Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જીટીયુ , એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે ઈનોવેશન મેરેથોનનું આયોજન કરાયું

જીટીયુ , એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે ઈનોવેશન મેરેથોનનું આયોજન કરાયું

વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો થાય તથા ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પ્રકારની મેરેથોન ખૂબ જ મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ પૂરો પાડશે. -પ્રો. ડૉ. પંકજરાય પટેલ કુલપતિ

Ahmedabad April 01, 2023
જીટીયુ , એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે ઈનોવેશન મેરેથોનનું આયોજન કરાયું

જીટીયુ , એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે ઈનોવેશન મેરેથોનનું આયોજન કરાયું

અમદાવાદ |  ટેક્નિકલ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સતત કાર્યરત રહે છે. તાજેતરમાં જ જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ), એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી પ્રત્યે રુચી વધે અને તેમના ઈનોશીએટીવ આઈડિયાઝને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે અર્થે કોડ ઉન્નતિ પ્રોગ્રામ અંતર્ગત આઈડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો થાય તથા ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પ્રકારની મેરેથોન ખૂબ જ મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ પૂરો  પાડશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન ખેર , જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ.ડી. પંચાલ , એડ્યુનેટ ફાઉન્ડેશનના સિનિયર ડાયરેક્ટર શ્રી વૈભવ ઓસ્તવાલે અને SAPના શ્રી શિવાની સિન્હા કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.

IT, ઈન્સ્ટ્રૂમેન્ટલ એન્ડ કંટ્રોલ, કૉમ્પ્યૂટર અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કૉમ્યુનિકેશન શાખાના વિદ્યાર્થીઓના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ વિષય પરના આઈડીયાને ઈનોવેશન અને પ્રોટોટાઈપમાં રૂપાંતરીત કરવા માટે તાજેતરમાં જ જીટીયુ દ્વારા રાજ્ય કક્ષાની ઇનોવેશન મેરેથોનમાં ભાગ લેવા અરજી મંગાવવામાં આવી હતી. કુલ 400 માંથી 25 ટીમોને જીટીયુ ખાતે ઈનોવેશન મેરેથોનમાં બોલાવવમાં આવી હતી. સ્ટાર્ટઅપકર્તાને ઔદ્યોગીક ક્ષેત્રેથી નાણાંકીય સહાય પ્રાપ્ત થઈ શકે અને પોતાના આઈડિયા અને ઈનોવેશનને રજીસ્ટ્રેશન કરીને ફંડ મેળવી શકે તે માટે, બ્લોક ચેઈન ટેક્નોલોજી પર વડોદરાની બાબરીયા ઈન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા નિર્મિત ક્રાઉડ ફંડિગ એપ્લિકેશનને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું.  IOTઆધારીત સોલાર પેનલ ક્લિનર કિટનું ઈનોવેશન કરનાર GEC ગાંધીનગરની ટીમ દ્રિતિય ક્રમે રહી હતી. મશીન લર્નિંગ ટેક્નોલોજી આધારીત પરિવહનના વાહનોમાં હિંસાત્મક પ્રવૃતિને અટકાવવા માટે દરેક પેસેન્જરનું મોનીટરીંગ કરીને વાયોલેન્સ ક્રાઈમ એલર્ટ આપતી કેમેરા કિટનું ઈનોવેશન કરનાર સુરતની GIDC ડિગ્રી એન્જિનિયરીંગ કૉલેજની ટીમ તૃતિય ક્રમે પસંદગી પામી હતી. જીટીયુના કુલપતિ , કુલસચિવ અને જીસેટ ડાયરેક્ટરે ઈનોવેશન મેરેથોનના સફળ સંચાલન બદલ પ્રો. ડૉ. માર્ગમ સુથારને અભિનંદન પાઠવ્યા હતાં.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

NIA એ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્ર કેસમાં J-K માં 12 સ્થળો પર દરોડા પાડ્યા
NIA એ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્ર કેસમાં J-K માં 12 સ્થળો પર દરોડા પાડ્યા
May 02, 2023

NIAએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્રના કેસના સંબંધમાં જમ્મુ અને કાશ્મીરમાં 12 સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે. દરોડા ચાલુ છે, અને એજન્સીએ ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. આ સમાચાર પર નવીનતમ અપડેટ્સ વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express