Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • હેલોનિક્સ ટેક્નોલોજીસે ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કર્યો

હેલોનિક્સ ટેક્નોલોજીસે ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કર્યો

ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇલેક્ટ્રિકલ કંપનીઓમાંની એક હેલોનિક્સ ટેક્નોલોજીસે એ ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે અગ્રણી ટેક્નોલોજી દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

New delhi October 11, 2023
હેલોનિક્સ ટેક્નોલોજીસે ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કર્યો

હેલોનિક્સ ટેક્નોલોજીસે ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કર્યો

નવી દિલ્હી : ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇલેક્ટ્રિકલ કંપનીઓમાંની એક હેલોનિક્સ ટેક્નોલોજીસે એ ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે અગ્રણી ટેક્નોલોજી દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નામ સૂચવે છે તેમ, ઉપરનો ભાગ (ડોમ) અને નીચેનો ભાગ (સ્ટેમ) બંને અલગ-અલગ રંગોમાં ચમકે છે, જે ગ્રાહકોને 3 અલગ-અલગ સ્વિચ એનેબલ્ડ મોડ દ્વારા તેમના રૂમમાં લાઇટિંગ સાથે જાદુ પાથરવાના વિવિધ વિકલ્પો આપે છે.

10W ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ બે વેરિઅન્ટ ઓફર કરે છે, પ્રત્યેકમાં ત્રણ લાઇટિંગ મોડ્સ છે: પ્રથમ વેરિઅન્ટ વ્હાઇટ, વાર્મ અને મિક્સ્ડ લાઇટિંગ પ્રદાન કરે છે, જ્યારે બીજો વ્હાઇટ, બ્લ્યૂ અને મિક્સ્ડ લાઇટિંગ વિકલ્પો પ્રદાન કરે છે. પ્રથમ મોડમાં એક તેજસ્વી 10 વોટનો પ્રકાશ ટોચ (ડોમ) પર ઝળકે છે. આગલા મોડ પર જવા માટે સ્વીચને ટોગલ કરો જ્યાં સ્ટેમ બ્લ્યૂ/વોર્મ વ્હાઇટ ચમકે છે જેથી દિવાલ પર સુંદર રંગ મળે. વધુ એક વખત સ્વીચને ટોગલ કરો જે ઉપર એક બ્રાઇટ વ્હાઇટ પ્રકાશ અને તળિયે (સ્ટેમ) સૂધિંગ બ્લ્યૂ/વાર્મ યલો પ્રકાશ આપશે જે રૂમમાં વાતાવરણને અનોખો દેખાવ આપે છે.

તેની 360-ડિગ્રી રોશની સતત, સમાન લાઇટિંગ પ્રદાન કરે છે અને રૂમની લાઇટિંગમાં નવું પરિમાણ લાવે છે. વધુમાં, તેની અનુકૂળ ડિઝાઇનથી હાલના લાઇટ બલ્બ હોલ્ડર્સમાં સરળ ઇન્સ્ટોલેશન થઈ શકે છે. આ લોન્ચ વિશે બોલતા, હેલોનિક્સ ટેક્નોલોજીસના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ ઝુત્શીએ જણાવ્યુ હતું કે, “અમે હંમેશા હોમ લાઇટિંગ માટે નવીન અને અનન્ય સોલ્યુશન્સને પ્રાથમિકતા આપી છે.

‘અપ-ડાઉન ગ્લો’ એલઇડી બલ્બનું લોન્ચિંગ આ પ્રયાસમાં એક આગળનું પગલું છે, ખાસ કરીને આધુનિક સમયના ગ્રાહકો માટે જેઓ કિફાયતી લાઇટિંગ સોલ્યુશન્સ શોધી રહ્યા છે. અમારી સમર્પિત આરએન્ડડી અને ડિઝાઇન ટીમો શક્યતાઓને પુનઃવ્યાખ્યાયિત કરવા અને ભારતીય બજાર માટે કસ્ટમાઇઝ્ડ અત્યાધુનિક સોલ્યુશન્સ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.”

