Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ભવ્ય ઉજવણી

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ભવ્ય ઉજવણી

હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે તા.14 નવેમ્બર, 2023ના રોજ ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખુબ જ ઉત્સાહથી ભાવિભકતોએ ઉપસ્થિત રહીને આ ઉત્સવનો લાભ લીધો હતો.

Ahmedabad November 17, 2023
ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ભવ્ય ઉજવણી

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ભવ્ય ઉજવણી

ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો..આ પ્રંસગની યાદગીરી નિમિતે કારતક દીપોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે તા.14 નવેમ્બર, 2023ના રોજ ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખુબ જ ઉત્સાહથી ભાવિભકતોએ ઉપસ્થિત રહીને આ ઉત્સવનો લાભ લીધો હતો.

ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની મહત્તા વિશે જણાવતા હરેકૃષ્ણ મંદિર,ભાડજના અધ્યક્ષ સ્વામી શ્રી જગનમોહન કૃષ્ણ દાસાએ જણાવ્યું કે “જયારે સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ એ નિહાળ્યું કે વ્રજવાસીઓ ઈન્દ્રયજ્ઞ કરી રહ્યા છે. ત્યારે ભગવાનશ્રી એ કહ્યું કે તેઓએ ઈન્દ્રની પૂજા છોડી દઈને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. આ વાત જાણીને ઈન્દ્ર ક્રોધીત થાય છે અને વ્રજવાસીઓ પર વિનાશકારી વરસાદ વરસાવે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉંચકી લે છે અને બધા વ્રજવાસીઓને તેની છાયામાં સતત સાત દિવસ સુધી આશ્રય આપે છે.

ઈન્દ્ર પોતે કરેલ દુષકૃત્ય પ્રત્યે સભાન થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ક્ષમા યાચના કરે છે. આથી સર્વ શક્તિમાન ભગવાન જણાવે છે કે જે ભક્ત પોતાની શરણમા રહશે તેમજ તેમની ભાવપૂર્વક ભક્તિ કરવામાં વ્યસ્ત રહેશે તે ભક્ત બધા જ બંધનથી મુક્ત થાય છે અને બીજા કોઈ દેવીદેવતાઓની સાંસારીક વસ્તુની કૃપા મેળવવા પૂજા કરવાની રહેતી નથી. આ શુભ પ્રસંગને શ્રીમદ્ ભાગવતના દશમાં સ્કંધમાં ગોવર્ધનલીલા તરીકે વર્ણવવામાં આવ્યો છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ગોવર્ધન પર્વત એ પોતાનું એક સ્વરૂપ છે અને મારા સમાન જ પૂજનીય છે.

ભગવાન શ્રીકૃષ્ણ કરેલ અમૂર્તકલ્પનારૂપ આ લીલાની યાદગીરી રૂપે હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા વાર્ષિક ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી મંદિર ખાતે કરવામાં આવી જેમાં આશરે 150 કરતા પણ વધુ જુદા જુદા વ્યંજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌને આકર્ષિત અને અતિમોહક ભગવાન શ્રી શ્રી રાધામાધવને ભવ્ય “સ્વર્ણરથ” માં શાનદાર સવારી કરાવવામાં આવી જેમાં ભકતો ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા સંકિર્તન ગાઈને જોડાયા હતા”.

કેક અને વિવિધ જાતના કૂકીસ, વ્યંજનો વિગેરે દ્રારા બનાવેલ આશરે 1100 કિલોગ્રામ વજન ધરાવનાર ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ સૌના ઉલ્લાસનું કેન્દ્ર બન્યું હતુ. ગોવર્ધન પર્વત માટે ઉપયોગમાં લેવાયેલ કેક અને કૂકીસને સંપૂર્ણપણે મંદિરમાં જ ભકતો દ્રારા બનાવવામાં આવ્યા છે જે 100 ટકા શુદ્ધ અને શાકાહારી હતું. આ ગોવર્ધન કેકને શ્રી શ્રી રાધામાધવને અર્પણ કરવામાં આવી અને મહામંગલા આરતી કરવામાં આવી. જયારે ભકતો દ્રારા ગોવર્ધન પર્વતની મહત્તાનુ વર્ણન 8 શ્લોકમાં કરતા ગોવર્ધનઅષ્ટકમનું ગાન કરવામાં આવ્યું. ભગવાન શ્રીકૃષ્ણને ગોપાલ તરીકે પણ પૂજવામાં આવે છે જે ગાયોના રક્ષણકર્તા છે. ઉત્સવ દરમ્યાન ગૌ-પૂજા પણ કરવામાં આવી હતી. ગોયોને સુંદર રેશ્મી વસ્ત્રોથી શણગારવામાં આવી અને પરંગપરાગત રીતે ગોળ અને કેળા અપર્ણ કરવામાં આવ્યા. ભક્તોએ પણ ગાયની પૂજા-પ્રાર્થના કરી અને ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા હતી. ઉત્સવના અંતમાં કેક અને બીજા વ્યંજનોને ભકતોમાં પ્રસાદરૂપે વહેંચવામાં
આવ્યા.

કારતક માસમાં ઉજવાતા દિપોત્સવ મહોત્સવના ભાગરૂપે અંતમાં ભગવાનની અતિભવ્ય દિપોત્સવ આરતી કરવામાં આવી જે દરમ્યાન ઉપસ્થિત સૌ ભકતો ધન્ય બનીને અલૌકિક આત્મીયતાનો અનુભવ કર્યો હતો.

પ્રભુની સેવામાં
જગનમોહન કૃષ્ણ દાસ
અધ્યક્ષ, હરેકૃષ્ણ મંદિર, ભાડજ

વધુ વિગત માટે સંર્પક કરશો
શ્યામચરણ દાસ - 9904272229, રાયા રામ દાસ - 9904203228

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આખા પરિવાર સાથે પહોંચ્યા શાહરૂખ ખાન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આખા પરિવાર સાથે પહોંચ્યા શાહરૂખ ખાન
February 29, 2024

અંબાણી પરિવારમાં મહેમાનોનું સ્વાગત શરૂ થઈ ગયું છે. રિહાના સવારે પોતાની આખી ટીમ સાથે પહોંચી હતી અને હવે શાહરૂખ ખાન પણ સાંજે શાહી લગ્નમાં પહોંચી ગયા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express