Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં અત્યાર સુધીમાં ગુજરાત ૭.૧૫ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે : વન મંત્રી મુળુભાઈ બેરા

Gandhinagar August 07, 2024
વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તા. ૫ જૂન નિમિતે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન આજે સાચા અર્થમાં ગુજરાત સહિત દેશના રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘જન અભિયાન’ પ્રસ્થાપિત થઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. ૬ ઓગસ્ટ ૨૦૨૪ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ ૭.૧૫ કરોડથી વધુ વૃક્ષારોપણ કરી રાજ્યમાં ગ્રીન કવરમાં વધારો કરવા નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જ્યારે વસ્તી-વિસ્તારના સાપેક્ષમાં ઉત્તરપ્રદેશ ૮.૮૮ કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.

આ સાથે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ આજ સુધીમાં દેશના ૩૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ ૨૯.૩૭ કરોડથી વધુ વૃક્ષો વાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ સ્થાપ્યો છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા ‘એક પેડ મા કે નામ’ અભિયાન વિશે વિગતો આપતા જણાવ્યું હતું.

વન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના પર્યાવરણલક્ષી ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ગુજરાતમાં સૌ પ્રથમ ગાંધીનગરથી પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સહભાગી થઈને ગુજરાતના મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાની કાળજી લઈ રહ્યા છે. આ જન અભિયાનના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે ઉત્તરપ્રદેશ બાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે છે પરંતુ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ઉત્તરપ્રદેશ  દેશમાં સૌથી વધુ અંદાજે ૧૯.૯૮ કરોડની વસ્તી ઉપરાંત ૨,૪૦,૯૨૮ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય છે.  જેની તુલનામાં ગુજરાત અંદાજે ૬ કરોડની વસ્તી તેમજ ૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તે જોતા ગુજરાત વૃક્ષારોપણમાં દેશમાં અગ્રેસર છે તેમ કહી શકાય. આ સિદ્ધિ સૌ પર્યાવરણ પ્રેમી ગુજરાતીઓને આભારી છે તેમ, જણાવી મંત્રીશ્રીએ આ અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા આહ્વાન કયું હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

રાહ જોવાનો અંત આવ્યો... ફવાદ-વાણીની 'અબીર ગુલાલ' આ દિવસે ભારતમાં રિલીઝ થઈ રહી છે
રાહ જોવાનો અંત આવ્યો... ફવાદ-વાણીની 'અબીર ગુલાલ' આ દિવસે ભારતમાં રિલીઝ થઈ રહી છે
September 12, 2025

ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ 'અબીર ગુલાલ' હવે ભારતમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. આજે એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ, આ ફિલ્મ વિશ્વભરમાં રિલીઝ થઈ ગઈ છે અને હવે દેશમાં રિલીઝ થયાના સમાચાર પછી, લોકોમાં ભારે ઉત્સાહ છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express