Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગોપાલ રાયનું મોટો દાવો, પંજાબ જીત બાદ ગુજરાતમાં AAPની બદલાવની રાજનીતિ આવશે

ગોપાલ રાયનું મોટો દાવો, પંજાબ જીત બાદ ગુજરાતમાં AAPની બદલાવની રાજનીતિ આવશે

AAPની પંજાબ જિલ્લા પંચાયતમાં પ્રચંડ જીત! ગોપાલ રાયે કહ્યું – ગુજરાતમાં પણ 2027માં કામની સરકાર બનશે. ખેડૂતોને ₹50,000 વળતર.

Ahmedabad December 18, 2025
ગોપાલ રાયનું મોટો દાવો, પંજાબ જીત બાદ ગુજરાતમાં AAPની બદલાવની રાજનીતિ આવશે

ગોપાલ રાયનું મોટો દાવો, પંજાબ જીત બાદ ગુજરાતમાં AAPની બદલાવની રાજનીતિ આવશે

અમદાવાદ/ગુજરાત : પંજાબમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે જીત હાંસલ કરી છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે જે રીતે આમ આદમી પાર્ટીએ પંજાબ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે, તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે દિલ્હી બાદ હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને લોકોનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. પંજાબની જિલ્લા પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી આ મોટી જીત ઐતિહાસિક જીત છે. સરકાર રચાયા બાદ આમ આદમી પાર્ટીએ પંજાબમાં લોકોના વીજબીલ માફ કર્યા, શાળાઓમાં સુધારા કર્યા અને હોસ્પિટલો બનાવી. સાથે સાથે આમ આદમી પાર્ટીની પંજાબ સરકારે ખેડૂતોને પાક નુકસાનના કિસ્સામાં પ્રતિ હેક્ટરે ₹50,000નું વળતર આપ્યું, તેમજ એક મહિના અંદર ખેડૂતોના ખાતામાં રકમ પહોંચે તેની પણ ખાતરી આપી. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ રોડ-રસ્તા ચમકી રહ્યા છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે પંજાબમાં બદલાવની રાજનીતિ સતત આગળ વધી રહી છે.

વધુમાં, ગુજરાતમાં યોજાનારી સ્થાનિક ચૂંટણી અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં AAPના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે પંજાબે જે માર્ગ દર્શાવ્યો છે, એ જ દિશામાં ગુજરાત પણ આગળ વધશે. આવનારા સમયમાં ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે. તો મને આશા છે કે પંજાબે જે બદલાવનો માર્ગ બતાવ્યો છે, તે પ્રમાણે ગુજરાતમાં પણ સ્થાનિક ચૂંટણીમાં કામની રાજનીતિ આગળ વધશે અને ગુજરાતના લોકો સાથે મળીને 2027માં કામ કરવા વાળી સરકાર બનાવશે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

સેલેના ગોમેઝની માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વિશેષ ઇવેન્ટ
સેલેના ગોમેઝની માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વિશેષ ઇવેન્ટ
May 03, 2024

પ્રખ્યાત ગાયિકા અને માનસિક સ્વાસ્થ્યના હિમાયતી સેલેના ગોમેઝે તાજેતરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં તેણીએ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express