મહિલાઓની સુરક્ષામાં સરકાર નિષ્ફળ, AAP નેતા ગૌરી દેસાઈનો ગૃહમંત્રી પર પ્રહાર
AAP નેતા ગૌરી દેસાઈનો આકરો પ્રહાર: ડબલ એન્જિન સરકારમાં મહિલા અપરાધ વધ્યા, અમદાવાદથી અન્ય શહેરોમાં દુષ્કર્મ-છેડતી-અપહરણમાં વધારો. ગૃહમંત્રીના "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" પર સવાલ – ગુનેગારોને ડર કેમ નથી?
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં મહિલાઓની સુરક્ષા આપવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. કહેવાતું મેટ્રો સિટી અમદાવાદ હોય કે રાજ્યના અન્ય શહેરો, મા-બેન-દીકરીઓ પર દુષ્કર્મ, છેડતી અને અપહરણ જેવા ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તો માત્ર તે કેસોની વાત છે જે પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. અનેક દીકરીઓ એવી પણ હશે કે જે પરિવાર કે સમાજના ડરથી પોલીસ સુધી પહોંચી શકતી નથી. છતાં નોંધાયેલા આંકડાઓમાં પણ વધારો થતો જ રહ્યો છે. પ્રશ્ન એ છે કે આવા ગુનાઓ અટકતા કેમ નથી? ગૃહમંત્રી પોતાના નિવેદનોમાં કહે છે કે “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.” તો શું ગુનેગારોને ગૃહમંત્રીનો કોઈ ડર જ નથી? જો ડર હોત, તો ગુનાખોરીમાં ઘટાડો થાત. પરંતુ હકીકત એ છે કે દિવસને દિવસે ગુનેગારો અને ગુનાઓ બંને વધી રહ્યા છે. મા-બેન-દીકરીઓ પર દુષ્કર્મ, છેડતી અને અપહરણના કેસોમાં સતત વધારો ચિંતાજનક છે.
AAP નેતા ગૌરી દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં પણ ગૃહખાતું ભાજપ પાસે છે અને રાજ્યમાં પણ ગૃહખાતું ભાજપ પાસે છે. છતાં જો કાયદો અને વ્યવસ્થા જાળવી શકાતી નથી, મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળતા સાબિત થઈ રહી છે, તો આવી સરકારને સત્તા પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. માત્ર મીડિયામાં મોટા નિવેદનો આપવાથી મહિલાઓ સુરક્ષિત થતી નથી. જો સુરક્ષા હોત, તો ગુનાઓમાં વધારો ન થાત. રાજ્યમાં વારંવાર મોટી માત્રામાં ડ્રગ્સ પકડાય છે. રસ્તાઓ પર ખુલ્લેઆમ ઝઘડા અને હિંસાની ઘટનાઓ સામે આવે છે. એવું લાગી રહ્યું છે કે ગુનેગારોને કાયદાનો કે ગૃહમંત્રીનો કોઈ ડર જ નથી. કારણ કે કડક કાર્યવાહી થતી નથી. પોલીસ તંત્રનો ઉપયોગ સામાન્ય જનતાની સુરક્ષા કરતાં રાજકીય નેતાઓની સુરક્ષા માટે વધુ થતો દેખાય છે. એક મહિલા તરીકે હું સ્પષ્ટપણે કહીશ કે જો ગૃહમંત્રી ગુજરાતની મા-બેન-દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા હોય, તો તેમને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. ગુજરાતની તમામ મહિલાઓની તરફથી હું કહેવા માંગું છું કે જો દિવસેને દિવસે ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, તો ખુરશી પર બેસી રહેવાનો કોઈ અર્થ નથી. એ સ્થાને કાયદાની સમજ અને કડક અમલ કરવાની ક્ષમતા ધરાવતા વ્યક્તિને બેસાડવો જોઈએ, જેથી ગુનેગારોમાં એવો ડર ઊભો થાય કે આવનારા સમયમાં કોઈ પણ મા-બેન-દીકરી તરફ આંખ ઉંચી કરતાં પહેલા દસ વાર વિચાર કરે.
આમ આદમી પાર્ટી ગુજરાત
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ખુલાસો: નર્મદા-તાપીમાં શબવાહિની શૂન્ય, ટ્રેક્ટર-પિકઅપમાં શબ લઈ જવા પડે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા વચ્ચે આ વરવી વાસ્તવિકતા! સરકારની બેદરકારી ઉજાગર.
AAP ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવીની અપીલ: ટેકાના ભાવ, ટ્રેડ ડીલ, કડદા પ્રથા સામે "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા શરૂ. ખેડૂતો, ભાગીયાઓ જોડાઓ.
આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા.