ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે એક વિશેષ વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી
GTUની સ્થાપના 2007 માં કરવામાં આવી છે. સદભાગ્યે આ યુનિવર્સિટીને વિદ્વાન કુલપતિઓ, શ્રેષ્ઠ પ્રાધ્યાપકો અને ઉત્તમ વહીવટકારો મળતા રહ્યા હોવાને કારણે સિધ્ધીનાં એક પછી એક છોગા યુનિવર્સિટીના મુગટમાં નિયમિત રીતે ઉમેરતા જાય છે.
અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપના 2007 માં કરવામાં આવી છે. સદભાગ્યે આ યુનિવર્સિટીને વિદ્વાન કુલપતિઓ, શ્રેષ્ઠ પ્રાધ્યાપકો અને ઉત્તમ વહીવટકારો મળતા રહ્યા હોવાને કારણે સિધ્ધીનાં એક પછી એક છોગા યુનિવર્સિટીના મુગટમાં
નિયમિત રીતે ઉમેરતા જાય છે. તાજેતરમાં જ આવી એક ગૌરવવંતી સિદ્ધિ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને પ્રાપ્ત થઈ છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા ચલાવાતા કોમ્પ્યુટર એન્જિનિયરીંગ ઈન સાઇબર સિક્યોરીટીનાં 2 વર્ષનાં અનુસ્નાતક અભ્યાસક્રમને નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટીએશન તરફથી એક્રેડિટેડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ રીતે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષને શ્રેષ્ઠ ગુણવત્તા માટે રાષ્ટ્રીય કક્ષાએથી માન્યતા પ્રાપ્ત થઈ છે. ગૌરવવંતી વાત તો એ છે કે જે માન્યતા મળી છે તેમાં વોશિંગ્ટન એકોર્ડ અંતર્ગત જે ફ્રેમવર્ક નિયત કરવામાં આવ્યું છે તે અનુસાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને આ માન્યતા આપવામાં આવી છે.
આ કારણે વોશિંગ્ટન એકોર્ડના સભ્ય થયેલા વિશ્વના 15 જેટલા રાષ્ટ્રોમાં આ યુનિવર્સિટીના સદરહુ કોર્ષના વિદ્યાર્થીઓને વિશેષ આદરથી સ્વીકારવામાં આવશે અને તેમની નોકરીની તકો વિશેષ ઊજળી બનશે. નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટીએશન દ્વારા કોઈ પણ શૈક્ષણીક સંસ્થાને એક્રેડિટેડ જાહેર કરવા માટેના માપદંડ અત્યંત આકરા રાખવામાં આવે છે. જેમાં (1) છેલ્લા ત્રણ વર્ષનું પરફોર્મન્સ (2) અભ્યાસક્રમની ગુણવત્તા અને શિખવવાની પદ્ધતી (3) પ્રાધ્યાપકોનો અભ્યાસ અને અનુભવ (4) લેબોરેટરી અને સંશોધનની સગવડો તથા (5) ગુણવત્તાનો સતત વિકાસ, સાતત્યપૂર્ણ અભિવ્યક્તિ અને અભ્યાસક્રમની કાયમી સક્રિયતાનો સમાવેશ થાય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નૉલૉજી વિભાગે આ તમામ આકરા માપદંડોમાંથી પસાર થઈને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ યુનિવર્સિટી માટે અત્યંત ગૌરવપ્રદ ઘટના છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. રાજુલ કે. ગજ્જર અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરએ આ સિદ્ધિ માટે ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નૉલૉજી વિભાગનાં વડા ડૉ. એસ. ડી. પંચાલને અભિનંદન પાઠવ્યા છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."