કુસ્તીબાજોને આપેલા તમામ આશ્વાસનો સરકાર પૂરા કરશેઃ અનુરાગ ઠાકુર
15 જૂન સુધીમાં આઉટગોઇંગ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાર્જશીટ દાખલ કરવાની વિરોધી કુસ્તીબાજોની માંગ સાથે સંમત થયાના એક દિવસ પછી, અનુરાગ ઠાકુરે ગુરુવારે જણાવ્યુ હતું કે કુસ્તીબાજોને આપવામાં આવેલી દરેક ખાતરી સરકાર પૂરી કરશે.
જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા બ્રિજ ભૂષણની સામે સતત વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે છ કલાક ચાલેલી બેઠકમાં FIR પર 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની તેમજ 30 જૂન સુધીમાં WFI ચૂંટણી યોજવાની માંગણી કરી હતી. વિરોધ કરી રહેલા કુસ્તીબાજો ત્યાં સુધી તેઓ પ્રદર્શનને મોકૂફ રાખવા માટે સંમત થયા હતા.
15 જૂન સુધીમાં આઉટગોઇંગ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાર્જશીટ દાખલ કરવાની વિરોધી કુસ્તીબાજોની માંગ સાથે સંમત થયાના એક દિવસ પછી, અનુરાગ ઠાકુરે ગુરુવારે જણાવ્યુ હતું કે કુસ્તીબાજોને આપવામાં આવેલી દરેક ખાતરી સરકાર પૂરી કરશે.
જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા બ્રિજ ભૂષણ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ રમતગમત મંત્રી સાથે છ કલાક ચાલેલી આ બેઠકમાં FIR પર 15 જૂન 2023 સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની અને 30 જૂન સુધીમાં WFI ચૂંટણી યોજવાની માંગ કરી હતી. ત્યાં સુધી તેઓ પ્રદર્શનને મોકૂફ રાખવા માટે સંમત થયા હતા.
કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે મિશન ઓલિમ્પિક સેલ (MOC) ની 100મી બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે “સરકારે ખેલાડીઓને જે પણ ખાતરી આપી છે તે અમે પૂર્ણ કરીશું. 15 જૂન સુધીમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે. ત્યાર બાદ જે પણ નિર્ણય લેવાનો હશે તે કોર્ટ લેશે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણની ધરપકડના સવાલ પર તેમણે કહ્યું કે, કાયદાકીય પ્રક્રિયાને સંપૂર્ણપણે અનુસરવામાં આવશે. બ્રિજ ભૂષણ પર ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટ જે પણ નિર્ણય આપશે તે મુજબ કાર્યવાહી કરાશે. એડ-હોક કમિટી કુસ્તીની કામગીરી જોઈ રહી છે. તેને 30 જૂન પહેલા પસંદગીની અજમાયશ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. કારણ કે અમારે 15 જુલાઈની અંતિમ તારીખ સુધીમાં ટીમનું નામ મોકલવાનું છે.
"ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધાં, જેમાં એરસ્પેસ અને બંદરો બંધ કરવાની તૈયારી છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? વાંચો આ વિગતવાર સમાચાર."
"RBIએ બેંકોને એટીએમમાં રૂ. 100 અને રૂ. 200ની નોટ્સની ઉપલબ્ધતા વધારવાનો આદેશ આપ્યો. 2025થી એટીએમ ઉપાડ ચાર્જમાં પણ ફેરફાર. નવી નીતિની સંપૂર્ણ વિગતો જાણો."
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 નક્સલીઓએ CRPF અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાંથી ૧૪ પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.