ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
અમદાવાદ : આજે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જે મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોજબરોજ કોલેજો, શાળાઓ, કોર્ટોને ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય છે. આજે તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી છે. ત્યારે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને મારી વિનંતી છે કે આધુનિક ટેકનોલોજીથી આવા લોકોને પકડીને એવા દાખલા બેસાડવામાં આવે કે રોજ રોજ મળતી ધમકી અટકી જાય. એટલી ધમકીઓ મળે છે “કોલેજો ઉડાવી દેવાની, શાળાઓ ઉડાવી દેવાની, હાઇકોર્ટમાં બૉમ્બ છે, સેશન્સ કોર્ટમાં બૉમ્બ છે”, તો આમાં અત્યાર સુધી કેટલા લોકોને પકડ્યા? કોઈ પકડાયું નથી. તો ગુજરાત પોલીસ શું કરે છે? આજે તો ધમકી મળી કે વિધાનસભામાં બૉમ્બ છે, એટલે આજે અમને બધા ધારાસભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે. ગૃહ વિભાગ અને ગૃહમંત્રીને વિનંતી છે કે મોટી મોટી વાતો કરવા કરતાં આવા ઈમેલ મોકલનાર લોકોને તાત્કાલિક પકડવામાં આવે અને એવી સજા કરવામાં આવે, જેથી એક મોટો દાખલો બેસે, જેથી બીજી વખત કોઈ આવો મેસેજ કરે નહીં.
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.
આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીના કિસાન નેતા પ્રવિણ રામે જેલમુક્ત થયા બાદ ઘેડ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારને ઘેરી છે. સરકારે ઘેડ માટે જાહેર કરેલી ₹1423 કરોડની વહીવટી મંજૂરી પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, છ મહિના પહેલા પદયાત્રા વખતે પણ આ જ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ગ્રાઉન્ડ પર હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. પ્રવિણ રામે માંગ કરી છે કે સરકાર વાહવાહી કરવાનું છોડીને તાત્કાલિક ધોરણે નદીઓ ઊંડી અને પહોળી કરવાનું કામ સમુદ્ર તરફથી શરૂ કરે.