પ્રધાનમંત્રીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આપી ભાવભીની વિદાય
ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત માતૃભૂમિ - ગુજરાત પધાર્યા હતા. ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી આજે સવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી ને ભાવભીની વિદાય આપી હતી.
ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક અને ગૌરવમય સફળતા બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત માતૃભૂમિ - ગુજરાત પધાર્યા હતા. ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી આજે સવારે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાવભીની વિદાય આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂરના નેતૃત્વ દ્વારા ભારતની સૈન્ય ક્ષમતા, રાષ્ટ્રીય ગૌરવ અને પરાક્રમનું અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. ઓપરેશન સિંદૂર એ માત્ર એક સૈન્ય વિજય નહીં, પરંતુ ભારતની એકતા, અસ્મિતા, વિકાસ અને રાષ્ટ્રગૌરવનું પ્રતિક બની ગયું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ ઐતિહાસિક વિજયના નાયક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 'રાષ્ટ્ર મંજૂષા' ગ્રંથની ભેટ આપી અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાન માટે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી, સાથે સાથે રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય, સ્વસ્થ આરોગ્ય અને રાષ્ટ્રસેવામાં સતત સફળતા માટે અનંત શુભકામનાઓ પાઠવી હતી.
ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૫.૦૦ કલાકે મોકડ્રીલનું આયોજન થશે.
તા.૨૯ મેથી ૧૨ જૂન દરમિયાન યોજાનારા અભિયાન દરમિયાન કૃષિ તજજ્ઞો જિલ્લાના ખેડૂતોને ખેતી વિષયક જાણકારી આપશે.
સુરતના યુવાન એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની સ્વદેશી ગેમિંગ એપ ‘સ્કારફોલ’ બનાવી.