Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડે તમામ બજાર ચક્રોને આઉટપર્ફોર્મ કર્યા

એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડે તમામ બજાર ચક્રોને આઉટપર્ફોર્મ કર્યા

લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ડાયનેમિક ઇક્વિટી સ્કીમ એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડે (“the Fund”) વિવિધ બજાર ચક્રોમાં રોકાણકારો માટે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કર્યું છે. 

Mumbai May 07, 2025
એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડે તમામ બજાર ચક્રોને આઉટપર્ફોર્મ કર્યા

એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડે તમામ બજાર ચક્રોને આઉટપર્ફોર્મ કર્યા

લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ડાયનેમિક ઇક્વિટી સ્કીમ એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડે (“the Fund”) વિવિધ બજાર ચક્રોમાં રોકાણકારો માટે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કર્યું છે. 1 જાન્યુઆરી, 1995થી શરૂઆત થઈ ત્યારથી ફંડે લાંબા ગાળે સંપત્તિ સર્જનની તેની ક્ષમતા દર્શાવી છે અને 18.82 ટકાના કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) આપ્યું છે (31 માર્ચ, 2025ના રોજ). શરૂઆતમાં કરેલું રૂ. 1,00,000નું રોકાણ વધીને લગભગ રૂ. 1.84 કરોડ થયું છે જેણે બેન્ચમાર્ક નિફ્ટી 500 ટીઆરઆઈના રૂ. 1.51 કરોડના રોકાણને પણ વટાવી દીધું છે. આ ઉપરાંત, શરૂઆતથી જ દર મહિનાના કામકાજના પહેલા દિવસે માસિક રૂ. 10,000ની એસઆઈપી (કુલ રોકાણ રૂ. 36.20 લાખ) 31 માર્ચ, 2025ના રોજ વધીને લગભગ રૂ. 20.24 કરોડની થઈ છે.

છેલ્લા ત્રણ દાયકામાં ફંડે વિવિધ બજાર ચક્રોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે અને મજબૂત ફંડામેન્ટલ્સ તથા લાંબા ગાળે સંપત્તિની સંભાવના સાથેની ગુણવત્તાસભર કંપનીઓ પર ધ્ચાન આપીને તેની મજબૂત રોકાણ ફિલોસોફી દર્શાવી છે. સારી ગુણવત્તા ધરાવતા વ્યવસાયો, મૂલ્યાંકન અંગેની શિસ્તતા તથા વ્યૂહાત્મક લાંબા ગાળાની પોઝિશનિંગ પર ફંડ દ્વારા મૂકવામાં આવેલા ભારના લીધે તે રોકાણકારોમાં વિશ્વસનીય પસંદગી બની રહ્યું છે.

ફંડની રોકાણ વ્યૂહરચના વાજબી મૂલ્યાંકનો પર ગુણવત્તાસભર કંપનીઓ પર ધ્યાન સાથે બોટમ અપ અપ્રોચથી શેરની પસંદગી સુધીની છે. મૂળ વિચાર એવી મજબૂત કંપનીઓ પસંદ કરવાનો છે જે મધ્યમથી લાંબા ગાળા માટે વૃદ્ધિના ચાલકબળો ધરાવતી હોય. ઉદ્યોગ અને બજાર ચક્રના કાળજીપૂર્વકના મૂલ્યાંકન અને તે સેક્ટરની કંપનીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રિસ્ક-એડજસ્ટેડ સ્થિતિને પોર્ટફોલિયોમાં લેવામાં આવે છે.

એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ ચાર મહત્વના પાયા પર કેન્દ્રિત સ્ટ્રક્ચર્ડ રિસ્ક મેનેજમેન્ટ અભિગમ અપનાવે છે. નિયમનકારી અને આંતરિક જોખમ પરિમાણોના અનુપાલનથી મેન્ડેટ્સ સાથે મેળ સાધવામાં મદદ મળે છે જે વાસ્તવિક સમયે ચકાસણી અને સતત નિરીક્ષણ દ્વારા સમર્થિત છે. ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ એમ બંને પ્રકારના પાસાં પર ભાર મૂકતી ઇન-હાઉસ ટીમ દ્વારા સમર્થિત સંશોધન આધારિત રોકાણ પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોર્ટફોલિયો બનાવતી વખતે પોઝિશન સાઇઝિંગની વ્યૂહાત્મક રીતે આકારણી કરાય છે તથા ઉદ્યોગ ચક્રો અને કંપનીની સ્થિતિને ધ્યાનમાં લેવાય છે. વિવિધ સેક્ટર્સ અને થીમ્સમાં ડાયવર્સિફિકેશન અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં ફ્લેક્સિબિલિટી સ્થિતિસ્થાપક અને યોગ્ય રીતે રોકાણો મેનેજ કરવાની ફંડની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

મહાકુંભ: મુખ્યમંત્રી યોગીએ વસંત પંચમી પર 'શૂન્ય ભૂલ' વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી
મહાકુંભ: મુખ્યમંત્રી યોગીએ વસંત પંચમી પર 'શૂન્ય ભૂલ' વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી
February 01, 2025

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં વસંત પંચમી પર અમૃત સ્નાન પર્વ માટે 'શૂન્ય ભૂલ' વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express