અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર ગોપાલ રાયના ધડાકા! ભારતને ગુલામીમાં ધકેલી દેવાની સાજિશ? ખેડૂતોને ખતરો
અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર AAP ગુજરાત પ્રભારી ગોપાલ રાયના તીખા સવાલ, ભારતને દબાણમાં લાવી ડીલ થોપી? ટેરિફ 0%, મોંઘું ક્રૂડ ઓઇલ, કૃષિ ક્ષેત્રને ખતરો – નવી ગુલામીની શરૂઆત? સરકાર પર આરોપ, ખેડૂતોને નુકસાન. વાંચો પૂરી વિગતો.
અમદાવાદ/ગુજરાત : અમેરિકા સાથેના વેપાર કરારના મુદ્દે દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયજીએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે સમગ્ર દેશમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે ભારતની કેન્દ્ર સરકારએ અમેરિકા સાથે આ ટ્રેડ ડીલ શા માટે કરી? સરકાર કહે છે કે આથી ભારતને ફાયદો થશે. સરકાર દાવો કરી રહી છે કે અમેરિકા સાથે એવો વેપાર કરાર થયો છે, જે ન તો ઇતિહાસમાં ક્યારેય થયો છે, ન હાલમાં છે અને ન ભવિષ્યમાં થશે. સરકાર કહે છે કે નાચો, ગાવો, ઝૂમો, તાળી વગાડો, થાળી વગાડો અને મીઠાઈઓ વહેંચો, પરંતુ લોકો ખુશ નથી. આવું કેમ થઈ રહ્યું છે? આજે દેશની રાજધાની દિલ્હીથી લઈને ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં ફેલાયેલા ગામડાંઓ સુધી લોકોના મનમાં પ્રશ્ન છે કે આખરે ભારત સરકારે અચાનક અમેરિકા સાથે આ કરાર શા માટે કર્યો? શું આ વેપાર કરારથી ભારતને ફાયદો થશે કે નુકસાન? આ કરારમાં અમેરિકાને શું ફાયદો છે? અમેરિકા આટલું ખુશ કેમ છે? લોકોના મનમાં આ પ્રશ્ન પણ છે કે શું આ કરાર સમાનતાનો છે કે પછી અમેરિકાએ આદેશ આપીને દબાણ બનાવી ભારત પર આ ટ્રેડ ડીલ લાદી છે અને આપણે મજબૂરીમાં મીઠાઈઓ વહેંચી રહ્યા છીએ?
વધુમાં AAP ગુજરાત પ્રભારી ગોપાલ રાયજીએ જણાવ્યું હતું કે, લોકોના મનમાં આ પ્રશ્ન પણ છે કે જ્યારે ભારતના માલ પર અમેરિકા ત્રણ ટકા પરથી વધારીને અઢાર ટકા સુધી ટેરિફ લગાવી રહ્યું છે, ત્યારે એ જ સમયે ભારત સરકારે અમેરિકા પરથી આવનારા માલ પર ટેરિફ શૂન્ય (ઝીરો) ટકા કરવાનો નિર્ણય કેમ લીધો? એ પણ પ્રશ્ન છે કે જો રશિયા પાસેથી ભારતને સસ્તા ભાવે તેલ મળી રહ્યું છે, તો પછી મોંઘા ભાવે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા માટે ભારત સરકાર કેમ તૈયાર થઈ ગઈ? આ પણ પ્રશ્ન ઊભો થાય છે કે આ વેપાર કરારમાં આગામી પાંચ વર્ષમાં 45 લાખ કરોડ રૂપિયાનો આયાત ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ અમેરિકા ભારત પાસેથી કેટલાનો આયાત કરશે તેનો ઉલ્લેખ કેમ નથી? આ બધા પ્રશ્નોને કારણે લોકોના મનમાં ગૂંચવણ છે. પ્રશ્નો અનેક છે, પરંતુ જવાબો નથી. આ પહેલીવાર થઈ રહ્યું છે કે ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા, લોકશાહી પરંપરાઓ સાથે આગળ વધતા, ગૌરવશાળી સંસ્કૃતિ અને સભ્યતા ધરાવતા દેશે અમેરિકા સાથે વેપાર કરાર કર્યો છે. જ્યારે લોકો પૂછે છે કે આ કરાર પછી રશિયા પાસેથી કિફાયતી ભાવે તેલ ખરીદવાનું ચાલુ રહેશે કે બંધ થઈ જશે, ત્યારે પત્રકારો જ્યારે વાણિજ્ય મંત્રીને પૂછે છે તો તેઓ કહે છે કે અમને ખબર નથી, વિદેશ મંત્રાલયને પૂછો. પત્રકારો વિદેશ મંત્રીને પૂછે છે તો તેઓ કહે છે કે અમને ખબર નથી, વાણિજ્ય મંત્રીને પૂછો. આ કરારનું નેતૃત્વ વાણિજ્ય મંત્રી કરી રહ્યા છે, છતાં તેઓ સીધા પ્રશ્નનો જવાબ કેમ આપી શકતા નથી?
વધુમાં AAP ગુજરાત પ્રભારી ગોપાલ રાયજીએ જણાવ્યું હતું કે, જે ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ લખેલું છે કે અમેરિકાએ ધમકીભર્યા સ્વરમાં ભારતને આદેશ આપ્યો છે કે જો ભારત રશિયા સાથે તેલ ખરીદીનું સિલસિલો સીધા કે આડકતરી રીતે ચાલુ રાખશે, તો 25 ટકા દંડાત્મક ટેરિફ લગાવવામાં આવશે અને તેની દેખરેખ અમેરિકા કરશે. શું હવે અમેરિકા ભારતની દેખરેખ કરશે? શું ભારતના લોકો ગુલામ બની ગયા છે? આ રીતે જ ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ આવીને ભારતમાં પગ જમાવ્યા હતા અને ધીમે ધીમે બ્રિટનમાં બેઠેલા વાઇસરોય ભારતનું શાસન ચલાવવા લાગ્યા હતા. ક્યાંક આવું તો નથી કે એવી નવી પરિસ્થિતિઓ ફરી સર્જાઈ રહી છે? આજે જ્યારે આપણી પાસે લોકશાહીનો મજબૂત વારસો છે, સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર છે અને વિશાળ વસ્તી ધરાવતો દેશ છે, ત્યારે જો અમેરિકા જાહેર રીતે લેખિતમાં ભારતને ધમકી આપે, ભારત પર નજર રાખવાની વાત કરે અને આપણા શાસકો બેધડક તેને સ્વીકારીને જાહેર કરે, તો આવતીકાલે શું થશે?
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.
ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું.
"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.