ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫ની ઉજવણી કરાઈ
વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા, વાઘના કુદરતી રહેઠાણને સંરક્ષિત કરવા દર વર્ષે ૨૯ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી હતી.
વાઘ એ પ્રકૃતિનું ચૈતન્ય સર્જન છે, જે આહાર શ્રૂંખલા અને પર્યાવરણની સમતુલાનું એક અભિન્ન અંગ છે. આથી જ વાઘને ઘણી સંસ્કૃતિઓમાં એક મહત્વપૂર્ણ પ્રતિક તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા, વાઘના કુદરતી રહેઠાણને સંરક્ષિત કરવા દર વર્ષે ૨૯ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી હતી.
‘ગીર’ ફાઉન્ડેશનના નિયામક શ્રી આરાધના શાહુના માર્ગદર્શનમાં વાઘ સંરક્ષણના ઉદ્દેશને સાર્થક કરવા આ દિવસે ગાંધીનગર ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “Feel the Roar, Heal the Fear” વાઘ અંગેની સામાન્ય સમજ મળી રહે તે માટે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે વાઘના પારિસ્થિતિકીય તંત્રમાં મહત્વની ભૂમિકા અને વાઘના સંરક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વિડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી વાઘ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથેસાથે બિડાલ કુળના સૌથી મોટા અને કુદરતી વિરાસત એવા વાઘનું સંરક્ષણ-જતન કરવા ઉપસ્થિત સૌને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના વાઘ “બાંધવ” અને “બાંધવી”ને માટે ખાસ ફૂડ એનરીચમેન્ટ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમ, ગીર ફાઉન્ડેશન ગાંધીનગરની યાદીમાં જણાવાયું હતું.
ભારતીય રેલ્વેએ ગુજરાત માટે 2026-27માં રેકોર્ડ ₹17,366 કરોડ ફાળવ્યા – 2009-14ની સરખામણીએ 29 ગણો વધારો! ₹1.28 લાખ કરોડના પ્રોજેક્ટ્સ, 87 અમૃત સ્ટેશનો, 100% વીજળીકરણ, 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત ટ્રેનો અને કવચ સિસ્ટમ સાથે આધુનિક રેલવે. વિગતો જુઓ.
પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU)માં DGH-MoPNG સાથે નેશનલ કોર રિપોઝિટરી (NCR) સ્થાપના: ₹75 કરોડ ફંડ, 26 સેડિમેન્ટરી બેસિન્સના રોક કોર્સ સંરક્ષણ, RCA-SCAL એનાલિસિસ, X-ray CT સ્કેનર, AI-ML ડિજિટલ ટ્વિન અને BP-ONGC MoU. ઊર્જા સંશોધનમાં મોટી છલાંગ જુઓ.
રાજપીપલા RTOએ 1થી 29 જાન્યુઆરી 2026 દરમિયાન અનઅધિકૃત અતિ તીવ્ર White LED હેડલાઇટ વાળા 98 વાહનો સામે કાર્યવાહી કરી, ₹98,000 દંડ વસૂલ કર્યો. માર્ગ સુરક્ષા માટે સતત ચેકિંગ ચાલુ, દંડ ₹1,000 પ્રતિ વાહન. વિગતો અને અપડેટ જુઓ.