HFCL માર્જિન એક્રેટિવ પ્રોડક્ટ્સ અને આંતરરાષ્ટ્રીય બિઝનેસમાંથી વધેલી આવકના આધારે સતત વૃદ્ધિના માર્ગને જાળવી રાખે છે
નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવક રૂ. 995.19 કરોડ રહી જે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,051.02 કરોડ હતી, નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આંતરરાષ્ટ્રીય
વ્યાપારની આવક 156% વધી
ઉચ્ચ સ્તરના ટેલિકોમ સાધનો, ઓપ્ટિકલ ફાઈબર અને ઓપ્ટિકલ ફાઈબર કેબલના ઉત્પાદનમાં કામગીરી ધરાવતી અને ટેલિકોમ, સંરક્ષણ અને રેલવે ક્ષેત્ર માટે કોમ્યુનિકેશન નેટવર્ક સોલ્યુશન્સ ઓફર કરતી અગ્રણી ટેકનોલોજી એન્ટરપ્રાઈઝ એચએફસીએલ લિમિટેડે (‘HFCL’) 30મી જૂન, 2023ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે તેના અન- ઓડિટેડ નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે.
વિગતો | નાણાંકીય વર્ષ 2024નો પ્રથમ ત્રિમાસિક ગાળો (રૂ. કરોડમાં) |
નાણાંકીય વર્ષ 2023નો ચોથો ત્રિમાસિક ગાળો (રૂ. કરોડમાં) |
ત્રિમાસિક ધોરણે ફેરફાર % |
નાણાંકીય વર્ષ 2023નો પ્રથમ ત્રિમાસિક ગાળો (રૂ. કરોડમાં) |
વાર્ષિક ધોરણે ફેરફાર% |
આવક | 995.19 | 1432.98 | -30.55% | 1051.02 | -5.31% |
એબિટા | 159.62 | 168.17 | -5.08% | 129.76 | 23.01% |
એબિટા માર્જિન (%) | 16.04% | 11.74% | 430 બેસિસ પોઈન્ટ્સ |
12.35% | 369 બેસિસ પોઈન્ટ્સ |
ચોખ્ખો નફો | 75.56 | 78.68 | -3.97% | 53.10 | 42.30 % |
ચોખ્ખા નફાનું માર્જિન (%) |
7.59% | 5.49% | 210 બેસિસ પોઈન્ટ્સ |
5.05% | 254 બેસિસ પોઈન્ટ્સ |
સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીએ રૂ. 880.32 કરોડની ત્રિમાસિક આવક, રૂ. 108.55 કરોડની એબિટા,રૂ. 65.52 કરોડનો કરવેરા પૂર્વેનો નફો અને
રૂ. 48.75 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
કંપનીની કામગીરી પર ટિપ્પણી કરતા, એચએફસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર નાહટાએ જણાવ્યું હતું કે, “અસ્થિર વૈશ્વિક મેક્રો ઇકોનોમિક વાતાવરણ હોવા છતાં, ભારતીય ટેલિકોમ ઉદ્યોગમાં હજુ ઘણી સંભાવનાઓ જણાઈ રહી છે અને તે સમગ્ર વિશ્વમાં ટોચની 5G ઇકોસિસ્ટમમાંની એક તરીકે ઉભરી આવવાની અપેક્ષા છે. એચએફસીએલે તેની વ્યૂહાત્મક પહેલ સાથે માર્જિન એક્રેટિવ પ્રોડક્ટ્સ, પ્રોજેક્ટ્સમાંથી પ્રોડક્ટ્સમાં રેવન્યુ મિક્સમાં શિફ્ટ, બેકવર્ડ અને હોરિઝોન્ટલ ઈન્ટિગ્રેશન, ક્ષમતા વિસ્તરણ, સંશોધન અને વિકાસ, નવા ભૌગોલિક પ્રદેશોમાં પ્રવેશવા અને ગ્રાહક આધારને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેની વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન, અમે વાર્ષિક ધોરણે 156%ની વૃદ્ધિ સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારથી આવકમાં નોંધપાત્ર વધારો કરીને રૂ. 176.23 કરોડ કરી છે. પ્રોડક્ટ્સમાંથી વધેલી આવક પર ધ્યાન કેન્દ્રિત કરવાની એચએફસીએલની વ્યૂહરચના, તેની ક્ષમતાઓને વિસ્તૃત કરવા અને નવા ભૌગોલિક ક્ષેત્રોમાં પ્રવેશ કરવાના પરિણામે પ્રોડક્ટ રેવન્યુનો હિસ્સો નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને 67% થયો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 59% હતો. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં ખાનગી ગ્રાહકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.”
એચએફસીએલની વ્યૂહાત્મક ચાલની રૂપરેખા આપતા શ્રી નાહટાએ ઉમેર્યું હતું કે, “કંપનીએ સંરક્ષણ, ટેલિકોમ અને રેલવે ક્ષેત્રો માટે સ્વદેશી ટેક્નોલોજી વિકસાવવા માટે બે વર્ષના એમઓયુ માટે, ભારતની સૌથી મોટી સંરક્ષણ પીએસયુ ભારત ઈલેક્ટ્રોનિક લિમિટેડ સાથે નોંધપાત્ર ભાગીદારી કરી છે. અમે સમગ્ર વિશ્વમાં અમારા ગ્રાહકો તરફથી મજબૂત ફાઈબરની માંગ જોઈ રહ્યા હોવાથી, અમે અમારી ઓપ્ટિકલ ફાઈબર ઉત્પાદન ક્ષમતા વિસ્તરણ યોજનાને લગભગ 300% જેટલી કરીને વાર્ષિક 33.90 mn fkm સુધી વધારી છે. સૂચિત વિસ્તરણ અમારા માર્જિનને મજબૂત બનાવશે અને સપ્લાય ચેઇન સ્થિરતાને પણ સુનિશ્ચિત કરશે. કંપની 5G નેટવર્ક માટે સંખ્યાબંધ પ્રોડક્ટ્સ વિકસાવી રહી છે જે ચાલુ નાણાંકીય વર્ષમાં વ્યવસાયિક રીતે ઉપલબ્ધ થવાની ધારણા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ક્વાલકોમના સહયોગથી વિકસિત ઓપન સોર્સ Wi-Fi 7 એક્સેસ પોઈન્ટ્સ પણ ચાલુ નાણાંકીય વર્ષમાં ઉપલબ્ધ થશે.”
બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટર માટેના પરિણામો જાહેર કર્યાં છે. નાણાકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 46 ટકા વધીને રૂ. 9,219 કરોડ થયો છે.
૧૬ મેથી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ મુસાફરી મોંઘી થશે. હકીકતમાં, એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AERA) એ ૧૬ મે, ૨૦૨૫ થી ૩૧ માર્ચ, ૨૦૨૯ સુધીના સમયગાળા માટે UDF દરોમાં વધારાને મંજૂરી આપી છે.
હાલમાં પાકિસ્તાનનું શેરબજાર ખરાબ રીતે તૂટી ગયું છે. કરાચી શેરબજારમાં 6% થી વધુનો ઘટાડો થયો છે જેના કારણે ત્યાં વેપાર બંધ કરી દેવામાં આવ્યો છે.