Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

Gandhinagar March 18, 2026
ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને યુવા સ્ટાર્ટ અપ્સના સ્કેલેબલ અને ઈફેક્ટિવ સોલ્યુશન્સથી વધુ સક્ષમ કરીને AI અને ઉભરતી ટેક્નોલોજી માટે ગ્લોબલ સેન્ટર બનાવવાની દિશામાં સ્ટાર્ટ અપ સંવાદનું ગાંધીનગરમાં મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ સ્ટાર્ટ અપ સંવાદમાં દેશના રાજ્યોના 24 જેટલા ઉચ્ચ સંભવિત સ્ટાર્ટ અપ્સ સાથે પ્રત્યક્ષ સંવાદ-વાતચિત કરીને તેમના અનુભવો અને ઈનોવેશન વિશે જાણવામાં ખુબ જ ઉત્સુકતા દર્શાવી હતી.

સ્ટાર્ટઅપ્સ સાથેના આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેના કારણે આજે ગુજરાત નાણાંકીય શિસ્ત સાથે નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવવામાં દેશમાં મોખરે છે. એટલું જ નહિ, ઈમર્જિગ સેક્ટર્સ એવા એ.આઈ., સેમિકંડક્ટર અને ગ્રીન ગ્રોથ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યો સિદ્ધ કરવા તરફ ગતિ કરી છે.

એગ્રીકલ્ચર સેક્ટરમાં એ.આઈ. ટેક્નોલોજીના વિવિધ ઉપયોગ અંગેના 5 સ્ટાર્ટઅપ, હેલ્થ સેક્ટરમાં 3 તેમજ શિક્ષણના વિવિધ આયામો પર એ.આઈ. આધારિત કામગીરી કરતા 6 અને ગવર્મેન્ટ અને ઈન્ડસ્ટ્રીઝ સેક્ટરના 10 જેટલા સ્ટાર્ટઅપએ પોતાની કામગીરી અને પ્રોડક્ટનું પ્રસ્તુતીકરણ આ સંવાદ  દરમિયાન મુખ્યમંત્રીશ્રી અને સૌ ઉપસ્થિતો સમક્ષ કર્યુ હતુ.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય સરકાર સાથે કામ કરવા માટે પ્રતિભાશાળી સ્ટાર્ટઅપ્સને પ્રાયોરિટી આપવાની સરકારની નેમ છે. જેથી નાવાચાર તથા નવા ઉદ્યમીઓને પ્રોત્સાહન મળે. AI ના ઉપયોગથી સરકારી કામકાજની ગતિ હજુ પણ વધારવી, કામમાં વધુ પારદર્શિતા લાવવી અને સરકારી યોજનાઓના લાભો ટેકનોલોજીના સહારે છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડવા તે જ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

નાગરિકોની સુખાકારીમાં તેમજ સરકારની કાર્યક્ષમતામાં વધારો કરતા દરેક સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવા માટે રાજ્ય સરકાર તત્પર છે, પરંતુ આ વિઝનને સાકાર કરવા માટે સૌનો પ્રયાસ અને દિશા એક હોવી ખૂબ જ જરૂરી છે. ટેકનોલોજી આધારિત વિકાસમાં 'ક્વોલિટી'  રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહેશે, તેવો તેમણે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાયેલા આ AI સંવાદ દરમિયાન સાયન્સ ટેક્નોલોજી વિભાગ અને સર્વમ AI તથા MIKO સ્ટાર્ટઅપ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. ઉપરાંત AI સેન્ટર ઓફ એક્સેલન્સ, ગુજરાતની પેમેન્ટ મોડાલીટીઝનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ એમ.ઓ.યુ. અન્વયે Sarvam.ai દ્વારા ગુજરાતમાં એક આધુનિક Sovereign AI પાર્ક ઉભું કરવામાં આવશે આ AI પાર્કમાં એ.આઈ. માટે જરૂરી હાઈ-એન્ડ કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિસર્ચ અને ઇનોવેશન માટે સેન્ટર્સ, યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ, સરકાર માટે AI આધારિત સોલ્યુશન્સ, નાગરિક સેવાઓમાં સુધારા માટે ટેક્નોલોજી જેવી બધી સુવિધાઓ એક જ કેમ્પસમાં વિકસાવવામાં આવશે.

