ગુજરાત કામદાર આંદોલન: ચૈતર વસાવા ધરણા બીજા દિવસે ચાલુ
AAP ધારાસભ્ય ચૈતર વસાવા 24 કલાકથી ઝઘડિયા GIDCમાં ધરણા પર – કામદારોને PF, ગ્રેજ્યુઇટી અને કાયમી કરવાની માંગ, અનિશ્ચિતકાળ આંદોલનની ચેતવણી.
અમદાવાદ/ભરૂચ/નર્મદા/વડોદરા/ગુજરાત : ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે કામદારોના હક્ક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે 24 કલાકથી ધરણા પર બેઠા છે. આજે ધરણા પ્રદર્શનના બીજા દિવસે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા 24 કલાકથી ધરણા પર બેઠા છીએ. અહીંયા કર્મચારીઓની જે માંગણીઓ છે એને અમે સમર્થન આપી રહ્યા છીએ. હાલ આ મુદ્દે અનેક આગેવાનો પણ અમારી સાથે ઉપસ્થિત છે અને તમામનું સમર્થન છે. અમારી માંગણીઓ ખૂબ જ સરળ છે, કે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ ડીસ્પ્યુટ એક્ટ 1947 હોય, ફેક્ટરી એક્ટ 1948 હોય, એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ 1948 હોય, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ 1952 હોય કે પેમેન્ટ ગ્રેજ્યુઇટી એક્ટ 1972 હોય, આ તમામ એક્ટ અંતર્ગત આ કામદારોને લાભ આપવામાં આવ્યો નથી મતલબ કે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, 2011થી કામ કરવાવાળા લોકોને પેમેન્ટ સ્લીપ આપવામાં નથી આવતી, પીએફ આપવામાં નથી આવતું, મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતો, ઓવર ટાઈમના બે ગણા પૈસા આપવા નથી આવતા, આવી અનેક પ્રકારની જે સુવિધાઓ મળવી જોઈએ, પરંતુ કામદારોને આ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી. ત્યારે કંપની પાસે અમારી માંગણી છે કે જે પણ લોકોએ ત્રણ વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે, એ તમામ લોકોને કંપનીના કાયમી એમ્પ્લોય તરીકે લેવામાં આવે. તેમને ગ્રેજ્યુઇટી આપવામાં આવે, ઇન્ક્રીમેન્ટ આપવા આપવામાં આવે, આ અમારી પ્રમુખ માંગણીઓ છે. જો આ કંપની અમારી આ માંગણીઓ નહીં સ્વીકારે તો અનિશ્ચિતકાળ સુધી અમારો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આગળ ચાલુ રહેશે.
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.