સ્પેશિયલ ઓલમ્પિક્સ ગુજરાત દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન
સ્પેશિયલ ઓલમ્પિકસ ગુજરાત દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધામાં ૧૬ થી ૨૧ વર્ષના મનો દિવ્યાંગ ભાઈઓ બહેનો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
સ્પેશિયલ ઓલમ્પિકસ ગુજરાત દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધા નું આયોજન આણંદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬ થી ૨૧ વર્ષના મનો દિવ્યાંગ ભાઈઓ બહેનો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આણંદ ખાતે ગુરુકૃપા સ્પેશિયલ સ્કૂલ અને CVM યુનિવર્સિટી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે CVM યુનિવર્સિટીના જોઈન્ટ સેક્રેટરી શ્રી મેહુલભાઈ પટેલ અને સુનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સેન્ટ્રલ સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન ડૉ. કિરણ પટેલ સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓની સાથે રહ્યા હતા. ગ્રાઉન્ડ એરેન્જમેન્ટ ની જવાબદારી કૃણાલ શાહ દ્વારા નિભાવવામાં આવી હતી. આ સ્પર્ધામાં મનો દિવ્યાંગ ખેલાડીઓની બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં કુલ 5-5 સ્કીન નો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. સ્કીલ ટેસ્ટના આધારે ખેલાડીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ ત્રણ ક્રમે રહેલા ભાઈઓ અને બહેનો હવે પછી નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ બર્લિન 2023 માં ગુજરાત અને દેશનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતી દેશનું મન વધારનાર પ્રેમ લાડ અને અક્ષર પ્રજાપતિનું મેહુલભાઈ પટેલ ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્પેશિયલ બાળકો માટે સીવીએમ ના દરવાજા હર હંમેશાં ખુલ્લા છે સીવીએમ અને સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત વચ્ચે એક એમઓયુ કરવામાં આવશે જેના થકી આ મનો દિવ્યાંગ બાળકોને રમત ગમતના સાધનો, મેદાનો, કોચીસ વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવશે. જેથી કરીને આ બાળકો સારી રીતે રમત રમી શકે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરે.
સમગ્ર સ્પર્ધાનું સંચાલન જીગ્નેશભાઈ ઠક્કર (ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજર) આણંદ દ્વારા કરવામાં આવ્યું હતું તેમની મદદ માટે ડૉક્ટર ભરતભાઈ પટેલ ( સ્પોર્ટ્સ ડાયરેક્ટર સ્પેશિયલ ઓલમ્પિક આણંદ) અને તેમની ટીમ ની સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સફળ સંચાલનમાં મદદરૂપ થયા હતા.
સ્પર્ધાની અંતે ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર અશ્વિનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. અશ્વિન ઉપરાંત પીઆર શ્રીજેશને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
"વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં શિફ્ટ થવા માંગે છે? તેમના પરિવારની સાદગી અને બાળકોને ગ્લેમરથી દૂર રાખવાની ઇચ્છાની ચર્ચા કરો."