Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સરકાર આપ કે દ્વાર

સરકાર આપ કે દ્વાર

ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોની સેવામાં તત્પર છે વડોદરાનું વહીવટી તંત્ર, છેવાડાના માનવી અને ગરીબોને કેન્દ્રમાં રાખતી સરકારશ્રીના કાર્યમંત્રને વડોદરાનું જિલ્લા વહીવટી તંત્ર સહર્ષ સ્વીકારી હરહંમેશ નાગરિકોની સેવામાં તત્પર રહે છે.

Vadodara June 15, 2023
સરકાર આપ કે દ્વાર

સરકાર આપ કે દ્વાર

છેવાડાના માનવી અને ગરીબોને કેન્દ્રમાં રાખતી સરકારશ્રીના કાર્યમંત્રને વડોદરાનું જિલ્લા વહીવટી તંત્ર સહર્ષ સ્વીકારી હરહંમેશ નાગરિકોની
સેવામાં તત્પર રહે છે. આવા અનેક ઉદાહરણો સમાચારોમાં સાંભળ્યા કે વાંચ્યા હશે. સરકારી સેવાઓ કેટલી સુલભ, સમાવિષ્ટ, પારદર્શક અને સરળ છે, તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ વડોદરાના સેન્સસ ઓફિસરશ્રી શમિક એસ. જોષીએ પુરૂ પાડ્યું છે.

વાત જાણે એમ છે કે, વડોદરાની કુકડ વસાહતમાં રહેતા અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા ૨૧ વર્ષીય રિતેશ રાઠવા લકવાગ્રસ્ત છે અને ડાબી બાજુના મગજમાં સોજાના કારણે હાલ માણેજા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘરના અન્ય સભ્યો પણ ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હોય આ ગરીબ પરિવારના યુવકની ખર્ચાળ અને મોંઘી સારવાર તેમને પોષાય તેમ ન હતી. પરંતુ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગરીબોના ખિસ્સા પર બોજ ન પડે અને ખાનગી હોસ્પિટલમાં પણ જરૂરિયાતમંદ તેમજ ગરીબોની સારવાર ફ્રીમાં થાય તે માટે આયુષ્યમાન કાર્ડ થકી સરકારશ્રીએ આરોગ્ય સુરક્ષા કવચ આપ્યું છે. ગરીબલક્ષી આ યોજના અંતર્ગત દર્દીના પિતા પાસે આયુષ્યમાન કાર્ડ તો હતું, પરંતુ આધાર ડેટામાં દર્દીનું બાયોમેટ્રિક અપડેટ ન હોવાથી તેમનું આયુષ્યમાન કાર્ડ કાઢવામાં સમસ્યા આવી રહી હતી.

વડોદરા શહેર અને જિલ્લાની પ્રજાની સુખાકારી અને સુવિધામાં સતત વધારો થાય તેવા ઉદ્દેશ્યથી મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાના માર્ગદર્શનમાં કામ કરતા વહીવટી તંત્રના સેન્સસ ઓફિસરશ્રી શમિક એસ. જોષીને જાણ થતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક હોસ્પિટલ જવા રવાના થયા હતા. હોસ્પિટલના આઈ. સી. યુ.માં જઈને તેમણે દર્દીનું બાયોમેટ્રિક અપડેટ કર્યું હતું અને જનહિતલક્ષી વહીવટી તંત્રનું આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આધારમાં બાયોમેટ્રિક અપડેટ થતા વિલંબ અને કોઈ પણ સમસ્યા વગર રિતેશ રાઠવાનું આયુષ્યમાન કાર્ડ નીકળી જતા આ ગરીબ પરિવાર પર જાણે કે આભ તૂટતા બચી ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો.

