Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત વડોદરાના ગીતાબેન હાંડે બન્યા પગભર

મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત વડોદરાના ગીતાબેન હાંડે બન્યા પગભર

શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ગંગાસ્વરૂપા ગીતાબેન હાંડે આર્થિક રીતે પગભર બનતા માન્યો સરકારનો આભાર.

Vadodara January 10, 2025
મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત વડોદરાના ગીતાબેન હાંડે બન્યા પગભર

મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત વડોદરાના ગીતાબેન હાંડે બન્યા પગભર

રાજ્યની ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો અંતર્ગત લોન તથા સબસિડી મળતા વડોદરાના ગંગાસ્વરૂપા ગીતાબેન હાંડે આર્થિક રીતે પગભર બનતા સરકારનો આભાર માની રહ્યા છે.

ગીતાબેન હાંડે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પોતાની બે દીકરીઓ સાથે રહે છે. આજથી પાંચ વર્ષ પહેલાં પોતાના પતિનું હૃદયરોગના હુમલામાં નિધન થતાં તેઓ સાવ ભાંગી પડ્યા હતા. પોતાની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા રોજી રોટી માટે તેમને ચાર વર્ષ પહેલાં રેડીમેડ ગારમેન્ટની દુકાન ખોલી હતી.
અગાઉ દુકાન શરૂ કરવા તથા માલસામાન લાવવા માટે ગીતાબેને ખાનગી માઇક્રો ફાઇનાન્સ બેંકમાંથી લોન લેતા હતા. ત્યારબાદ  મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મળતી લોન વિશે જાણ થતાં તેમણે લોન મેળવવા માટે અરજી કરી હતી. ચાર મહિના પહેલા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની લોન અને લોનના ૪૦% લેખે સબસિડી મળતા ખુબજ મોટી આર્થિક સહાય મળી છે.

સરકાર શ્રીનો આભાર માનતા ગીતાબેન જણાવે છે કે, આ યોજના અંતર્ગત મળેલ તમામ રકમ પોતાના રેડીમેડ ગારમેન્ટની દુકાન માટે જ ખર્ચ કરી છે તથા સબસીડી સાથે આ લોન મળતા ખુબજ મોટી રાહત થઈ છે. મહિલાઓને પગભર કરવા માટે આવી યોજનાઓ ખુબજ જરૂરી છે.
વધુમાં ઉમેરતાં લાભાર્થી ગીતાબેન જણાવે છે કે આ યોજના અંતર્ગત લાભ મળતા તેઓ પોતાના પરિવાર માટે કમાણીમાં ખુબ જ મોટું યોગદાન આપી રહ્યા છે. અને તેમના રેડીમેડ ગારમેન્ટના ધંધાને વિકસાવવામાં ખૂબ જ મોટી મદદ મળી છે.

જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ના જણાવ્યા અનુસાર જિલ્લામાં આવી કુલ ૯ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજના અંતર્ગત મળેલ લોન અને સબસિડી થકી મહિલાઓએ કપડાંની દુકાન, અનાજ કરિયાણાની દુકાન, ડેરી ઉદ્યોગ, સીવણ કામની દુકાન અને અન્ય વેપારને વિકસાવીને સ્વરોજગારીનો માર્ગ અપનાવ્યો છે.

આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા સ્વાવલંબન યોજના થકી ગીતાબેન જેવી અનેક મહિલાઓ સ્વરોજગાર મેળવીને સ્વાવલંબી બની છે. આજે રાજ્યની મહિલાઓ સરકારશ્રીની યોજનાનો લાભ લઇ સશક્ત બની ઘર પરિવારના ગુજરાન માટે આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ કરતી થઈ છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

કોન્ટ્રોવર્સી ક્વીન પૂનમ પાંડે છે આટલા કરોડોની માલિક, જાણીને તમને નવાઈ લાગશે
કોન્ટ્રોવર્સી ક્વીન પૂનમ પાંડે છે આટલા કરોડોની માલિક, જાણીને તમને નવાઈ લાગશે
February 03, 2024

એક તરફ ગઈકાલે પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. આજે પૂનમ પાંડેએ પોતાનો એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તેની સંપત્તિ અને કમાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કેવી છે પૂનમની જીવનશૈલી અને તેની નેટવર્થ શું છે, ચાલો જાણીએ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express