Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાત યુનિવર્સિટી 74મો દીક્ષાંત સમારોહ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંબોધન

ગુજરાત યુનિવર્સિટી 74મો દીક્ષાંત સમારોહ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંબોધન

ગુજરાત યુનિવર્સિટીનો 74મો દીક્ષાંત સમારોહ – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પરિશ્રમ અને પ્રાકૃતિક ખેતી પર પ્રેરણાદાયી સંબોધન, 40,245 વિદ્યાર્થીઓને પદવી.

Ahmedabad January 05, 2026
ગુજરાત યુનિવર્સિટી 74મો દીક્ષાંત સમારોહ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંબોધન

ગુજરાત યુનિવર્સિટી 74મો દીક્ષાંત સમારોહ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંબોધન

ગુજરાત યુનિવર્સિટીના ૭૪મા પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સફળતાનો કોઈ 'શોર્ટકટ' નથી, પરિશ્રમ જ એકમાત્ર રસ્તો છે. તેમણે સ્વામી વિવેકાનંદના 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'ના સૂત્રને યાદ અપાવીને કહ્યું કે, આળસ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. બુદ્ધિપૂર્વક અને ખંતથી કરવામાં આવેલો પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ જતો નથી.

કુલાધિપતિ-રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં ૪૦,૨૪૫ વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારા ખાસ તૈયાર કરાયેલ 'કોફી ટેબલ બુક'નું વિમોચન કરવામાં આવ્યું અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બે સ્ટાર્ટઅપ અને એક ખેલાડીને 'ગૌરવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરતા રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પદવીદાન સમારોહ એ માત્ર પદવી મેળવવાનો દિવસ નથી, પરંતુ ગુરુ, શિષ્ય અને વાલીના ત્રિવેણી સંગમનો પવિત્ર ઉત્સવ છે. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યો 'માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ'ને જીવનમાં આત્મસાત કરવા આહ્વાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, જે માતા-પિતા પોતે અભાવો વેઠીને પણ સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવે છે, તેમના પ્રત્યે આદર અને સમર્પણનો ભાવ એ જ સાચી દીક્ષા છે.

રાજ્યપાલશ્રીએ ગુજરાતની ભૂમિની વિશેષતા વર્ણવતા કહ્યું હતું કે, આ ધરતીએ હંમેશાં રાષ્ટ્રની ઉન્નતિમાં યોગદાન આપનાર મહાન પ્રતિભાઓ આપી છે. સ્વામી દયાનંદ સરસ્વતી, નરસિંહ મહેતા, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી વિભૂતિઓએ આ ધરતી પરથી દેશનું નેતૃત્વ કર્યું છે. આજે એ જ પરંપરાને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગળ ધપાવી રહ્યા છે, જેમણે દેશને આશા અને પ્રગતિના નવા શિખરો પર પહોંચાડ્યો છે. યુવાનો નસીબદાર છે કે તેઓ એવા સમયમાં કાર્યક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે, જ્યાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચંદ્રયાન અને ગગનયાન જેવા મિશન ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને મક્કમ નિર્ધારનું પરિણામ છે, જેમાંથી યુવાનોએ પ્રેરણા લેવી જોઈએ.
વર્તમાન સમયની સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી આચાર્ય દેવવ્રતજીએ યુવા પેઢીને ચેતવતા કહ્યું હતું કે, રાસાયણિક ખેતી અને જંક ફૂડને કારણે ગંભીર બીમારીઓ વધી રહી છે. ૨૦-૨૦ વર્ષના યુવાનોમાં હાર્ટ એટેક અને કેન્સર જેવા રોગો જોવા મળે છે તે દેશ માટે ચિંતાનો વિષય છે. તેમણે વિદ્યાર્થીઓને શુદ્ધ આહાર અને 'પ્રાકૃતિક ખેતી'ના અભિયાનમાં જોડાઈને સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે જો યુવાનો સ્વસ્થ રહેશે, તો જ તેઓ રાષ્ટ્રના ઉત્થાનમાં લાંબા ગાળા સુધી યોગદાન આપી શકશે.

પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક અસરોનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજે દુનિયા આબોહવા પરિવર્તનના ભયાનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવા સમયે પદવી મેળવીને સમાજમાં જઈ રહેલા જવાબદાર યુવાનોની ફરજ છે કે તેઓ પર્યાવરણના રક્ષણ માટે સક્રિય બને. શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ સમાજની સમસ્યાઓના ઉકેલ લાવવાની શક્તિ છે. તેમણે વિદ્યાર્થીઓને માત્ર 'નોકરી શોધનારા' બનવાને બદલે 'નોકરી આપનારા' એટલે કે ઉદ્યોગસાહસિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

રાજ્યપાલશ્રીએ તમામ સુવર્ણચંદ્રક વિજેતાઓ અને પદવીધારક વિદ્યાર્થીઓને ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. દીક્ષાંત સમારોહમાં ઇસરોના ચેરમેન ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી જ્ઞાનનું એવું પવિત્ર ધામ છે જેણે દેશને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડો. વિક્રમ સારાભાઈ જેવાં દિગ્ગજ રત્નો આપ્યાં છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના 'મોહબ્બત કી દુકન'ની ટીકા કરી અને ભારતીય લોકશાહી પ્રત્યેના તેમના પ્રેમ પર સવાલ ઉઠાવ્યા
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના 'મોહબ્બત કી દુકન'ની ટીકા કરી અને ભારતીય લોકશાહી પ્રત્યેના તેમના પ્રેમ પર સવાલ ઉઠાવ્યા
June 08, 2023

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના 'મોહબ્બત કી દુકન' અને સંસદના નવા ઉદ્ઘાટનના તેમના બહિષ્કાર પર આકરા પ્રહારો કર્યા. તેણી વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે અને ભારતીય લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પડકારે છે. તેણીના નિવેદનોના ઊંડાણપૂર્વક વિશ્લેષણ માટે વાંચો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express