સામાન્ય રીતે પ્રજામાં એવી માન્યતા હોય છે કે, સરકારી કામ માટે કચેરીઓના ધક્કા ખાવા પડે છે. પરંતુ, આ ભ્રમને તૂટતા કુકડ વસાહતના રાઠવા પરિવારે નરી આંખે જોયો છે. પ્રજા અને તેની સુખાકારીને કેન્દ્રમાં રાખતી સરકારશ્રીના કાર્યમંત્રને નકશેકદમ પર સરકારી તંત્ર ચાલી રહ્યું છે. અને તેના
ઉદાહરણો પણ છાશવારે સમાચારના કેન્દ્રમાં હોય છે. સરકારી અધિકારી તમે હોય ત્યાં આવીને તમારા માટે કામ કરે એ જોઈને ગદગદિત થયેલો રાઠવા પરિવાર હર્ષાશ્રુથી સરકારશ્રી અને શ્રી શમિક જોષીનો આભાર વ્યક્ત કરતા રોકી ના શક્યો.

રાઠવા પરિવારનું અતિઅગત્યનું કામ સુપેરે પાર પાડી શ્રી જોષીએ વડોદરાવાસીઓને પોતાનો આધાર ડેટા બાયોમેટ્રિક સહિત સમયસર અપડેટ કરાવવા તાકીદ કરી હતી. તેમણે લોકોને નજીકની વોર્ડ ઓફિસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ભારત-અમેરિકા વેપાર કરાર: ખેડૂતો સાથે વિશ્વાસઘાત? રાહુલ ગાંધીનો સવાલ
new delhi
February 16, 2026

ભારત-અમેરિકા વેપાર કરાર: ખેડૂતો સાથે વિશ્વાસઘાત? રાહુલ ગાંધીનો સવાલ

રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા વેપાર કરારને ખેડૂતો સાથે વિશ્વાસઘાત ગણાવ્યો છે. શું આ ડીલથી કૃષિ ક્ષેત્ર ખતરામાં છે? જાણો સંપૂર્ણ વિશ્લેષણ અને મુખ્ય વિગતો અહીં.
 

દેશવ્યાપી હડતાળ અસર: ગુજરાતમાં સામાન્ય જીવન ચાલુ
ahmedabad
February 12, 2026

દેશવ્યાપી હડતાળ અસર: ગુજરાતમાં સામાન્ય જીવન ચાલુ

દેશવ્યાપી હડતાળ અસર ગુજરાતમાં મર્યાદિત, વેપાર-ધંધા સામાન્ય રહ્યા. જાણો તમારા બિઝનેસ પર શું અસર થઈ. 7 મુખ્ય ક્ષેત્રોનું વિશ્લેષણ વાંચો.

ભાજપના નવા બોસ Nitin Nabin ને મળી 'Z' કેટેગરીની સુરક્ષા, CRPF ના કમાન્ડો હવે 24 કલાક રહેશે સાથે!
new delhi
January 20, 2026

ભાજપના નવા બોસ Nitin Nabin ને મળી 'Z' કેટેગરીની સુરક્ષા, CRPF ના કમાન્ડો હવે 24 કલાક રહેશે સાથે!

ભાજપના નવા અધ્યક્ષ Nitin Nabin ને Z-Category સુરક્ષા અપાઈ. CRPF ના કમાન્ડો હવે 24 કલાક રહેશે સાથે. જાણો આ હાઈ-પ્રોફાઈલ સુરક્ષાની સંપૂર્ણ વિગતો.
 

Braking News

Budget 2025 : બજેટ ભાષણ સાંભળવાની ચિંતા કરશો નહીં, જાણો ક્યાંથી મળશે સંપૂર્ણ માહિતી
Budget 2025 : બજેટ ભાષણ સાંભળવાની ચિંતા કરશો નહીં, જાણો ક્યાંથી મળશે સંપૂર્ણ માહિતી
February 01, 2025

સંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થયું, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા. પોતાના સંબોધનમાં તેમણે દેશની આર્થિક પ્રગતિ અને સરકારની વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. હવે સમગ્ર દેશની નજર 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પર ટકેલી છે, જે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express