Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાજ્યપાલનો મોટો ખુલાસો: સંશોધનોએ સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી

રાજ્યપાલનો મોટો ખુલાસો: સંશોધનોએ સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી

ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનોએ સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, ઉલટાનું જમીન અને માનવ સ્વાસ્થ્ય સુધરે છે.

Gandhinagar March 03, 2026
રાજ્યપાલનો મોટો ખુલાસો: સંશોધનોએ સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી

રાજ્યપાલનો મોટો ખુલાસો: સંશોધનોએ સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યકક્ષાની બેઠક યોજાઈ હતી.

પ્રાકૃતિક ખેતીને સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, રાસાયણિક ખેતીના કારણે આજે માનવ સ્વાસ્થ્ય, જમીન, પાણી અને પર્યાવરણ પર ગંભીર અસર પડી છે. મોટી સંખ્યામાં લોકો વિવિધ રોગોથી પીડાઈ રહ્યા છે, જમીનની ઉત્પાદકતા ઘટી રહી છે તેમજ પાણી અને હવા પણ પ્રદૂષિત થઈ રહ્યા છે. આવા સમયમાં પ્રાકૃતિક ખેતી જ આ તમામ સમસ્યાઓનું સ્થાયી સમાધાન છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાજયની કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનો દ્વારા સાબિત થયું છે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી. અને આ પદ્ધતિ  પર્યાવરણ અને ધરતીના આરોગ્યને જ સાચવવા ઉપરાંત ખેડૂતોની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જો પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર સમગ્ર દેશમાં થાય, તો તે એક સકારાત્મક અને ઐતિહાસિક પરિવર્તન સાબિત થશે.

તેમણે જણાવ્યું કે, જેમ દેશ આજે પણ કૃષિ વૈજ્ઞાનિક ડૉ સ્વામીનાથનને હરિત ક્રાંતિ માટે યાદ કરે છે, તેવી જ રીતે પ્રાકૃતિક ખેતીના આ અભિયાન સાથે જોડાયેલા તમામને પણ આવનારા સમયમાં દેશ યાદ રાખશે. તેમણે આ દિશામાં કાર્ય કરી રહેલા તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને નિષ્ણાતોની પ્રશંસા કરતા જણાવ્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં એક નવી સકારાત્મક ક્રાંતિનો માર્ગ પ્રસસ્ત થઈ રહ્યો છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીને વ્યાપક જનઆંદોલન બનાવવા માટે સૌએ મળીને સતત પ્રયત્નો કરવાના રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આવનારા સમયમાં આ અભિયાનના વધુ સકારાત્મક પરિણામો સામે આવશે.

આ તકે કૃષિ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, રાજ્યપાલશ્રી પ્રાકૃતિક કૃષિના પ્રચાર માટે જાતે તાલુકા સ્તરે જઈને ખેડૂતો વચ્ચે રહે છે, તેમના માર્ગદર્શનથી આજે લાખો ખેડૂતો આ પુણ્ય કાર્યમાં જોડાયા છે.

રાજ્યમાં યુરિયાનો ન્યૂનતમ ઉપયોગ થાય અને રાજ્ય પ્રાકૃતિક કૃષિની બાબતમાં મોડલ સ્ટેટ બને તે દિશામાં કાર્ય કરવાનું સુચવીને મંત્રીશ્રીએ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી ઉચ્ચ અધિકારીશ્રીઓને જરૂરી સુચનો આપ્યા હતા.

આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણા, સંયુક્ત સચિવ શ્રી નીતિન સંગવાન, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા, પશુપાલન વિભાગ અને કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

દુધરેજ ધામમાં હર્ષ સંઘવીની ગર્જના:
surendranagar
March 03, 2026

દુધરેજ ધામમાં હર્ષ સંઘવીની ગર્જના: "ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સ, 18 ગુનેગારોને આજીવન કેદ"

સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા મંદિર ખાતે આયોજિત હોળી મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહભાગી થયા હતા. તેમણે તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત પૂજ્ય કનીરામ બાપુના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે તેમણે ગૌ-હત્યારાઓ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ સ્પષ્ટ કરી જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં 18 થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં કરી હોળીની ઉજવણી: 'વૈદિક હોળી'ના દર્શન અને પરિક્રમા
ahmedabad
March 02, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં કરી હોળીની ઉજવણી: 'વૈદિક હોળી'ના દર્શન અને પરિક્રમા

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા માનવમંદિર ખાતે હોળીના પવિત્ર પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. તેમણે પર્યાવરણના જતનનો સંદેશ આપતી 'વૈદિક હોળી' ના દર્શન અને પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હોળીને અસત્ય પર સત્યના વિજય અને સામાજિક સમરસતાનું પ્રતિક ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માનવમંદિરમાં ભગવાનના દર્શન કરી સૌ નાગરિકોને હોળી-ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.

શાંતિગ્રામમાં સ્વામિનારાયણ ગુરુકુલના ભવ્ય ભવનનું ઉદ્ઘાટન: CM ભૂપેન્દ્ર પટેલે કરાવી નવી શરૂઆત
gandhinagar
March 02, 2026

શાંતિગ્રામમાં સ્વામિનારાયણ ગુરુકુલના ભવ્ય ભવનનું ઉદ્ઘાટન: CM ભૂપેન્દ્ર પટેલે કરાવી નવી શરૂઆત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાંતિગ્રામ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના નૂતન ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાત સેમિકન્ડક્ટર અને AI ક્ષેત્રે હબ બની રહ્યું છે, ત્યારે ગુરુકુલ જેવી સંસ્થાઓ સંસ્કાર સાથે આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન આપી 'વિકસિત ભારત'ના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે. આ અદ્યતન ભવનમાં 4000 વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ કોચિંગ સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. 21મી સદીના પડકારોને પહોંચી વળવા માટે કૌશલ્ય અને આધ્યાત્મિકતાના સમન્વય પર ભાર મૂકતા આ કાર્યક્રમની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Braking News

રાજ્યસભાએ અભૂતપૂર્વ પગલામાં 635 વેબ લિંક્સ ડાઉન કરી!
રાજ્યસભાએ અભૂતપૂર્વ પગલામાં 635 વેબ લિંક્સ ડાઉન કરી!
July 20, 2023

રાજ્યસભાએ ડિસેમ્બર 2021 થી 635 વેબ લિંક્સ દૂર કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે. આ મુખ્ય કાર્યવાહીની અસરો વિશે જાણો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
June 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express