રાજ્ય સરકાર અને સર્વમ એ.આઈ. વચ્ચેના આ એમ.ઓ.યુ.ને પરિણામે આગામી 5 વર્ષમાં મોટી સંખ્યામાં રોજગારની તકો ઊભી થશે તથા AI અને નવી ટેક્નોલોજીની મજબૂત ઈકોસિસ્ટમ ઉભી થશે આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનને પ્રોત્સાહન મળશે તેમજ સરકારી સેવાઓ વધુ સ્માર્ટ અને ઝડપી બનશે.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર જરૂરી પરવાનગીઓ અને ક્લિયરન્સ ઝડપી આપશે તેમજ રાજ્યની નીતિઓ મુજબ સહાય અને સપોર્ટ તથા સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે AI ઈનોવેશન ચેલેન્જ હેઠળ સ્ટાર્ટઅપ્સને નવીન AI સોલ્યુશન્સ વિકસાવવા અને ઝડપથી અમલમાં મૂકવા માટે સ્પષ્ટ તેમજ પારદર્શક ફાઇનાન્શિયલ સપોર્ટ મોડેલ જાહેર કર્યું છે. આ પહેલથી સ્ટાર્ટઅપ્સને Proof of Concept (PoC) વિકાસથી લઈને પ્રોડક્શન રોલઆઉટ સુધીના તમામ તબક્કામાં મજબૂત આર્થિક સહાય મળશે, જેથી રાજ્યમાં હાઈ-ઇમ્પેક્ટ AI આધારિત ઉકેલો ઝડપથી અમલી બની શકશે.

આ પહેલ અંતર્ગત PoC તબક્કા માટે સ્ટાર્ટઅપ્સને યુઝ કેસ અનુસાર સીધી નાણાકીય મદદ આપવામાં આવશે. મોડરેટ યુઝ કેસ માટે રૂ. 7.5 લાખ સુધી અને કોમ્પલેક્સ યુઝ કેસ માટે રૂ. 10 લાખ સુધીનું ફંડિંગ સ્ટેપ – બાય – સ્ટેપ આપવામાં આવશે. આ સ્કિમ અંતર્ગત સ્ટાર્ટઅપની પસંદ થયા બાદ 25% રકમ તરત જ આપવામાં આવશે, જ્યારે સફળ PoC પૂર્ણ થયા બાદ બાકીની 75% રકમ આપવામાં આવશે.

PoC સફળ થયા બાદ પસંદગી પામેલા પ્રોજેક્ટ્સને ફુલ-સ્કેલ ડિપ્લોયમેન્ટ માટે વધુ સપોર્ટ-સહાય મળશે. મોડરેટ પ્રોજેક્ટ માટે રૂ. 50 લાખ સુધી અને કોમ્પલેક્સ પ્રોજેક્ટ માટે રૂ. 1 કરોડ સુધીની સહાય ફુલ-સ્કેલ ડેપ્લોયમેન્ટ, ઇમ્પ્લિમેન્ટેશન, કસ્ટમાઇઝેશન, ફીચર એન્હાન્સમેન્ટ તેમજ હેન્ડહોલ્ડિંગ સપોર્ટ માટે અપાશે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ્સને 4 વર્ષ સુધી સપોર્ટ મળશે, જેમાં ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર  અને AI CoEના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ પણ મેળવી શકાશે.

