ગુજરાત ટાઇટન્સે કેપ્ટન તરીકે શુબમન ગિલની જાહેરાત કરી
ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ કહ્યું હતું કે, “શુબમન ગિલે છેલ્લા બે વર્ષમાં રમતમાં ઉત્કૃષ્ટ સ્તર અને તેમની સ્થિતિમાં વૃદ્ધિ દર્શાવી છે. અમે તેમને એક બેટર તરીકે જ નહીં, પરંતુ ક્રિકેટમાં એક લીડર તરીકે પણ પરિપક્વ થતાં જોયાં છે.
મુંબઇ : ગુજરાત ટાઇટન્સે ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2024માં ટીમને લીડ કરવા કેપ્ટન તરીકે આજે શુબમન ગિલની જાહેરાત કરી છે.
ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ કહ્યું હતું કે, “શુબમન ગિલે છેલ્લા બે વર્ષમાં રમતમાં ઉત્કૃષ્ટ સ્તર અને તેમની સ્થિતિમાં વૃદ્ધિ દર્શાવી છે. અમે તેમને એક બેટર તરીકે જ નહીં, પરંતુ ક્રિકેટમાં એક લીડર તરીકે પણ પરિપક્વ થતાં જોયાં છે. ફિલ્ડમાં તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સને એક મજબૂત તાકાત તરીકે ઉભરવામાં મદદ મળી છે તથા ટીમને વર્ષ 2022 એક સફળ ઝુંબેશ અને વર્ષ 2023માં મજબૂતાઇ પ્રાપ્ત કરવામાં માર્ગદર્શન આપ્યું છે. તેમની પરિવક્વતા અને કૌશલ્ય તેમના ઓન-ફિલ્ડ પર્ફોર્મન્સમાં સ્પષ્ટ છે તથા અમે શુબમન ગિલ જેવાં યુવા લીડર સાથે નવી સફર શરૂ કરતાં ખૂબજ ઉત્સાહિત છીએ.”
શુબમન ગિલે આ જાહેરાત વિશે કહ્યું હતું કે, “હું ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ સંભાળતા ગર્વ અનુભવું છું તથા ખૂબજ સરસ ટીમનું નેતૃત્વ કરવા મારામાં વિશ્વાસ મૂકવા બદલ ફ્રેન્ચાઇઝીનો આભાર વ્યક્ત કરું છું. અમારી પાસે બે અદ્ભુત સિઝન છે અને હું ક્રિકેટની બેજોડ બ્રાન્ડ સાથે ટીમનું નેતૃત્વ કરવા સજ્જ છું.”
શુબમન ગિલ તેમનો બહોળા અનુભવ અને ઉત્સાહ સાથે ટીમનું નેતૃત્વ કરશે, જે ગુજરાત ટાઇટન્સની ઓળખ છે.
ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યજમાન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી 1 મેથી શરૂ થશે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર અશ્વિનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. અશ્વિન ઉપરાંત પીઆર શ્રીજેશને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.