મહારાષ્ટ્ર સરકારે GJEPCનાં ઇન્ડિયા જ્વેલરી પાર્ક પાસે કામદારોનાં આવાસ માટે વધારાની જમીનની ફાળવણી કરી
મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટેની નીતિ બહાર પાડવા કમિટીની રચનાની જાહેરાત કરી.
મુંબઇ : મહારાષ્ટ્રના ગૃહમંત્રી ઉદય સામંતે જીજેઇપીસી અને ભારત ડાયમન્ડ બુર્સની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે રાજ્યએ ઇન્ડિયા જ્વેલરી પાર્કના કામદારોનાં આવાસ માટે પાર્કની નજીક વધારાની જમીન ફાળવી છે. MHAPE (નવી મુંબઇ)માં 21 એકરમાં ફેલાયેલો સૌ પ્રથમ ઇન્ડિયા જ્વેલરી પાર્ક એક લાખ લોકોને રોજગારી આપશે.
શ્રી સામંત 13 વર્ષમાં આઇકોનિક બુર્સની મુલાકાત લેનારા રાજ્યના પ્રથમ ઉદ્યોગ મંત્રી બન્યા છે. તેમણે ભારત ડાયમન્ડ બુર્સ, બીકેસી ખાતે સંખ્યાબંધ જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની પોલિસી માટે કમિટી રચીશું. મહારાષ્ટ્ર સરકારે નવી મુંબઇમાં જીજેઇપીસી દ્વારા નિર્મિત ઇન્ડિયા જ્વેલરી પાર્ક નજીક વધારાની જમીન ફાળવી છે.”
વિપુલ શાહ (ચેરમેન, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ), કિરીટ ભણસાલી (વાઈસ ચેરમેન, જીજેઈપીસી) અને મેહુલ શાહ (વાઈસ પ્રેસિડેન્ટ, બીડીબી) એ માનનીય મંત્રીને બુર્સની ગાઇડેડ ટુર કરાવી હતી.
સામંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) દ્વારા પરિકલ્પના ધરાવતા રૂ. 40,000 કરોડનાં જ્વેલરી પાર્ક પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર સરકાર દરેક સંભવ પ્રયાસ કરશે. સામંતે જાહેરાત કરી હતી કે કેબિનેટે જ્વેલરી પાર્ક માટે સબસિડી પ્રોત્સાહનો મંજૂર કર્યા છે જેમ કે 5 FSI; પાર્કમાં તમામ એકમો માટે એક રૂપિયાની વીજળી સબસિડી અને એલજીડી એકમો માટે 2 રૂપિયા; પાર્કમાં તમામ એકમો માટે વીજળી ડ્યુટી માફી; પાર્કમાં તમામ એકમો માટે એસજીએસટીમાં 50 ટકા માફી; તમામ એમએસએમઇ એકમો માટે ટર્મ લોન પર 5 ટકા વ્યાજ માફી, અને લીઝ પર IJPM માટે સ્ટેમ્પ ડ્યુટી મુક્તિ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાર્કની જમીનનાં લેવલિંગ માટે જીજેઇપીસીએ કરેલી વિનંતી પર પણ નિર્ણય લીધો છે.”
RBSE રાજસ્થાન બોર્ડ 12માનું પરિણામ 2025 જાહેર: રાજસ્થાન બોર્ડ 12માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આર્ટસ, કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમના પરિણામો એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. આ પરીક્ષા ૬ માર્ચથી ૪ એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી.
આ પહેલ દરેક નાગરિકના સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે એટલું જ નહીં પરંતુ સમાવિષ્ટ અને સુલભ ભારતનો પાયો પણ મજબૂત બનાવે છે.
મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉજવણી દરમિયાન, મંત્રીઓ અને સાંસદોને ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પછી જાતિ વસ્તી ગણતરી અંગે સરકારના નિર્ણય વિશે જનતાને સરળ ભાષામાં સમજાવવાની જવાબદારી સોંપવામાં આવશે.