ગોપાલ ઇટાલિયાનો પ્રહાર: ઘાટ કરતા ઘડામણ મોંઘુ – સસ્તા અનાજ કરતા કમિશન પાછળ કરોડોનો ધુમાડો
ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભામાં સસ્તા અનાજ વિતરણ અને શહેરી વિકાસના મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૫૨ કરોડ રૂપિયા માત્ર દુકાનદારોના કમિશન પાછળ ખર્ચાયા છે, જે ગરીબોને મળતા અનાજની કિંમત કરતા વધુ છે.
અમદાવાદ : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ગુજરાત વિધાનસભામાં તેમજ બાદમાં મીડિયા સમક્ષ સસ્તા અનાજના વિતરણ અને મહાનગરપાલિકાઓમાં પેઈડ એફએસઆઈ સંબંધિત ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં સસ્તા અનાજના વિતરણ બદલ દુકાનદારોને ચૂકવાતી કમિશન રકમ અંગે સરકાર પાસેથી મળેલા આંકડા રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે દર મહિને આશરે 93,833 લાભાર્થીઓને અનાજ વિતરણ કરવા બદલ 1,03,82,000 પેમેન્ટ તરીકે ચૂકવવામાં આવે છે. વર્ષ 2024 દરમિયાન જુનાગઢ જિલ્લામાં અંદાજે 11 કરોડથી વધુ અને રાજકોટ જિલ્લામાં 15 કરોડથી વધુ રકમ દુકાનદારોને ચૂકવાઈ હતી, ગરીબોને નહિ. વર્ષ 2025માં પણ રાજકોટ જિલ્લામાં 15 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. માત્ર રાજકોટ અને જુનાગઢ બે જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં મળીને 52 કરોડથી વધુ રકમ કમિશન પાછળ ખર્ચાઈ હોવાનું તેમણે જણાવ્યું. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે ગરીબોને મીઠું, ઘઉં, ચોખા અથવા તેલ આપવાની મૂળ કિંમત કરતાં ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, લાઇટ બિલ, ડિસ્ટ્રિબ્યુશન ચેનલ, કમ્પ્યુટર-ઇન્ટરનેટ અને દુકાનદારોના કમિશન જેવા ખર્ચ પર વધારે રકમ વપરાઈ રહી છે. તેમણે કહ્યું કે સરકાર જો 100 રૂપિયા ફાળવે છે તો તેમાંના 70 રૂપિયા વહીવટી ખર્ચમાં જાય છે અને ગરીબોને બાકીના 30 રૂપિયામાં અનાજ મળે છે. તેમણે સરકારને મારી વિનંતી છે લે અનાજ વિતરણના બદલે સીધી રોકડ સહાય ગરીબોના ખાતામાં જમા કરાવો.
બીજા મહત્વના મુદ્દા તરીકે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મહાનગરપાલિકાઓની આવકના સ્ત્રોત અંગે પ્રશ્ન ઉઠાવ્યો. તેમના મુજબ મહાનગરપાલિકાઓ કર વસૂલી, 40 ટકા જમીનની કપાત કરવામાં આવે છે અને એ જમીનના પ્લોટ ભાજપના નેતાઓને પાણીના ભાવે વેચીને એમાંથી આવક કરવામાં આવે છે અને બીજી મોટી આવક છે કે પેઈડ/ચાર્જેબલ એફએસઆઈ દ્વારા મોટી આવક કરે છે. જોકે મારો સવાલ હોય તો કે રાજકોટ અને સુરતમાં છેલ્લા બે વર્ષમાં સરકારે કેટલી પેઈડ FSI ને મંજૂરી આપી. અને સરકારે જવાબ આપ્યો “શૂન્ય”. મેં એ પણ પૂછ્યું કે પેડ એફએસઆઇના નામે કરોડો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવે છે. અને મળતિયા બિલ્ડરોને એફએસઆઇ વધારી આપવામાં આવે છે, જેના કારણે વધારાનું બાંધકામ કરે છે અને વધારાના બાંધકામના કારણે શહેરોમાં ટ્રાફિકજામ થાય છે, શહેરોની ગટર ઉભરાય છે અને શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. સરકારથી ૪૦ ટકા જમીનની કપાત કરે છે અને ખોટી રીતે એફએસઆઇ આપે છે આ બંનેના કારણે શહેરોમાં સમસ્યા પેદા થાય છે. વડોદરા, સુરત, જૂનાગઢ ગાંધીનગર જેવા તમામ શહેરોમાં પૂર આવે છે. સતત ગટરો ઊભરાય છે, મકાનો મોંઘા મળે છે ટ્રાફિક જામ થાય છે અને આ તમામ સમસ્યાઓનું મૂળ કારણ ટાઉન પ્લાનિંગ એક્ટનું ખોટું અર્થઘટન ૪૦ ટકા જમીન ભાજપની સરકાર કાપે છે ત્યારબાદ પૈસા લઈને એફએસઆઇ વધારી આપે છે એ કારણ છે. સમયની મર્યાદાને કારણે વિધાનસભામાં સંપૂર્ણ ચર્ચા શક્ય ન બની હોવા છતાં ગોપાલ ઇટાલિયાએ મીડિયા મારફતે ગુજરાતની જનતાને આ મુદ્દાઓ અંગે જાગૃત થવાની અપીલ કરી.
ત્યારબાદ વધુ એક મુદ્દા પર વાત કરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ચાર મહિને ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગના અધિકારીએ પરિપત્ર બહાર પાડે છે કે ધારાસભ્યોના પ્રોટોકોલનું પાલન કરવું. થોડા મહિના પહેલા મુખ્યમંત્રીએ પરિપત્ર બહાર પાડ્યો હતો કે દરેક અધિકારીઓએ ધારાસભ્યોને ફોન ઉઠાવવા. મને લાગે છે કે સરકારે હવે એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ કે અમારી સરકાર રાજીનામું આપે છે કારણ કે અધિકારીઓ સામે અમારું કોઈ ઉપજતું નથી. 30 વર્ષથી ભાજપની સરકાર છે અને સરકારે પોતાના અધિકારીઓને કાગળિયા લખવા પડે છે, સરકારે “પ્લીઝ પ્લીઝ કરવું પડે છે”. અમે તો વિપક્ષમાં છીએ તો સમજી શકે છે પરંતુ ભાજપના ધારાસભ્યોએ પણ કલેકટરના પગ પકડવા પડે? તો પછી આ સરકારમાં કઈ રીતે દમ કહેવાય?
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકાર અને નાયબ મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા છે. બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે ડેડિયાપાડામાં કાઢવામાં આવેલા રાજકીય વરઘોડા સામે તેમણે નારાજગી વ્યક્ત કરી છે.
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.
ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું.