Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • GSRTCની નવી સુવિધા, એક્સપ્રેસ બસમાં ‘Food on Bus’ – ઓનલાઇન ઓર્ડર કરો

GSRTCની નવી સુવિધા, એક્સપ્રેસ બસમાં ‘Food on Bus’ – ઓનલાઇન ઓર્ડર કરો

GSRTCની નવી સેવા Food on Bus: એક્સપ્રેસ બસમાં ઓનલાઇન પેક્ડ ફૂડ ઓર્ડર – અમદાવાદથી પાયલોટ પ્રોજેક્ટ, વિમાન-રેલવે જેવી સુવિધા.

Ahmedabad December 26, 2025
GSRTCની નવી સુવિધા, એક્સપ્રેસ બસમાં ‘Food on Bus’ – ઓનલાઇન ઓર્ડર કરો

GSRTCની નવી સુવિધા, એક્સપ્રેસ બસમાં ‘Food on Bus’ – ઓનલાઇન ઓર્ડર કરો

રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે  નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે.
એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD-FOOD ON BUS’ નવીન પ્રોજેકટ હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS) પેકડ ફૂડ મળી રહે છે. આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો થાય તે હેતુથી આ નવીન પ્રોજેકટ પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદથી શરૂ કરવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ સેવા પાયલોટ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદથી પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર પોઈન્ટ તેમજ પિકઅપ સ્ટેન્ડ ખાતેથી ફૂડ ડીલીવરી આપવામાં આવશે.

આ પ્રોજેકટ હેઠળ મુસાફરો ઓનલાઈન ફૂડ ઓર્ડર-ફૂડ ઓન બસ મેળવવા માટે નિગમની ઓનલાઇન OPRS (Online Passenger Reservation System) સિસ્ટમ પર બસ ટીકીટની સાથે સાથે ફૂડ પણ અગાઉથી બુકિંગ કરી શકશે. મુસાફરી શરૂ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળે પહોંચવાના ત્રણ કલાક પહેલા ઓર્ડર કરવાનો રહેશે. મુસાફર ઓનલાઈન એડવાન્સમાં તેમજ મુસાફરી દરમિયાન પણ ફૂડ ઓનલાઇન બુકિંગ કરી શકશે. આ સુવિધાઓ પૂરી પાડવા માટે એસ.ટી નિગમ દ્વારા ‘એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ થી અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવો મંગાવવામાં આવ્યા છે. નક્કી થયેલ એજન્સી તમાકુ, બિડી, ગુટકા, નોન વેજ તેમજ પ્રતિબંધિત ચીજવસ્તુઓ બસમાં આપી શકશે નહિ તેમજ બસમાં ફૂડ આપવામાં અનિયમિતતા અને સમયસર ફૂડસપ્લાય ન કરવાના કિસ્સામાં રૂ.૫૦૦૦/- થી રૂ.૧૦,૦૦૦/- સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે. 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

ટેક્સ બોજ શિફ્ટ? ભારતમાં કંપનીઓ કરતાં વ્યક્તિઓ વધુ આવકવેરો ચૂકવે છે
ટેક્સ બોજ શિફ્ટ? ભારતમાં કંપનીઓ કરતાં વ્યક્તિઓ વધુ આવકવેરો ચૂકવે છે
July 14, 2024

શું ભારતમાં મધ્યમ વર્ગ અન્યાયી કરનો બોજ વહન કરે છે? કૉંગ્રેસનો દાવો છે કે વ્યવસાયો માટે કરવેરા કાપ છતાં વ્યક્તિગત આવકવેરો કોર્પોરેટ ટેક્સ કરતાં વધારે છે. ભારતમાં કર સુધારણા માટે ડેટા અને દલીલોનું અન્વેષણ કરો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
February 24, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express