Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • 10થી વધુ કચ્છ-સૌરાષ્ટ્રના ઉત્પાદનોને GI ટેગ! મોદીજીનું ‘વોકલ ફોર લોકલ’ સાકાર

10થી વધુ કચ્છ-સૌરાષ્ટ્રના ઉત્પાદનોને GI ટેગ! મોદીજીનું ‘વોકલ ફોર લોકલ’ સાકાર

કચ્છી ખારેક, ગીર કેસર કેરી, અજરખ, બાંધણી, રોગન આર્ટ સહિત 10+ કચ્છ-સૌરાષ્ટ્રના ઉત્પાદનોને GI ટેગ! મોદીજીના ‘વોકલ ફોર લોકલ’ને મોટી સફળતા.

Gandhinagar November 27, 2025
10થી વધુ કચ્છ-સૌરાષ્ટ્રના ઉત્પાદનોને GI ટેગ! મોદીજીનું ‘વોકલ ફોર લોકલ’ સાકાર

10થી વધુ કચ્છ-સૌરાષ્ટ્રના ઉત્પાદનોને GI ટેગ! મોદીજીનું ‘વોકલ ફોર લોકલ’ સાકાર

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં દેશના સ્થાનિક અને વારસાગત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાનશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની શરૂઆત કરી છે. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે તેમણે GI (જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગવાળા ઉત્પાદનોને સક્રિયપણે પ્રોત્સાહન આપ્યું છે, અને આ ઉત્પાદનોને તેમણે સાંસ્કૃતિક વારસો, આર્થિક સશક્તિકરણ અને વૈશ્વિક માન્યતા સાથે જોડ્યા છે. તેઓ તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' પણ વારંવાર આ ઉત્પાદનોનો ઉલ્લેખ કર્યો છે અને કારીગરોને વ્યક્તિગત રીતે GI સર્ટિફિકેટ એનાયત
કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલે ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝન સાથે 2030 સુધીમાં ભારતમાં 10,000 GI (ભૌગોલિક સંકેત) ટેગ્સવાળા ઉત્પાદનો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે. GI ટેગિંગ જેવી પહેલ દ્વારા રાજ્યના કારીગરો અને ખેડૂતોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે, ગુજરાત કચ્છના પ્રખ્યાત કાપડથી લઇને સૌરાષ્ટ્રના પ્રિમિયમ ઉત્પાદનો સુધીના પોતાના વારસાને પ્રમોટ કરી રહ્યું છે, જેથી રાજ્ય વૈશ્વિક સ્તરે આત્મનિર્ભર બને. GI ઉત્પાદનોની જાળવણી અને તેમનું પ્રમોશન 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સિદ્ધાંત પર ભાર મૂકે છે, જે સ્થાનિક ક્ષમતાઓને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પરિવર્તિત કરે છે.

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારે અજરખ, બાંધણી, રોગન ક્રાફ્ટ પેઇન્ટિંગ, કચ્છી શાલ, કચ્છી ખારેક અને કેસર કેરી જેવા પ્રખ્યાત ઉત્પાદનો માટે GI ટેગ મેળવ્યા છે, જે સ્થાનિક કારીગરોનો વિકાસ કરે છે અને તેમને વૈશ્વિક ઓળખ આપે છે. રાજકોટમાં યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કચ્છ-સૌરાષ્ટ્રના હસ્તકલા અને હાથવણાટ કારીગરોની સ્થાનિક શ્રેષ્ઠતા અને નિકાસ સંભાવનાને ઉજાગર કરવા માટે સજ્જ છે.

પરંપરા અને કલાત્મકતાથી સમૃદ્ધ, ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશોએ તેમના સાંસ્કૃતિક અને કૃષિ વારસાને રજૂ કરતા ઉત્પાદનો માટે 10 થી વધુ GI માન્યતાઓ મેળવી છે. કચ્છના પ્રખ્યાત ઉત્પાદનોમાં ભરતકામ, અજરખ બ્લોક-પ્રિન્ટિંગ, બાંધણી ટાઇ-ડાય, રોગન ક્રાફ્ટ પેઇન્ટિંગ અને કચ્છી શાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કૃષિ ઉત્પાદનની વાત કરીએ તો કચ્છી ખારેકને પણ GI ટેગ આપવામાં આવ્યો છે, જે તેના અદ્ભુત સ્વાદ અને પોષકતત્વોથી ભરપૂર ગુણવત્તા માટે પ્રખ્યાત છે. સૌરાષ્ટ્રના વિશિષ્ટ ઉત્પાદનોમાં ગીરની કેસર કેરી જે ગીર પ્રદેશમાં 'કેરીની રાણી'

તરીકે વ્યાપકપણે ઓળખાય છે, જાનમનગરી બાંધણી અને રાજકોટ પટોળા રેશમ વણાટનો સમાવેશ થાય છે. આ જામનગરી બાંધણી અને રાજકોટની સાડીઓ ઘણી બોલિવુડ સેલિબ્રિટીના વોર્ડરોબમાં પણ સ્થાન પામી છે. વધુમાં, સુરેન્દ્રનગરની ટાંગલિયા શાલ પણ તેની વિશિષ્ટ કાપડ કલાનો નમૂનો છે, જેણે કલાના ઉત્સાહીઓનો આકર્ષિત કર્યા છે અને એક વૈશ્વિક માંગ ઊભી કરી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં યોજાનારી આગામી VGRC આ વિસ્તારની હસ્તકલા અને હાથવણાટ કારીગરોની ક્ષમતાને વેગ આપશે. આ બે દિવસીય કોન્ફરન્સ હેરિટેજ ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો, કારીગરો, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને પ્રોડક્ટ ડિઝાઇનર્સ માટે સરકારી ઇ-માર્કેટપ્લેસ, રોકાણકારો, ખાનગી સાહસો અને અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે સહયોગ કરવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે, જે નવીનીકરણ, બજારની પહોંચ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 ની ડિઝાઇન જાહેર, લોન્ચ પહેલા ફોટા ઓનલાઈન લીક થયા
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 ની ડિઝાઇન જાહેર, લોન્ચ પહેલા ફોટા ઓનલાઈન લીક થયા
March 28, 2025

સેમસંગે તાજેતરમાં જ ભારતીય બજારમાં તેની ગેલેક્સી A શ્રેણી લોન્ચ કરી છે. હવે ચાહકો કંપનીના આગામી ફોલ્ડેબલ અને ફ્લિપ ફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 અંગે નવા લીક્સમાં એક મોટો ખુલાસો થયો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express