હેલોનિક્સ દ્વારા હાથ ધરવામાં આવેલ બજાર સંશોધન દર્શાવે છે કે ગ્રાહકો બહુપક્ષીય લાઇટિંગ સોલ્યુશન્સ શોધે છે: દૈનિક કાર્યો કરવા માટે આંખને તાણ ન પડે તેવું તેજ, ​​ટીવી જોતી વખતે/સંગીત સાંભળતી વખતે હળવો પ્રકાશ અને સોશિયલ સેટિંગ્સ માટે ડેકોર-વધારતી ક્ષમતાઓ. ‘અપ-ડાઉન ગ્લો’ એલઇડી બલ્બ એક વર્સેટાઇલ પ્રોડક્ટમાં આ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનેલો છે.

હેલોનિક્સનો ‘અપ-ડાઉન ગ્લો’ એલઇડી બલ્બ દેશભરના તમામ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રિકલ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે અને તેની કિંમત સ્પર્ધાત્મક રીતે માત્ર રૂ. 299 છે. બે વેરિઅન્ટ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને અનુરૂપ હશે. નવા ધોરણો નિર્ધારિત કરતાં આ અનોખી પ્રકારની પ્રોડક્ટનું ઉત્પાદન હેલોનિક્સની અત્યાધુનિક હરિદ્વાર ફેસિલિટીમાં કરવામાં આવશે. આ નવીન પ્રોડક્ટ માટે પેટન્ટ એપ્લિકેશન, ડિઝાઇન, ટ્રેડમાર્કને ડોમેન નામ હાલમાં પ્રક્રિયા હેઠળ છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો
uttarakhand
February 20, 2026

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.

નવી મુંબઈ એરપોર્ટ પર ફેડએક્સનું 300,000 sq ft કાર્ગો હબ શરૂ, ₹2,500 કરોડનું રોકાણ
new delhi
February 18, 2026

નવી મુંબઈ એરપોર્ટ પર ફેડએક્સનું 300,000 sq ft કાર્ગો હબ શરૂ, ₹2,500 કરોડનું રોકાણ

ફેડએક્સે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પર ₹2,500 કરોડનું સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબ શરૂ કર્યું! 300,000 sq ft સુવિધા, 6,000+ રોજગારી, 3.25 MMT ક્ષમતા – દક્ષિણ-પૂર્વ એશિયા, યુરોપ, US સાથે જોડાશે. CM દેવેન્દ્ર ફડણવીસ, રાજ સુબ્રમણ્યમે શિલાન્યાસ કર્યો – MSME નિકાસને બળ મળશે. વિગતો જુઓ.

અંબુજા સિમેન્ટ્સે પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવા STEM લેબનું ઉદ્ઘાટન કર્યું
mumbai
February 18, 2026

અંબુજા સિમેન્ટ્સે પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવા STEM લેબનું ઉદ્ઘાટન કર્યું

અંબુજા સિમેન્ટ્સે CSR અંતર્ગત ચંદ્રપુરની ઉપ્પરવાહી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળામાં STEM લેબ અને સિમેન્ટ કોંક્રીટ રોડનું ઉદ્ઘાટન કર્યું. વિદ્યાર્થીઓએ નવીન મોડેલ્સ રજૂ કરી પ્રભાવિત કર્યા – શાળાએ ‘માઝી શાળા’માં પ્રથમ સ્થાન જીતી ₹11 લાખનું ઇનામ મેળવ્યું. વિગતો જુઓ.

Braking News

IPL 2025: આ દિવસે એમએસ ધોની અને રોહિત શર્મા સાથે આવશે, આ સિઝનમાં MI અને CSK બે વાર ટકરાશે
IPL 2025: આ દિવસે એમએસ ધોની અને રોહિત શર્મા સાથે આવશે, આ સિઝનમાં MI અને CSK બે વાર ટકરાશે
February 16, 2025

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 22 માર્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઓપનિંગ મેચ સાથે શરૂ થવાની તૈયારીમાં છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
April 03, 2023
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express