ગુજરાતની સંશોધક ભાવિષા વ્યાસે અંગ્રેજી ઉચ્ચારણ સુધારવા માટે નવી પદ્ધતિ વિકસાવી
ભાવિષા વ્યાસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી ભાષાના પીએચ.ડી. સંશોધક દ્વારા અતિ તકનિકી વિષય “Devising a Model for Teaching International Intelligibility to the UG Students of ESL in Gujarat” પર સફળ સંશોધન પૂર્ણ કરવામાં આવ્યું છે.
રાજકોટ: ભાવિષા વ્યાસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી ભાષાના પીએચ.ડી. સંશોધક દ્વારા અતિ તકનિકી વિષય “Devising a Model for Teaching International Intelligibility to the UG Students of ESL in Gujarat” પર સફળ સંશોધન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સંશોધન કાર્ય તેઓ દ્રારા અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર અને પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. જયદિપસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પૂરું કરવામાં આવ્યું હતું.
વિષય તરીકે "Phonetics" પસંદ કરવું અને તેના પર સંશોધન કરવું એ પોતે જ ગુજરાતમાં દુર્લભ વાત છે. સંશોધનમાં છ શહેરોના UG વિદ્યાર્થીઓના 216 ઑડિયો નમૂનાઓ લેવામાં આવ્યા અને દરેક નમૂનાનો નગ્ન કાને ઓછામાં ઓછું 10 વખત ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો.
વિશ્લેષણ દરમિયાન અંગ્રેજી ભાષાના short vowels, long vowels, diphthongs, અને consonant sounds જેવા અવાજોના ઉચ્ચારણમાં જડપથી લઈ ભાવમાં ભિન્નતાઓ જોવા મળી. ખાસ કરીને "શ" અને "સ", "જ", "zh", અને "ઝ" જેવા અવાજોના ઉચ્ચારણ અને ઉત્પાદનમાં વિદ્યાર્થીઓની ભૂલો અને તફાવતો નોંધાયા હતા..
સંશોધનના અંતે AI આધારિત ICT મોડેલ બનાવવામાં આવ્યો છે, જેમાં Game-based pronunciation correction toolsનો સમાવેશ થાય છે. આ મોડેલ આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય સંશોધકો જેમ કે Jennifer Jenkins, Derwing-Munro, Kachru અને Balasubramanium ના અભ્યાસ પર આધારિત છે.
આ સંશોધનથી ગુજરાતમાં ESL (English as Second Language) શિક્ષણ માટે એક નવી દિશા પ્રાપ્ત થશે અને ભવિષ્યમાં શિક્ષણપદ્ધતિઓમાં વ્યાપક સુધારો શક્ય બનશે.
આ પ્રકારના યુનિક સંશોધન દ્વારા અંગ્રેજી ભાષાની ગતિ પ્રગતિ સહજ બને તે માટે સંશોધક ડો. ભાવિષા વ્યાસ અને તેના ગાઇડ પ્રો. જયદિપસિંહ ડોડીયાના પ્રયત્નોને શિક્ષણ જગતમાં સારો એવો આવકાર મળ્યો છે.
"અમેઠીમાં લગ્ન સરઘસ દરમિયાન છત તૂટવાની દુ:ખદ ઘટનામાં 5 વર્ષની બાળકીનું મોત અને 35 લોકો ઘાયલ. વાયરલ વીડિયો, ઘાયલોની આપવીતી અને તાજેતરના સમાચાર સાથે સંપૂર્ણ વિગતો મેળવો."
"અમદાવાદમાં આગની ઘટનાઓ: પ્રહલાદનગર, ચંડોળા અને GIDCમાં ભયાનક આગ લાગવાના તાજા સમાચાર. જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ, ઈજાઓ અને ફાયર બ્રિગેડની કામગીરી વિશે જાણો."
"અમરેલીના ધારી મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું! SOGની તપાસમાં મોબાઇલમાંથી પાકિસ્તાન-અફઘાન ગ્રુપ મળ્યા. SP સંજય ખરાતની દેખરેખમાં ચાલતી તપાસની તાજી અપડેટ્સ મેળવો."