Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગોદરેજ પ્રોપર્ટીઝે સેલ્સ બુકિંગ્સ, કેશ કલેક્શન અને પ્રોજેક્ટ ડિલિવરીઝમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

ગોદરેજ પ્રોપર્ટીઝે સેલ્સ બુકિંગ્સ, કેશ કલેક્શન અને પ્રોજેક્ટ ડિલિવરીઝમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

દેશની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે (બીએસઈ સ્ક્રીપ આઈડી: GODREJPROP) નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે.


 

Mumbai April 10, 2023
ગોદરેજ પ્રોપર્ટીઝે સેલ્સ બુકિંગ્સ, કેશ કલેક્શન અને પ્રોજેક્ટ ડિલિવરીઝમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

ગોદરેજ પ્રોપર્ટીઝે સેલ્સ બુકિંગ્સ, કેશ કલેક્શન અને પ્રોજેક્ટ ડિલિવરીઝમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

જીપીએલે અત્યાર સુધીના સર્વોચ્ચ ત્રિમાસિક અને વાર્ષિક વેચાણો નોંધાવ્યા – નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 4,051 કરોડના બુકિંગ્સ મેળવ્યા અને નાણાંકીય વર્ષ 2023ની બુકિંગ વેલ્યુ 56% વધીને  રૂ. 12,232 કરોડ થઈ. એરિયાની બાબતે ત્રિમાસિક ગાળા માટે સેલ્સ વોલ્યુમ 4.42 મિલિયન સ્ક્વેર ફૂટથી ત્રિમાસિક ધોરણે 19% વધીને 5.25 મિલિયન સ્ક્વેર ફૂટ થયું. એરિયાના સંદર્ભે સંપૂર્ણ નાણાંકીય વર્ષ માટે સેલ્સ વોલ્યુમ 10.84 મિલિયન સ્કવેર ફૂટથી 40% વધીને 15.21 મિલિયન સ્ક્વેર ફૂટ થયું હતું. 

       1. નાણાંકીય વર્ષ 2023માં જીપીએલનું કેશ કલેક્શન 41% વધીને રૂ. 8,991 કરોડ થયું હતું. નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં કલેક્શન રૂ. 3,822 કરોડ રહ્યું
હતું જે ત્રિમાસિક ધોરણે 127% અને વાર્ષિક ધોરણે 52%નો વધારો દર્શાવે છે.

       2. જીપીએલે અત્યાર સુધીની સર્વોચ્ચ ત્રિમાસિક અને વાર્ષિક પ્રોજેક્ટ ડિલિવરીઝ નોંધાવી

– ચોથા ત્રિમાસિક ગાળામાં 7.6 મિલિયન સ્કવેર ફૂટ સહિત નાણાંકીય વર્ષ 2023માં પાંચ શહેરોમાં 10 મિલિયન સ્કવેર ફૂટથી પણ વધુના પ્રોજેક્ટ્સ ડિલિવર કર્યા.

      3. બિઝનેસ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ જીપીએલનું આ શ્રેષ્ઠ વર્ષ રહ્યું – નાણાંકીય વર્ષ 2023માં 18 નવા પ્રોજેક્ટ્સ ઉમેર્યા જેમાં 29 મિલિયન સ્કવેર ફૂટ જેટલા કુલ અંદાજિત વેચાણપાત્ર વિસ્તાર અને રૂ. 32,000 કરોડની કુલ  અંદાજિત બુકિંગ વેલ્યુનો સમાવેશ થાય છે (અર્થાત, નાણાંકીય વર્ષ 2023માં રૂ. 15,000 કરોડની અંદાજિત બુકિંગ વેલ્યુના બીડી ગાઈડન્સના બમણાંથી પણ વધુ). આમાં ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 5,750 કરોડની અંદાજિત બુકિંગ વેલ્યુ સાથે પાંચ નવા પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.

આ પરિણામો અંગે ગોદરેજ પ્રોપર્ટીઝના એમડી અને સીઈઓ શ્રી ગૌરવ પાંડેએ જણાવ્યું હતું કે “જીપીએલની કામગીરીની ક્ષમતાને વધુ ઊંચા સ્તરે લઈ જવાના અમારા પ્રયાસો સફળ રહ્યા છે તેનાથી અમે ખુશ છીએ. સેલ્સ  બુકિંગ્સમાં 56%ની વૃદ્ધિથી અમે નાણાંકીય વર્ષ 2023માં કુલ રૂ. 12,232 કરોડના બુકિંગ્સ કરી શક્યા છીએ જે અમારા સંપૂર્ણ વર્ષના ગાઈડન્સ કરતાં 22% વધુ હતા. પ્રોજેક્ટ મિક્સમાં સુધારો ઉપરાંત 40%ના મજબૂત વોલ્યુમ ગ્રોથના પગલે આ નાણાંકીય વર્ષ માટે વેચાણમાં વૃદ્ધિથી અમે ખુશ છીએ. મહત્વનું એ છે કે અમારી ઉત્કૃષ્ટ વેચાણ કામગીરી તથા 10 મિલિયન સ્ક્વેર ફૂટથી પણ વધુના પ્રોજેક્ટ્સ પૂરા કરવાના લીધે કલેક્શનમાં વિક્રમી
41%ની વૃદ્ધિ થઈને રૂ. 8,991 કરોડે પહોંચી છે.

અમારા બિઝનેસ ડેવલપમેન્ટમાં વધારો થવાના લીધે અમારા શરૂઆતના ગાઈડન્સ ડબલ થયા છે અને વાર્ષિક ધોરણે તેમાં 200%થી વધુનો વધારો થયો છે ત્યારે અમે અગાઉના વર્ષો કરતાં વર્તમાન વર્ષમાં વધુ મજબૂત લોન્ચની યોજનાઓ ધરાવીએ છીએ. અમારી ટીમ ભારતમાં તમામ મહત્વના રિયલ એસ્ટેટ માર્કેટ્સમાં ઊંડી સમજ ધરાવે છે અને તમામ મહત્વના ઓપરેટિંગ મેટ્રિક્સમાં ટકાઉ અને ઉચ્ચ ગુણવત્તાવાળી કામગીરી પૂરી પાડવા માટે  આગામી કેટલાક વર્ષોમાં જે ઊંચી સંભાવનાઓ જોઈ રહ્યા છે તેનાથી ખૂબ જ ઉત્સાહિત છે.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2022
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2022
April 25, 2023

વૈશ્વિક મથામણો અને જોખમમાં વધારો થવા છતાં ભારતીય એન્ટરપ્રાઈસીસે કાર્યક્ષમ પગલાં લીધા છે જેનાથી સ્કોર સુધાર્યો છે

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express