Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતની હસ્તકલા વિશ્વમાં બ્રાન્ડ, વિધાનસભામાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન

ગુજરાતની હસ્તકલા વિશ્વમાં બ્રાન્ડ, વિધાનસભામાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન

23થી 28 ફેબ્રુઆરી સુધી 10 સ્ટોલ્સ પર મહિલા કારીગરોના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન-વેચાણ. અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું: આ મહિલાઓનું પરિશ્રમ અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. મનિષાબેન વકીલને અભિનંદન.

Gandhinagar February 23, 2026
ગુજરાતની હસ્તકલા વિશ્વમાં બ્રાન્ડ, વિધાનસભામાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન

ગુજરાતની હસ્તકલા વિશ્વમાં બ્રાન્ડ, વિધાનસભામાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન

ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી મનિષાબેન વકીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની મહિલાઓએ પોતાના પુરુષાર્થ અને કૌશલ્ય થકી હસ્તકલા, ખાસ કરીને ભરતકામ જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. આજે ગુજરાતની આ પરંપરાગત કળા સમગ્ર વિશ્વ માટે એક પ્રતિષ્ઠિત 'બ્રાન્ડ' બની ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિધાનસભાના પ્રાંગણમાં આ પ્રકારનું આયોજન એ રાજ્યની બહેનો માટે એક નવી આશાનો કિરણ છે.

અધ્યક્ષશ્રીએ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી મનીષાબેન વકીલને આ સુંદર પહેલ બદલ અભિનંદન પાઠવ્યા અને અનુરોધ કર્યો હતો કે, ધારાસભ્યોના માધ્યમથી આ કળાનો રાજ્યના ખૂણે-ખૂણે પ્રચાર થાય તે દિશામાં સઘન પ્રયાસો કરવામાં સૂચન કર્યું હતું.

અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ સ્ટોલ્સ માત્ર વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ મહિલા શક્તિના પરિશ્રમ અને સ્વાભિમાનનું પ્રતીક છે. આ પ્રદર્શનમાં પ્રદર્શિત દરેક વસ્તુમાં બહેનોની મહેનત અને આત્મનિર્ભર ભારતના સપનાની ઝાંખી જોવા મળે છે. આપનો નાનો સહયોગ તેમને નવી ઊર્જા પૂરી પાડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ.' દ્વારા આયોજિત આ પ્રદર્શન તા. ૨૩ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે. વિધાનસભાના પ્રાંગણમાં સવારે ૯:૩૦ થી સાંજે ૬:૩૦ કલાક દરમિયાન નાગરિકો આ સ્ટોલની મુલાકાત લઈ શકશે. વિધાનસભાના પ્રાંગણમાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોના કુલ ૧૦ પ્રદર્શન-સહ-વેચાણ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના સચિવ શ્રી ચેતન પંડ્યા, મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

300 પંચાયત સીટો ખાલી, વિકાસ અટવાયો, ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને લલકારી
ahmedabad
February 23, 2026

300 પંચાયત સીટો ખાલી, વિકાસ અટવાયો, ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને લલકારી

જૂનાગઢ-ભાવનગરમાં 300+ સરપંચ-વોર્ડ સભ્ય સીટો ખાલી – અનામત-ઉમેદવાર ન મળતા! AAP MLA ગોપાલ ઇટાલિયાએ કહ્યું: ગ્રામ વિકાસ ઠપ્પ, ગ્રાન્ટનો દુરુપયોગ. ભાજપની નીતિઓને કારણે ગામોમાં અન્યાય.

ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
ahmedabad
February 23, 2026

ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ

યુનિયન બજેટમાં ગુજરાત રેલવેને અન્ય રાજ્યો કરતા સૌથી વધુ ₹17,366 કરોડ. 2009-14ના ₹589 કરોડથી 29 ગણો ઉછાળો. પશ્ચિમ ફ્રેટ કોરિડોર, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રગતિ, 19 અમૃત સ્ટેશનો પૂર્ણ, વધુ વંદે ભારત-નમો ભારત. સુરક્ષા અને કનેક્ટિવિટીમાં નવી ગતિ.

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
ahmedabad
February 21, 2026

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગ ઘટનાઓ. 449 કેસમાં કાર્યવાહી, 408 ધરપકડ અને ₹48,700 દંડ વસૂલાત. RPFએ આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ સહિત મુખ્ય ટ્રેનોમાં વધુ ઘટનાઓ પર નિયંત્રણ મેળવ્યું – મુસાફરોને અનાવશ્યક પુલિંગ ન કરવાની અપીલ. વિગતો જુઓ.

Braking News

રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી
રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી
August 24, 2024

ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં ૮૦૦ મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ ૫૩૩૬૮ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં ૨૪૦૦ મેગાવોટનો વધારો થશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express