ ટેક્સ, ટ્રાન્સફર પ્રાઇસીંગ, ઇનડાયરેક્ટ ટેક્સ, GST પ્રપોઝલ, કસ્ટમ અપડેટ તેમજ SEZ અંગેની બજેટરી જોગવાઈઓ વગેરે વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.  પ્રેઝન્ટેશન પછી પ્રશ્નોત્તરી સત્ર પણ ખુબ માહિતીસભર તથા જ્ઞાનવર્ધક બની રહ્યું હતું.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

રેવાડીમાં વડાપ્રધાન મોદી દ્વારા રૂ. 9,750 કરોડના મેગા પ્રોજેક્ટ લોન્ચ
રેવાડીમાં વડાપ્રધાન મોદી દ્વારા રૂ. 9,750 કરોડના મેગા પ્રોજેક્ટ લોન્ચ
February 15, 2024

ઈતિહાસનો હિસ્સો બનો કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેવાડીમાં રૂ. 9,750 કરોડના પરિવર્તનકારી પ્રોજેક્ટની શરૂઆત કરી હતી, જેમાં ગુરુગ્રામ મેટ્રો રેલ અને એઈમ્સ રેવાડીની વિશેષતા છે, જે હરિયાણાના ભવિષ્યને આકાર આપે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
"ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં માનવીય ગુણોની નકલ કરવામાં AI ની મર્યાદાઓ"
February 05, 2023
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express