રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે રાજભવન પરિસરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય એકતા, અખંડતા અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પોતાનું યોગદાન આપવાના સંકલ્પ લેવડાવ્યા હતા.
રાજભવનના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓએ દેશવાસીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા અને કાર્યોનો સંદેશ ફેલાવવાના સંનિષ્ઠ પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."