આ ફાઇનાન્શિયલ સપોર્ટ મોડેલથી સ્ટાર્ટઅપ્સને ગુજરાત સરકાર સાથે સીધું કામ કરવાની તક મળશે. રાજ્યને પણ હાઈ-ઇમ્પેક્ટ AI સોલ્યુશન્સનું ઝડપી અમલીકરણ, સરકારી સેવાઓમાં વધુ કાર્યક્ષમતા તેમજ પારદર્શિતા, મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ગુજરાતને AI ઈનોવેશન હબ તરીકે સ્થાપિત કરવાના લાભો પ્રાપ્ત થશે. આ પહેલ રાજ્યના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નાગરિક-કેન્દ્રિત ગવર્નન્સને નવી ઊંચાઈઓ આપશે.

મુખ્યમંત્રીશ્રીએ યુવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપતા કહ્યુ કે, રાજ્યની વિકાસ પ્રાથમિકતાઓ અને સુશાસનની જરૂરીયાતો સમજવા સાથોસાથ તેને સુસંગત નવિન ટેક્નોલોજીથી સ્ટાર્ટ અપ સપોર્ટ માટે દેશ ભરના આવા સ્ટાર્ટ અપ્સને એક પ્લેટફોર્મ પર લાવવાનો હેતુ આ સંવાદથી પાર પડશે.

એટલુ જ નહિ, AI, ડ્રોન, હેલ્થ, એગ્રીકલ્ચર, સાયબર સિક્યોરિટી, સસ્ટેનેબિલિટી અને એન્ટરપ્રાઈઝ ટેક્નોલોજીમાં ઉભરતી તકોના મુલ્યાંકનથી રાજ્ય સરકારના વિભાગોમાં કાર્યક્ષમતા, પારદર્શીતા અને નાગરિક સેવાઓને વધુ સંગીન બનાવવામાં આ સંવાદ ઉપયુક્ત બનશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઈનોવેશન લેડ ગ્રોથના વિઝન સાથે ગુજરાતને નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીના વ્યાપક અમલ અને પરિણામ આધારીત પદ્ધતી માટે સજ્જ બનાવવાની નવી દિશા આ સ્ટાર્ટ અપ સંવાદથી ખુલી છે.

આ અવસરે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મમતા વર્મા, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રી પી. ભારતીએ ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને વિદ્યાર્થીઓથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી સરકાર દ્વારા અપાતી મદદ અને ફાયનાન્સિયલ સપોર્ટની વિસ્તૃત વિગતો આપી હતી.

આ સ્ટાર્ટઅપ સંવાદ વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવ શ્રી આર. સી. મિના, શ્રી રાજીવ ટોપનો, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારથી,  મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અજય કુમાર, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. અતુલ ગોર તેમજ ડાયરેક્ટર આઈ.ટી. શ્રીમતી કવિતાબહેન અને વિવિધ ક્ષેત્રના યુવા સ્ટાર્ટ અપ્સ ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

ગુજરાતમાં PM-RAHAT યોજનાનો સફળ પ્રારંભ: જાણો કેવી રીતે મળશે ₹1.50 લાખ સુધીની સહાય
mehsana
March 17, 2026

ગુજરાતમાં PM-RAHAT યોજનાનો સફળ પ્રારંભ: જાણો કેવી રીતે મળશે ₹1.50 લાખ સુધીની સહાય

મહેસાણામાં PM-RAHAT યોજના હેઠળ ગુજરાતનો પ્રથમ કેશલેસ ક્લેમ મંજૂર થયો છે. અકસ્માત પીડિત યુવાનને ₹47,300ની નિઃશુલ્ક સારવાર મળી. જાણો આ યોજનાના ફાયદા અને પ્રોસેસ.

Braking News

ઋષભ પંતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો, ઈજાગ્રસ્ત હોવા છતાં પણ રોહિતનો રેકોર્ડ તોડ્યો
ઋષભ પંતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો, ઈજાગ્રસ્ત હોવા છતાં પણ રોહિતનો રેકોર્ડ તોડ્યો
July 24, 2025

ઘાયલ થયા પછી પણ ઋષભ પંતે ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં સારી બેટિંગ કરી છે. તેણે 54 રન બનાવ્યા છે, જેમાં તેણે અડધી સદી ફટકારી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express